પ્રણવ મુખરજી કહે છે, વિદેશમાં પડેલું બધું નાણું કાળું નથી

નવી દિલ્હી – વિદેશોમાં ભારતીય નાગરિકોએ કેટલા નાણાં જમા કરાવ્યા છે તેની વિગતો જાણવા માટે ભારત સરકારે ૩૭ દેશો સાથે સમજૂતી કરી છે. આ જાણકારી કેન્દ્રના નાણાં પ્રધાન પ્રણવ મુખરજીએ આપી છે.

કોંગ્રેસના કાર્યકર્તાઓ સાથેની એક બેઠકમાં મુખરજીએ કહ્યું કે, વિદેશમાં જમા કરાવવામાં આવેલું બધું ધન કાળું નાણું નથી. તે નાણાં ઉદ્યોગપતિઓ કે ઉદ્યોગગૃહોએ જમા કરાવ્યા હોય એવું બની શકે. ચોક્કસ રકમ જાણવા માટેની પ્રક્રિયાને સમય લાગશે.

Be Sociable, Share!
  • Twitter
  • Facebook
  • email
  • StumbleUpon
  • Google Reader
  • LinkedIn
Filed in: Breaking News, National news