ગાંધીનગર- આજે બુધવારે ૧૩મી ગુજરાત વિધાનસભાનાં નવા અધ્યક્ષ તરીકે ભાજપનાં ધારાસભ્ય વજુભાઈ વાળા સર્વસંમતિથી ચૂંટાયા છે. વજુભાઈનાં નામનાં પ્રસ્તાવ પર વિપક્ષે પણ પોતાનો ટેકો જાહેર કર્યો હતો.
ભાજપે વિધાનસભાનાં નવા અધ્યક્ષ તરીકે ગઈકાલે મંગળવારે વજુભાઈ વાળાનું નામ નક્કી થયું હતું અને આ માટે તેમણે પોતાની ઉમેદવારી પણ નોંધાવી હતી. આજે સભાગૃહનું કામકાજ શરૂ થયા બાદ કાર્યકારી અધ્યક્ષે જાહેર કર્યું કે નવા અધ્યક્ષ તરીકે વજુભાઇ વાળાનું નામ રજુ થયું છે. તે વખતે વિપક્ષ દ્વારા તેમના નામને સમર્થન આપવામાં આવ્યું હતું ત્યાર બાદ આ પ્રસ્તાવ મત ઉપર મુકાતાં સર્વાનુમતે તેનો સ્વીકાર થયો હતો
મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદી, શંકરસિંહ વાઘેલા અને કેશુભાઇ પટેલ, વજુભાઇને સન્માનભેર અધ્યક્ષની ખુરશી સુધી લઇ ગયા હતાં.



















