સુનિતા વિલિયમ્સ ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનની કમાંડર

વોશિંગ્ટન : ભારતીય મુળની અમેરિકન અંતરિક્ષ યાત્રી સુનિતા વિલિયમ્સને વધુ એક કામીયાબી મળી છે. સુનિતા વિલિયમ્સને અંતરિક્ષમાં બનેલા ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન એટલે કે આઈએસએસની કમાન્ડર બનાવાઈ છે.

સુનિતા વિલિયમ્સ આઈએસએસની કમાંડર બનનાર બીજા નંબરની મહિલા અંતરિક્ષ વૈજ્ઞાનિક છે.

સુનિતા વિલિયમ્સ આઈએસએસમાં એક્સપેડીશન ૩૩ની ટીમ કમાંડર હશે. આઈએસએસમાં એક્સપેડિશન ૩૨નાં ત્રણ સભ્યોની ટીમ આજે ધરતી પર પરત ફરી છે. આ ટીમ આજે સવારે કઝાકિસ્તાનમાં ઉતરી

સુનિતા વિલિયમ્સ હવે પછીની ટીમનાં પહોંચવા સુધી અંતરિક્ષમાં રહેશે અને શોધ કાર્યોનું નેતૃત્વ કરશે.

Be Sociable, Share!
  • Twitter
  • Facebook
  • email
  • StumbleUpon
  • Google Reader
  • LinkedIn
Filed in: Breaking News, INTERNATIONAL NEWS