ભારતમાં ઝડપી વિકાસ પામી રહી છે ક્લાઉડ માર્કેટ

બેંગલોર – ક્લાઉડ ટેક્નોલોજી (ખાનગી કે જાહેર ક્ષેત્ર બંને) માટેની ભારતીય માર્કેટ વર્ષ ૨૦૧૧માં સ્થિર રીતે વૃદ્ધિ પામી રહી છે અને તે ૮૬-૯૧ કરોડ ડોલરના આંકે પહોંચીને એક અબજ ડોલરના આંક તરફ આગળ વધી રહી છે.

માર્કેટ એડવાઈઝરી કંપની ઝીનોવ મેનેજમેન્ટ કન્સલ્ટિંગે બહાર પાડેલા સ્ટડી રિપોર્ટ ‘પબ્લિક ક્લાઉડ ઓપોર્ચ્યુનિટી ઈન ઈન્ડિયા’માં દર્શાવાયું છે કે ભારતમાં પબ્લિક ક્લાઉડ માર્કેટનો હિસ્સો ૨૦-૨૨ ટકાનો છે જ્યારે બાકીનો ૭૮-૮૦ ટકા હિસ્સો ખાનગી ક્લાઉડનો છે.

ભારતમાં છેલ્લા બે વર્ષમાં પબ્લિક ક્લાઉડ માર્કેટે ઝડપથી વિકાસ કર્યો છે.

ઝીનોવના કન્સલ્ટિંગ ડિરેક્ટર પ્રવીણ ભડાડાનું કહેવું છે કે આવતા બે વર્ષમાં ભારતમાં આઈટી ક્ષેત્રના કુલ ખર્ચમાં ક્લાઉડનો હિસ્સો ૨૦ ટકા સુધી વધી જશે તો મને કોઈ આશ્ચર્ય નહીં થાય. આનો અર્થ એ થશે કે ક્લાઉડ કમ્પ્યુટિંગને લગતી કામગીરીઓ માટેની જોબ માર્કેટમાં નોંધપાત્ર ઉછાળો આવશે.

Be Sociable, Share!
  • Twitter
  • Facebook
  • email
  • StumbleUpon
  • Google Reader
  • LinkedIn
Filed in: Business