ઉમરપાડામાં 12 ઇંચ, કુલ 92 તાલુકામાં મેઘમહેર, જાણો રાજ્યમાં વરસાદની સ્થિતિ

ગાંધીનગરઃ રાજ્યમાં વરસી રહેલા વરસાદે છેલ્લા ચોવીસ કલાક દરમિયાન અમદાવાદ અને ગાંધીનગર સહિત દક્ષિણ અને ઉતર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વરસાવ્યો છે. રાજ્યના ૯૨ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ થયો છે. આ સાથે મોસમનો કુલ સરેરાશ વરસાદ રાજયમાં ૫૧.૩૫ ટકા જેટલો થઇ ગયો છે.

રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ આજે તા.૨૧/૦૭/૨૦૧૮ને સવારે ૭-૦૦ કલાકે પૂરા થયેલા ચોવીસ કલાક દરમિયાન સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં ૩૧૬ મી.મી. એટલે કે સાડા બાર ઇંચ, નર્મદા જિલ્લાના સાગબારામાં ૧૭૭ મી.મી. એટલે કે સાત ઇંચ, માંગરોળ તાલુકામાં ૧૪૨ મી.મી., હાંસોટ-નેત્રંગમાં ૧૩૪ મી.મી., અંકલેશ્વરમાં ૧૩૨ મી.મી. આણંદમાં ૧૨૮ મી.મી., હિંમતનગરમાં ૧૨૫ મી.મી. મળી કુલ છ તાલુકાઓમાં પાંચ ઈંચથી વધુ અને ધનસુરા તાલુકામાં ૧૧૬ મી.મી., દાહોદમાં ૧૦૦ મી.મી. મળી કુલ બે તાલુકાઓમાં ચાર ઈંચથી વધુ વરસાદ વરસ્યો હોવાના અહેવાલો સાંપડ્યા છે.

રાજ્યના વાલીયા તાલુકામાં ૯૭મી.મી., ડેડીયાપાડામાં ૯૧ મી.મી., તલોદમાં ૮૮ મી.મી. કુકરમુંડા-કપરાડામાં ૮૫ મી.મી., વઘઇમાં ૮૧ મી.મી., માંડવીમાં ૭૮ મી.મી., જાંબુઘોડામાં ૭૭ મી.મી., ભરૂચમાં ૭૫ મી.મી. અને ધરમપુરમાં ૭૩ મી.મી. મળી કુલ ૧૦ તાલુકાઓમાં ત્રણ ઇંચથી વધુ, જ્યારે ખેરગામ તાલુકામાં ૬૯ મી.મી, સતલાસણામા ૬૮ મી.મી, વાગરામાં ૬૭ મી.મી, અમદાવાદ શહેરમાં ૬૨ મી.મી, મહુધામાં ૬૨મી.મી, ઘોઘામાં ૬૧ મી.મી, લીમખેડા-નિઝરમાં ૬૦ મી.મી, મોડાસામાં ૫૯ મી.મી, પારડીમાં ૫૮ મી.મી, અમીરગઢ-ડેસર-બાલાસિનોરમાં ૫૫ મી.મી, દસક્રોઇ-વાંસદામાં ૫૩ મી.મી, માલપુર-સુરત શહેરમાં ૫૧ મી.મી અને ધોલેરામાં ૫૦ મી.મી મળી કુલ ૧૭ તાલુકાઓમાં બે ઇંચથી વધુ જ્યારે અન્ય ૫૧ તાલુકાઓમાં એક ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે.

તો આજે સવારે ૮-૦૦ કલાકથી ૧૦-૦૦ કલાક દરમિયાન હાલોલ-પોશીના, વંથલી, માંગરોળ, ચીખલીમાં એક ઇંચથી વધુ, જ્યારે અન્ય ૧૪ તાલુકાઓમાં અડધો ઇંચ કરતાં વધુ પાણી પડ્યું હોવાના અહેવાલો છે.

અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ સરેરાશ વરસાદ ૫૧.૩૫ ટકા જેટલો નોંધાયો છે. જેમાં કચ્છ રીજિયનમાં ૧૧.૦૮ ટકા, ઉત્તર ગુજરાતમાં ૨૭.૪૮ ટકા, પૂર્વ-મધ્ય ગુજરાતમાં ૩૮.૦૩ ટકા, સૌરાષ્ટ્રમાં ૫૮.૫૫ ટકા અને દક્ષિણ ગુજરાતમાં ૬૭.૫૩ ટકા જેટલો સરેરાશ વરસાદ નોંધાયો છે.