લંડન- બ્રિટનમાં ગુમ થયેલા ૧૯ વર્ષનાં ભારતીય વિદ્યાર્થી સૌવિક પાલનો મૃતદેહ બ્રિજવોટર કેનાલમાંથી મળી આવ્યો છે. સૌવિક ડિસેમ્બર મહિનાથી ગુમ હતો. ઉલ્લેખનીય છે કે કોલકાતાનો રહેવાસી સૌવિક પાલ નવા વર્ષની પૂર્વ સંધ્યાએ પોતાનાં મિત્રોની સાથે ઉજવણી કરવા મેનચેસ્ટરનાં એક નાઈટક્લબમાં ગયો હતો જે બાદથી તેની કોઈ ભાળ નહોતી મળી.
‘મેનચેસ્ટર ઈવનિંગ ન્યૂઝ’ પ્રમાણે, પોલીસ વિભાગનાં કેટલા પોલીસકર્મીઓ નાઈટક્લબની નજીક આવેલા બ્રિજવોટર કેનાલમાં ઉતર્યા હતા પરંતુ ત્યાં તેમને કંઈ નહોતું મળ્યું.
સૌવિકનાં પિતા શાંતનુ પાલ પોતાનાં દિકરાનાં ગુમ થયાની સુચના મળ્યા બાદ બેંગલુરૂથી મેનચેસ્ટર પહોંચ્યા હતા. તેમણે કહ્યું હતું કે તેમનો પુત્ર જ્યાં સુધી નહીં મળે ત્યાં સુધી તેઓ બ્રિટનમાં જ રહેશે. મેનચેસ્ટર સ્થિત પોલીસ વિભાગમાં શાંતનું પાલે અરજી કરી હતી કે તેમનાં દિકરાની સુચના પોલીસને આપવામાં આવે. તેમણે કહ્યું હતું કે તેમને તેમનાં દિકરા પર ગર્વ છે. સૌવિકે અહીં મેનચેસ્ટર મેટ્રોપોલિટન યૂનિવર્સિટીમાં પ્રોડક્ટ ડિઝાઈનમાં એડમિશન લીધું હતુ, સૌવિક કેમ્બ્રિજ સ્ટ્રીટ પર કાવેનડિશમાં રહેતો હતો.



















