કેન્દ્ર સરકારે મંગળવારે જણાવ્યું હતું કે યુરોઝોન ક્રાઇસિસને કારણે સર્જાયેલા ગ્લોબલ સ્લો ડાઉનની અસર ભારતીય અર્થતંત્ર પર પડી છે અને પરિસ્થિતિને પહોંચી વળવા પગલાં લેવામાં આવી રહ્યા છે.
નાણાં પ્રધાન પ્રણવ મુખરજીએ રાજ્યસભામાં એક લેખિત જવાબ આપતાં જણાવ્યું હતું કે વૈશ્વીક મંદીને કારણે નિકાસની વૃદ્ધિ ઓછી થઇ છે, ટ્રેડ એન્ડ કરન્ટ અકાઉન્ટ ડેફિસિટ વધુ મોટી બની છે, કેપિટલ ફ્લો ઘટ્યા છે અને રૂપિયાનું અવમૂલ્યન થયું છે, શેર બજાર નીચે ગયું છે તેમ જ આર્થિક વિકાસ નીચો રહ્યો છે.
તેમણે કહ્યું હતું કે રૂપિયાનું અવમૂલ્યન થતું અટકાવવા માટે અનેક પગલાં લેવામાં આવ્યા છે અને જરૂર પડશે તો રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા આમાં દરમિયાનગીરી કરશે.
વૈશ્વીક મંદીને કારણે રૂપિયાનું અવમૂલ્યન થયું છેઃ પ્રણવ
Filed in: Breaking News, Business



















