શંકરસિંહ વાઘેલા નિમાયા ITDCના ચેરમેન, કેબિનેટની રેન્ક

અમદાવાદ – ગુજરાતના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને કોંગ્રેસના સિનિયર નેતા શંકરસિંહ વાઘેલાને ઈન્ડિયન ટુરિઝમ ડેવેલપમેન્ટ કોર્પોરેશન (આઈટીડીસી)ના ચેરમેન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. કેન્દ્રીય પ્રધાનમંડળે તેમને આ માટે કેબિનેટ પ્રધાન તરીકેનો દરજ્જો પણ આપ્યો છે.

આઈટીડીસીના ચેરમેનની નિમણૂંકનો મુદ્દો છેલ્લા કેટલાક મહિનાઓથી અટકેલો હતો. આનું કારણ એ હતું આ હોદ્દો કોઈ એવી વ્યક્તિને આપવો પડે જેને તેની સિનિયોરિટી મુજબ કેબિનેટ રેન્ક આપવી પડે.

વાઘેલા યુપીએ-1 સરકારમાં કેન્દ્રીય ટેક્સટાઈલ પ્રધાન પણ હતા. જો કે ૨૦૦૯ની લોકસભા ચૂંટણીમાં તે ગોધરા બેઠક પરથી હારી ગયા હતા.

Be Sociable, Share!
  • Twitter
  • Facebook
  • email
  • StumbleUpon
  • Google Reader
  • LinkedIn
Filed in: Breaking News, GUJARAT NEWS