પંજાબ: યુવતીને બેહોશ કરીને વારંવાર બળાત્કાર ગુજારાયો

પંજાબ- વધુ એક સામુહિક બળાત્કારની ઘટના મોહાલીમાં બની છે. ૧૮ જાન્યુઆરીએ પીડિત યુવતી ઈન્ટરવ્યૂ આપવા ચંદીગઢ આવી હતી. અહીં તે સરનામું પુછી રહી હતી જ્યાં એક સ્વિફ્ટ કાર આવી ઉભી રહી અને તેને જબરદસ્તી કારમા બેસાડી દીધી. આ કારમાં બે પુરૂષ સાથે બે મહિલાઓ પણ બેઠેલી હતી. આ તમામે તેનું અપહરણ કર્યું અને બાદમાં પીડિતાને એક સુમસામ જગ્યાએ લઈ ગયા જ્યાં તેને બેહોશ કરી વારંવાર બળાત્કાર ગુજાર્યો

યુવતીએ પોલીસને આપેલા નિવેદનમાં કહ્યું છે કે જ્યારે તેને હોશ આવ્યો ત્યારે ફરીથી તેને બેહોશ કરી દેવાઈ અને આ દરમિયાન તેના પર બળાત્કાર થતો રહ્યો, ઉપરાંત તેનો અશ્લિલ વિડીયો પણ બનાવાયો. બળાત્કાર ગુજાર્યા બાદ તેને ભટિંડા પાસે ચાલતી કારમાંથી ફેંકી દેવાઈ હતી. અહીં પસાર થઈ રહેલી કોઈ અજાણી વ્યક્તિએ યુવતીને જોઈ અને તેને હોસ્પિટલમાં દાખલ કરાવી.

પોલીસે યુવતીનો મેડિકલ ટેસ્ટ કરાવ્યો છે અને સામુહિક બળાત્કારનો કેસ નોંધ્યો છે. તમામ આરોપીઓ હાલ ફરાર છે. જેમને પોલીસ જલ્દી જ પકડી લેવાનો દાવો કરી રહી છે. હાલમાં યુવતીની હાલત સ્થિર બતાવાઈ રહી છે.

 

Be Sociable, Share!
  • Twitter
  • Facebook
  • email
  • StumbleUpon
  • Google Reader
  • LinkedIn
Filed in: Breaking News, National news