મુંબઈ – સાંતાક્રુઝ (પૂર્વ)ના વાકોલા વિસ્તારમાં મદન જયસ્વાલ નામના એક ફેરિયાનાં પરિવાર પર બે આફત આવી પડી છે. સહાયક પોલીસ કમિશનર વસંત ઢોબળેએ રસ્તાઓ પરના ફેરિયાઓ વિરુદ્ધ આદરેલી ઝુંબેશે ગઈ ૧૧ જાન્યુઆરીએ જયસ્વાલનો જીવ લીધો હતો. હવે જયસ્વાલની પરિણીત પુત્રીનું પણ મરણ થયું છે.
જયસ્વાલની ૨૨ વર્ષની પુત્રી રાધા તેનાં પિતાનાં મૃત્યુના બીજા દિવસે તેનાં પતિ, બે વર્ષના પુત્ર અને સાસુ-સસરાની સાથે બિહારથી મુંબઈ આવી હતી. રવિવારે તેનું અહીં કેઈએમ હોસ્પિટલમાં બ્રેઈન હેમરેજથી મરણ થયું છે.
પરિવારજનોનો આરોપ છે કે રાધા સ્માશનભૂમિમાં એનાં પિતાનાં મરણનું દુઃખ સહન કરી શકી નહોતી અને તેનો એને સખત આંચકો લાગ્યો હતો.



















