ડિઝલનો ભાવ વધવાથી ટ્રેન ભાડાં ફરી વધી શકે છે

જયપુર – રેલવે પ્રધા પવનકુમાર બંસલે સંકેત આપ્યો છે કે ટ્રેન મુસાફરીનાં ભાડામાં ફરી વધારો થઈ શકે છે.

તેમણે કહ્યું કે, પરિસ્થિતિની સમીક્ષા કરવામાં આવશે અને જરૂર લાગશે તો ટ્રેન પ્રવાસનાં ભાડામાં વધારો થઈ શકે છે.

અહીં કોંગ્રેસની બે દિવસીય ચિંતન શિબિરમાં ભાગ લેવા આવેલા બંસલે કહ્યું કે ડિઝલના ભાવમાં વધારો કરાવાથી તેની આડઅસરો પણ થઈ શકે છે. ડિઝલનો ભાવ વધવાથી ટ્રેન ભાડાં પણ વધી શકે છે.

ઉલ્લેખનીય છે કે બંસલે અમુક દિવસો પહેલાં ટ્રેન ભાડામાં વધારો કરવાની જાહેરાત કરી હતી. ત્યારે એમણે કહેલું કે આગામી રેલવે બજેટમાં ટ્રેન ભાડાંમાં વધારો નહીં કરાય, પણ માલની હેરફેરનાં દરમાં વધારો કરાશે.

Be Sociable, Share!
  • Twitter
  • Facebook
  • email
  • StumbleUpon
  • Google Reader
  • LinkedIn
Filed in: Breaking News, National news