અમુલ આ વર્ષે દૂધના ભાવ નહીં વધારે

અમદાવાદ – અમુલ બ્રાન્ડ હેઠળ દૂધ અને દૂધના ઉત્પાદનો વેચનાર ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન સંસ્થા દૂધની અધિક ઉપલબ્ધિ થવાને લીધે આ વર્ષે દૂધના ભાવ વધારે એવી શક્યતા નથી.

ફેડરેશનના મેનેજિંગ ડિરેક્ટર આર.એસ. સોઢીનું કહેવું છે કે દૂધની ઉપલબ્ધિ સારી હોવાથી આ વર્ષે દૂધના ભાવ સ્થિર રહેશે.

અમુલ દેશમાં અગ્રગણ્ય દૂધ સપ્લાયર છે. ગયા એપ્રિલમાં તેણે મુંબઈ, ગુજરાત અને દિલ્હીમાં દૂધમાં લીટરદીઠ બે રૂપિયા વધાર્યા હતા.

સોઢીએ કહ્યું કે, છેલ્લા બે વર્ષમાં દૂધના ભાવમાં વધારો કરવો પડ્યો છે, પણ આ વર્ષે હવે દૂધનું સરપ્લસ ઉત્પાદન હોઈ ભાવ વધવાની શક્યતા નહિંવત્ છે.

દૂધની અધિક ઉપલબ્ધિ થવાથી સરકારે પણ સ્કિમ્ડ મિલ્કની નિકાસ પરનો પ્રતિબંધ ઉઠાવી લીધો છે.

Be Sociable, Share!
  • Twitter
  • Facebook
  • email
  • StumbleUpon
  • Google Reader
  • LinkedIn
Filed in: Business