રિલાયન્સ સાથેનો કોન્ટ્રાક્ટ રદ નહીં કરાયઃ મોઈલી

Prime Minister Manmohan Singh,  Veerappa Moilyનવી દિલ્હી – કેન્દ્રના પેટ્રોલિયમ પ્રધાન એમ. વીરપ્પા મોઈલીએ વડા પ્રધાન મનમોહન સિંહને પત્ર લખીને જણાવ્યું છે કે કેજી-ડી-6 ગેસ ક્ષેત્રમાં તેલ-વાયુ સંશોધન માટે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝને આપેલો કોન્ટ્રાક્ટ રદ કરી શકાશે નહીં, કારણ કે લક્ષ્યાંક પ્રમાણેના ઉત્પાદનને લગતો મુદ્દો હજી લવાદ હેઠળ છે.

મોઈલીએ વડા પ્રધાનને ૧૩ પાનાંનો પત્ર લખ્યો છે. જેમાં તેમણે સમગ્ર પ્રક્રિયા વિશે, કોન્ટ્રાક્ટને લગતી આવશ્યક્તા અને ૧ એપ્રિલથી કુદરતી ગેસના ભાવ વધારવા લેવાયેલા પગલા વિશે ખુલાસો કર્યો છે.

ગેસના ભાવ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડને લાભ થાય એ રીતે વધારવામાં આવ્યા છે એવા આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલે કરેલા આરોપને નકારી કાઢતા મોઈલીએ વડા પ્રધાનને ગઈ ૧૪ ફેબ્રુઆરીએ લખેલા પત્રમાં કહ્યું કે આ પ્રક્રિયા વિના રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને સરકારી માલિકીની ઓએનજીસી, બંનેના અનેક ગેસ ફિલ્ડ્સમાંથી ગેસ ઉત્પાદન આર્થિક રીતે અશક્ય બની જાય.

ઉલ્લેખનીય છે કે કેજરીવાલે દિલ્હીના મુખ્ય પ્રધાન પદેથી રાજીનામું આપતા પહેલા દેશમાં ગેસની કૃત્રિમ અછત ઊભી કરવા અને ગેસના ભાવ વધારવા બદલ એન્ટી-કરપ્શન બ્યૂરોને મોઈલી, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ અને તેના ચેરમેન મુકેશ અંબાણી સામે એફઆઈઆર નોંધવાનો આદેશ આપ્યો હતો.

આરઆઈએલના પૂર્વીય ઓફ્ફશોર કેજી-ડી-6માંનું ગેસ ઉત્પાદન ૨૦૧૦-૧૧ની સાલથી લક્ષ્યાંક કરતા ઘણું ઓછું રહ્યું છે તે વિશે મોઈલીએ વડા પ્રધાનને કહ્યું કે મારા પુરોગામી એસ. જયપાલ રેડ્ડીએ રિલાયન્સને દંડ ફટકારવા માટે પ્રક્રિયા હાથ ધરી છે.

Filed in: Breaking News, Business


"Type in Gujarati language (Press Ctrl+g to toggle between Gujarati and English)”