જી20માં ભારતના અભિગમનો સૌએ સ્વીકાર કર્યો

વિશ્વના અગ્રણી અર્થતંત્રોના સંગઠન જી20ની પૂરી થયેલી એક મહત્ત્વની બેઠકમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિશેના ભારતના વલણનો સ્વીકાર કરવામાં આવ્યો હતો. ભારતે એવો મત વ્યક્ત કર્યો હતો કે ગ્લોબલ ઇકોનોમિક રિકવરી, ગરીબી નાબુદી અને રોજગાર ઊભા કરવા માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ઇન્વેસ્ટમેન્ટ બહુ જ જરૂરી છે.
ભારતના વડા પ્રધાન મનમોહન સિંહે એવો આગ્રહ રાખ્યો હતો કે વિકસતા દેશોના ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે લાંબા ગાળા સુધી ભંડોળ મળતું રહેવું જોઇએ.
તેમણે એમ પણ કહ્યું કે દેવામાં ડૂબેલા દેશોએ શિસ્ત પર ભાર મૂકવો જોઇએ પણ એ સાથે જ સમૃદ્ધ દેશોએ ફિસ્કલ એક્સાપાન્શન પર ભાર મૂકવો જોઇએ.

Be Sociable, Share!
  • Twitter
  • Facebook
  • email
  • StumbleUpon
  • Google Reader
  • LinkedIn
Filed in: Business