શાહરૂખનો વળતો પ્રહારઃ આયોજકો મારી માફી માંગે

બુધવારે વાનખેડે સ્ટેડિયમમાં મુંબઇ ઇન્ડિયન્સને કોલકાતા નાઇટ રાઇડર્સે પરાજય આપ્યો એ પછી શાહરૂખ ખાને સ્ટેડિયમના સલામતી કર્મચારીઓ તથા મહારાષ્ટ્ર ક્રિકેટ એસોશિયેશન (એમસીએ)ના અધિકારીઓ સાથે ગેરવર્તાવ કર્યો એવા આક્ષેપોને પગલે શાહરૂખ ખાને વળતો પ્રહાર કર્યો છે અને એવો આક્ષેપ કર્યો છે કે આયોજક અધિકારીઓએ મારી સાથે આવેલા બાળકોને ધક્કે ચઢાવ્યા હતા.
શાહરૂખ ખાને કહ્યું હતું કે હું સ્ટેડિયમમાં મારા બાળકોને લેવા ગયો હતો ત્યારે મને ધમકાવવામાં આવ્યો હતો. એણે કહ્યું કે હું દારૂના નશામાં હતો એ વાત ખોટી છે.
શાહરૂખ ખાને કહ્યું હતું કે મેં કોઇને ગાળો આપી નથી. એમસીએ દ્વારા મૂકવામાં આવનાર પ્રતિબંધ વિશે એણે કહ્યું કે મને એની પડી નથી. શાહરૂખ ખાને કહ્યુ હતું કે આયોજકોએ મારી માફી માંગવી જોઇએ.

Be Sociable, Share!
  • Twitter
  • Facebook
  • email
  • StumbleUpon
  • Google Reader
  • LinkedIn
Filed in: Breaking News, MUMBAI news