વિલાસરાવ દેશમુખ ચેન્નઈની હોસ્પિટલમાં લાઈફ સપોર્ટ સિસ્ટમ પર

મુંબઈ/ચેન્નઈ – કેન્દ્રના વિજ્ઞાન અને ટેક્નોલોજી પ્રધાન વિલાસરાવ દેશમુખને સોમવારે ગંભીર હાલતમાં ચેન્નઈની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. એમની સારવાર કરતા ડોક્ટરોનું કહેવું છે કે દેશમુખ લાઈફ સપોર્ટ સિસ્ટમ ઉપર છે. એમને લીવર અને કિડનીની ગંભીર બીમારી છે. એમની હાલત ગંભીર છે.

મુંબઈના એક ડોક્ટરનું કહેવું છે કે વિલાસરાવને એક વર્ષ પહેલા રૂટિન મેડિકલ ચેક-અપ વખતે લીવરની બીમારી હોવાનું માલૂમ પડ્યું હતું.

વિલાસરાવના પરિવારજનો બધા વિકલ્પો ચકાસી રહ્યા છે જેમ કે, એમને લીવર ટ્રાન્સપ્લાન્ટ માટે વિદેશ લઈ જવા કે ચેન્નઈમાં રાખવા કે નવી દિલ્હી લઈ જવા.

ડોક્ટરનું કહેવું છે કે, વિલાસરાવ બે કે ત્રણ વખત ચેક-અપ માટે વિદેશ જઈ આવ્યા છે.

Be Sociable, Share!
  • Twitter
  • Facebook
  • email
  • StumbleUpon
  • Google Reader
  • LinkedIn
Filed in: Breaking News, MUMBAI news