રૂપિયા માટે કાળો શુક્રવારઃ ડોલરની સામે 57 થઇ ગયો

ભારતનો રૂપિયો ડોલરની સામે શુક્રવારે 57નો આંક વટાવી ગયો હતો એટલું જ નહીં એક સમયે એ ડોલરની સામે 57.33 થઇ ગયો હતો. સૂત્રોના જણાવવા અનુસાર વૈશ્વીક અર્થતંત્રને લગતી ચિંતાને કારણે આમ બન્યું હતું.
ડોલરની સામે લગભગ બધી જ કરન્સીઓના મૂલ્ય ઘટ્યા હતા અને બીએસઇના સેન્સેક્સમાં પણ મોટો ઘટાડો નોંધાયો હતો. ઓઇલ કંપનીઓએ કરેલી ડોલરની ખરીદી અને સોનાની આયાતકારોએ સ્થિતિને વધુ વણસાવી હતી.
રૂપિયાની હાલત આટલી નબળી પડી હોવા છતાં રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ કોઇ દરમિયાનગીરી કરી નથી.

Be Sociable, Share!
  • Twitter
  • Facebook
  • email
  • StumbleUpon
  • Google Reader
  • LinkedIn
Filed in: Breaking News, Business