કોલકાતા – યુએસ ડોલર સામે રૂપિયાનું મૂલ્ય તીવ્રપણે ઘટી જવા અંગે ઘેરી ચિંતા વ્યક્ત કરીને નાણાં પ્રધાન પ્રણવ મુખરજીએ કહ્યું છે કે કેન્દ્ર સરકાર આ કટોકટીને ઉકેલવા પ્રયત્નશીલ છે.
રૂપિયાના અવમૂલ્યન અંગે પૂછતા, મુખરજીએ કહ્યું કે આ મોટી ચિંતાનો વિષય છે અને સરકારની તેની પર ચાંપતી નજર છે. સરકાર હાથ જોડીને બેઠી નથી. અમે આ કટોકટીને ઉકેલવા પ્રયત્નશીલ છીએ.
રૂપિયાનું મૂલ્ય ઘટવા માટે યુરોઝોન કટોકટીને જવાબદાર ગણાવીને મુખરજીએ કહ્યું કે બ્રાઝિલ જેવી ઊભરતી બજારોમાં પણ હાલ કરન્સી કટોકટી ઊભી થઈ છે.
ફોરેન એક્સચેન્જમાં ડોલર સામે રૂપિયાનું મૂલ્ય છેલ્લા અમુક દિવસોમાં તીવ્રપણે ઘટ્યું છે અને તે હાલ ડોલર સામે રૂ. ૫૪.૪૨ નો ટ્રેડ કરી રહ્યો છે.



















