સેન્સેક્સની ૪૩૯ પોઈન્ટની, વર્ષમાં સૌથી ઊંચી છલાંગ

મુંબઈ – બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં શુક્રવારે ભારે ધૂમ મચી ગઈ છે. યુરોપમાં આર્થિક સ્થિતિ સુધરવાના સંકેતો મળવાથી અને રૂપિયો ૫૬ની ઉપર જવાથી બજારોમાં અઢી ટકાની તેજી આવી. સેન્સેક્સે ૪૩૯ ડોલરની છલાંગ લગાવી જે આ વર્ષમાં અત્યાર સુધીની સૌથી ઊંચી છે. સેન્સેક્સ 17430 પોઈન્ટ અને નિફ્ટી ૧૩૦ પોઈન્ટના ઉછાળે 5279 અંક પર બંધ રહ્યો.

શુક્રવારે એક જ દિવસમાં ઈન્વેસ્ટરોએ રૂ. ૧.૧૭ લાખ કરોડની કમાણી કરી.

સેન્સેક્સ વાસ્તવમાં સતત ચોથા દિવસે સુધારા પર રહ્યો. તે સવારે બજાર ખૂલતી વખતે ૧૪૪ પોઈન્ટ ઉંચકાયો હતો. નાણાં મંત્રાલયે આગલી રાત્રે જીએએઆર માર્ગદર્શિકાઓના મુસદ્દા અંગે કરેલી જાહેરાતનું તે પરિણામ હતું.

બજારના સેન્ટીમેન્ટથી વિદેશી ભંડોળના પ્રવાહમાં ઓર સુધારો થયો છે.

Be Sociable, Share!
  • Twitter
  • Facebook
  • email
  • StumbleUpon
  • Google Reader
  • LinkedIn
Filed in: Breaking News, Business