રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે અમેરિકામાં લોબિંગ રદ કર્યું

નવી દિલ્હી – ભારતની માર્કેટમાં પ્રવેશ મેળવવા માટે અમેરિકન કંપનીઓ દ્વારા કરાતા લોબિંગના ઊભા થયેલા વિવાદને લીધે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડે અમેરિકાના સંસદસભ્યોમાં પોતાની લોબિંગની પ્રવૃત્તિઓને રદ કરી દીધી છે. જો કે તેણે છેલ્લા ચાર વર્ષમાં આની પાછળ લગભગ ૨૦ લાખ ડોલર (અંદાજે ૧૦ કરોડ રૂપિયા) ખર્ચી નાખ્યા છે.

મૂકેશ અંબાણીના નેતૃત્વ હેઠળની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે પોતાની બિઝનેસ પ્રવૃત્તિઓ માટે તથા અન્ય કારણો માટે ૨૦૦૯ના જાન્યુઆરીમાં જાણીતી લોબિંગ કંપની બાર્બોર ગ્રીફિથ એન્ડ રોજર્સ મારફત અમેરિકાના સંસદસભ્યોમાં લોબિંગ શરૂ કર્યું હતું.

જો કે રિલાયન્સે છેલ્લા પાંચ ત્રૈમાસિક તબક્કાઓથી અમેરિકામાં પોતાની લોબિંગ પ્રવૃત્તિઓને અટકાવી દીધી હતી અને હવે તેણે અમેરિકામાં પોતાનું લોબિંગ રજિસ્ટ્રેશન રદ કરાવી દીધું છે.

Be Sociable, Share!
  • Twitter
  • Facebook
  • email
  • StumbleUpon
  • Google Reader
  • LinkedIn
Filed in: Breaking News, Business