રીઝર્વ બેન્કે વ્યાજના દરોમાં ફેરફાર કરવાનું ટાળ્યું

મુંબઈ – ભારતીય રીઝર્વ બેન્કે યથાવત્ સ્થિતિ જાળવી રાખી છે અને વ્યાજના દરોમાં કોઈ ફેરફાર કર્યો નથી. જૂન મહિનાથી આ બીજી વખત આરબીઆઈએ વ્યાજના દરોમાં ફેરફાર કરવાનું ટાળ્યું છે. જો કે ઈન્વેસ્ટરોને આશા હતી કે આરબીઆઈ આ વખતે ફેરફાર કરશે.

દેશની કેન્દ્રીય બેન્કે તેનો પોલિસી રેપો રેટ ૮ ટકાનો જાળવી રાખ્યો છે અને બેન્કો માટેનો કેશ રિઝર્વ રેશિઓ ૪.૭૫ ટકાનો જાળવી રાખ્યો છે.

આરબીઆઈના ગવર્નર ડી. સુબ્બારાવે ધિરાણ નીતિની સમીક્ષામાં લખ્યું છે કે, હાલના સંજોગોમાં નીતિ વિષયક દરોમાં ઘટાડો કરવાથી ફૂગાવારૂપી પરિબળોને ઉત્તેજન જ મળ્યું હોત. આરબીઆઈનો મુખ્ય ઉદ્દેશ્ય ફૂગાવાને અંકુશમાં રાખવાનો છે. પરંતુ વિકાસ દર ઓછો રહેવાની આશંકા છે.

Be Sociable, Share!
  • Twitter
  • Facebook
  • email
  • StumbleUpon
  • Google Reader
  • LinkedIn
Filed in: Breaking News, Business