ઓલિમ્પિક્સઃ સુશીલ કુમાર બનશે ભારતનો ધ્વજવાહક

નવી દિલ્હી – આગામી લંડન ઓલિમ્પિક્સમાં ૨૭ જુલાઈએ યોજાનારી ઉદ્દઘાટનવિધિ વખતે ભારતીય સંઘની આગેવાની લેશે, ભારતના ધ્વજવાહક તરીકેની જવાબદારી સંભાળશે કુસ્તીબાજ સુશીલ કુમાર.

ઈન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનના કાર્યવાહક પ્રમુખ વિજયકુમાર મલ્હોત્રાએ આ વિશે રવિવારે જાહેરાત કરી છે.

સુશીલે બીજિંગ ગેમ્સમાં કાંસ્ય ચંદ્રક જીત્યો હતો. ધ્વજવાહક તરીકે ચાર નામ વિચારણા હેઠળ હતા. સુશીલે અન્ય ત્રણને પાછળ રાખી દીધા – લિયાન્ડર પેસ, વિજેન્દર સિંહ અને અભિનવ બિન્દ્રા.

મલ્હોત્રાએ કહ્યું કે ઉદ્દઘાટન વિધિ બાદ તરત જ પેસ, વિજેન્દર અને બિન્દ્રાને તેમની હરીફાઈઓમાં જોડાવાનું હોવાથી સુશીલ કુમારની પસંદગી કરવામાં આવી છે.

સિડની ઓલિમ્પિક્સમાં આ બહુમાન લિયાન્ડર પેસે મેળવ્યું હતું, કારણ કે એ વખતે ઉદ્દઘાટનવિધિના બીજા જ દિવસે વિજેન્દર અને બિન્દ્રાની પોતપોતાની હરીફાઈઓ હતી.

Be Sociable, Share!
  • Twitter
  • Facebook
  • email
  • StumbleUpon
  • Google Reader
  • LinkedIn
Filed in: Breaking News, Sports