અમેરિકાની કોર્ટે તહવ્વૂર રાણાને ફટકારી ૧૪ વર્ષની જેલ

શિકાગો – મુંબઈમાં ૨૦૦૮ની ૨૬ નવેંબરે કરવામાં આવેલા આતંકી હુમલાઓના આરોપી ડેવીડ હેડલીના સાથી તહવ્વૂર રાણાને શિકાગોની એક કોર્ટે આજે ૧૪ વર્ષની જેલની સજા ફટકારી છે.

રાણાને આ સજા ડેન્માર્કના એક અખબારના કાર્યાલય પર હુમલો કરવાનું ષડયંત્ર ઘડવાના આરોપમાં ફટકારવામાં આવી છે.

બાવન વર્ષના રાણાએ મુંબઈ હુમલાના આરોપી હેડલીને મદદ કરી હતી એવો તેની પર ભારતે આરોપ મૂક્યો છે.

પાકિસ્તાની-કેનેડિયન રાણાને ડેન્માર્કના અખબારની ઓફિસ પર હુમલો કરવાનું ષડયંત્ર ઘડવા બદલ અને પાકિસ્તાનસ્થિત ત્રાસવાદી સંગઠન લશ્કર-એ-તૈબાને સામગ્રી પૂરી પાડવા બદલ દોષી જાહેર કરવામાં આવ્યો હતો.

૨૦૦૯માં હેડલીની સાથે રાણાની પણ ધરપકડ કરવામાં આવી હતી.

ગુરુવારે, શિકાગોની કોર્ટે ચુકાદો સંભળાવ્યો ત્યારે રાણાની પત્ની કોર્ટમાં હાજર નહોતી. એ કેનેડામાં છે. યુએસમાં તેનાં પ્રવેશ પર પ્રતિબંધ મૂકાયો છે.

રાણાની નાદુરસ્ત તબિયતને કારણે એમને ઓછી, ૯ વર્ષ સુધીની જેલની સજા કરાય એવી તેના વકીલે રજૂઆત કરી હતી, પણ કોર્ટે એને માન્ય રાખી નથી.

Be Sociable, Share!
  • Twitter
  • Facebook
  • email
  • StumbleUpon
  • Google Reader
  • LinkedIn
Filed in: Breaking News, INTERNATIONAL NEWS