વડોદરા :જેડીયુનાં રાષ્ટ્રીય અધ્યક્ષે મોદીની હિમાયત કરી છે. ડો.સુબ્રમણ્યમ સ્વામીએ જણાવ્યુ છે કે, ઈમાનદાર વ્યક્તિની પસંદગી કરીને જ નવીન ભારતનું નિર્માણ થઈ શકે છે. ગુજરાતનાં મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કરતા તેમણે કહ્યું હતુ કે રાજ્યનાં વિકાસમાં તેમનો અગ્રિમ ફાળો છે.
આ ઉપરાંત તેમણે જણાવ્યુ છે કે નરેન્દ્ર મોદીએ સ્વસ્છ સરકાર આપી છે અને વિકાસનાં ક્ષેત્રે હરણફાળ ભરી છે.
આ સિવાય ડો.સ્વામીએ કોંગ્રેસ અધ્યક્ષા સોનીયા ગાંધી વિરૂદ્ધ પ્રહારો કરતા કહ્યું કે વિદેશી બેન્કોમાં સોનિયા ગાંધીનાં 1 લાખ કરોડ રૂપિયા જમા છે.



















