કાબુલ – અહીં ટ્રાફિક વિભાગના મુખ્યાલય પર ત્રણ આત્મઘાતી બોમ્બરોએ હુમલો કર્યો છે.
બળવાખોરો અને સુરક્ષા જવાનો વચ્ચે અથડામણ ચાલુ છે.
છેલ્લા એક અઠવાડિયામાં અફઘાનિસ્તાનના આ પાટનગર શહેરમાં કરાયેલો આ બીજો આવો હુમલો છે.
આ હુમલાની જવાબદારી અફઘાન તાલીબાને લીધી છે. તેણે મીડિયાને ટેક્સ્ટ મેસેજ મોકલાવીને આ જવાબદારી લીધી છે.
આજે સોમવારે સવારે સ્થાનિક સમય મુજબ સવારે પાંચ વાગ્યાની આસપાસ એક આત્મઘાતી બોમ્બરે સરકારી મકાનના પ્રવેશદ્વારની બહાર કારને ફૂંકી મારી હતી.
બીજાં ઓછામાં ઓછા બે હુમલાખોર તે મકાનમાં ઘૂસી ગયા હતા. તેમણે અંદર ગોળીબાર ચાલુ કરી દીધો હતો.
તે મકાનમાં બે ધડાકા થયા હોવાનું પોલીસે સમર્થન આપ્યું છે.
આ હુમલાઓમાં કેટલી જાનહાનિ થઈ છે એ હજી સુધી જાણી શકાયું નથી.



















