અમેરિકાના લુઝિયાનામાં થિયેટરની બહાર ફાયરિંગ, ત્રણના મૃત્યુ

USAલુઝિયાના- અમેરિકાના લુઝિયાનામાં શુક્રવારના રોજ ફિલ્મ થિયેટરની બહાર ફાયરિંગ થયું હતું. ફાયરિંગમાં ત્રણ વ્યક્તિનું મૃત્યુ થયું હતું, જ્યારે 10 લોકો ઘાયલ થયા હતા. ફિલ્મ થિયેટરની બહાર ફાયરિંગ કરનાર 58 વર્ષીય હુમલાખોરે અંતે પોતાને પણ ગોળી મારી દીધી હતી. પ્રારંભિક રિપોર્ટ અનુસાર, આ હુમલા પાછળ કોઈ પણ સંગઠન કે અન્ય કારણની જાણ થઈ નથી. ઘટના સમયે હાજર લોકોએ આપેલી માહિતી અનુસાર, હુમલાખોરે લગભગ 20 મિનિટ સુધી ફાયરિંગ કરી હતી. આ થિયેટરમાં Train Wreck નામની ફિલ્મ ચાલી રહી હતી. હાલ ઘટનાસ્થળે પોલીસ આવી પહોંચી છે. રાજ્યના ગવર્નર બોબી જિંદાલ પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા.

Filed in: Breaking News, INTERNATIONAL NEWS


"Type in Gujarati language (Press Ctrl+g to toggle between Gujarati and English)”