નવી દિલ્હી – કેન્દ્રીય ગૃહ પ્રધાન સુશીલકુમાર શિંદેએ હિન્દુ ટેરરીઝમ વિશે કરેલી કમેન્ટના વિરોધમાં ભારતીય જનતા પાર્ટી આજે દેશભરમાં દેખાવો કરશે.
ભાજપના નવા પ્રમુખ બનેલા રાજનાથ સિંહે આની જાહેરાત બુધવારે જ કરી હતી.
રાજનાથે કહ્યું છે કે ભાજપ અને તેની પિતૃ સંસ્થા ત્રાસવાદી શિબિરો ચલાવે છે અને હિન્દુ ત્રાસવાદને ઉત્તેજન આપે છે એવા શિંદેના નિવેદનો બતાવે છે કે સરકાર ત્રાસવાદ સામે લડવા ગંભીર નથી. એને માત્ર વોટ-બેન્કના રાજકારણમાં જ રસ છે. એ લોકો કોમવાદના નામે દેશનું વાતાવરણ ઝેરી બનાવે છે.



















