એટીએફની આયાત કરવાની કિંગફિશરને મળી પરવાનગી

નવી દિલ્હી – કિંગફિશર એરલાઈન્સે એવિએશન ફ્યુઅલ અથવા જેટ ફ્યુઅલ સીધું જ આયાત કરવાની પ્રક્રિયાનો આરંભ કરી દીધો છે. આને લીધે ફ્યુઅલની ખરીદી માટેનો તેનો ખર્ચ થોડોક ઓછો થશે અને આર્થિક કટોકટીમાં ફસાયેલી આ એરલાઈન્સને થોડીક રાહત થઈ શકે છે.

કિંગફિશરે એક નિવેદનમાં જણાવ્યું છે કે, કંપનીને એવિએશન ટર્બાઈન ફ્યુઅલની આયાત કરવા માટે તેને ડિરેક્ટર જનરલ ઓફ ફોરેન ટ્રેડ તરફથી મંજૂરી મળી છે… અને અમે એટીએફની આયાત કરવાની પ્રક્રિયા શરૂ કરવા માટે સક્રિય પગલાં લઈ રહ્યા છીએ.

એક અન્ય એરલાઈન, સ્પાઈસજેટે બુધવારે જાહેરાત કરી હતી કે તેને એટીએફની સીધી આયાત કરવાની મંજૂરી મળી ગઈ છે.

ભારતીય એરલાઈન્સના કુલ ઓપરેટિંગ ખર્ચમાં અડધો હિસ્સો એટીએફનો છે.

એટીએફની સીધી આયાત કરવાથી એરલાઈન્સના ખર્ચમાં ૧૫-૨૦ ટકાનો ઘટાડો થઈ શકે છે. પરંતુ, સમીક્ષકોનું કહેવું છે કે એટીએફની આયાત કરવા, તેનો સંગ્રહ કરવા અને તેને ડિલિવર કરવા પાછળ દરેક એરલાઈનને નવો ખર્ચ તો થવાનો જ છે.

Be Sociable, Share!
  • Twitter
  • Facebook
  • email
  • StumbleUpon
  • Google Reader
  • LinkedIn
Filed in: Business