નડાલ બન્યો ફ્રેન્ચ ઓપન વિજેતા, નવો વિક્રમ કર્યો

પેરિસ – અહીં વરસાદના વિઘ્નોને લીધે મેરેથોન બનેલી મેન્સ સિંગલ્સ ફાઈનલ મેચમાં અંતે વિજેતા બન્યો છે ફેવરિટ રાફેલ નડાલ. સ્પેનના આ ધરખમ ટેનિસસ્ટારે સર્બિયાના નોવાક યોકોવીચને ૬-૪, ૬-૩, ૨-૬, ૭-૫ થી પરાજય આપ્યો છે.

નડાલે ફ્રેન્ચ ઓપનમાં ૮મી વાર રમીને આ સાતમી વખત ટ્રોફી જીતી છે. આ મેચ રવિવારે વરસાદને કારણે અપૂર્ણ રહી હતી અને આજે પૂરી થઈ શકી છે.

આજની જીત સાથે નડાલે સ્વીડનના બ્યોન બોર્ગનો રેકોર્ડ તોડ્યો છે જેણે પોતાની કારકિર્દીમાં ૬ વખત ફ્રેન્ચ ઓપન વિજેતાપદ જીત્યું હતું.

Be Sociable, Share!
  • Twitter
  • Facebook
  • email
  • StumbleUpon
  • Google Reader
  • LinkedIn
Filed in: Breaking News, Sports