મોદીનો ઈન્ટરવ્યૂ લેનાર સિદ્દીકીનો સ.પા.એ કર્યો ત્યાગ

નવી દિલ્હી – ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીનો ઈન્ટરવ્યૂ લેનાર ઉર્દૂ દૈનિક ‘નઈ દુનિયા’ના તંત્રી શાહિદ સિદ્દીકીને સમાજવાદી પાર્ટીએ તરછોડી દીધા છે.

ટેલિવિઝન પર સમાજવાદી પાર્ટીના સૌથી વધારે દેખાતા નેતાઓમાં સિદ્દીકીનો પણ સમાવેશ થતો હતો. તેમણે સ.પા.ના નેતા તરીકે નહીં, પણ એક પત્રકાર તરીકે મોદીનો ઈન્ટરવ્યૂ લેવાનો નિર્ણય લીધો હતો.

તે મુલાકાતમાં મોદીએ સિદ્દીકીના તમામ સવાલોના જવાબ આપ્યા અને કહ્યું કે ગોધરાકાંડ બાદ ગુજરાતમાં ફાટી નીકળેલા રમખાણોમાં જો હું દોષી ઠરું તો મને ફાંસીએ લટકાવી દેજો.

મોદીની આ રજૂઆતને જનતા સમક્ષ લાવનાર સિદ્દીકીને જ સમાજવાદી પાર્ટીએ પક્ષમાંથી કાઢી મૂક્યા છે.

સ.પા.ના મહામંત્રી રામગોપાલ યાદવે તો એમ કહ્યું કે સિદ્દીકી ક્યારેય અમારા સભ્ય નહોતા.

સમાજવાદી પાર્ટીએ આ નિર્ણય લઈને તેની મુસ્લિમ-તરફી પહેચાનને સલામત રાખી છે.

Be Sociable, Share!
  • Twitter
  • Facebook
  • email
  • StumbleUpon
  • Google Reader
  • LinkedIn
Filed in: Breaking News, National news