અમદાવાદ – મલ્ટીનેશનલ કંપની કોલગેટ પામોલીવ ઈન્ડિયાનું કહેવું છે કે તેણે ટૂથ બ્રશ અને ટૂથ પેસ્ટના ઉત્પાદનો માટે અત્યાર સુધીમાં લગભગ રૂ. ૫૪ કરોડનું મૂડીરોકાણ કર્યું છે. અને હવે તે બે નવા પ્લાન્ટ નાખવાની છે. એમાંનો એક પ્લાન્ટ ગુજરાતના સાણંદમાં નાખશે.
કોલગેટ પામોલીવના ચેરમેન મુકુલ દેવરસે કંપનીની વાર્ષિક સામાન્ય સભામાં જાણકારી આપી કે કંપનીએ સાણંદમાં ગુજરાત ઈન્ડસ્ટ્રિયલ ડેવેલપમેન્ટ કોર્પોરેશન પાસેથી રૂ. ૪૨.૬૨ કરોડમાં ૩૯ એકર જમીનનો પ્લોટ લીઝ પર મેળવ્યો છે. ત્યાં ટૂથપેસ્ટ ઉત્પાદન પ્લાન્ટ નાખવાનો કંપનીનો પ્લાન છે.
કંપની આવો જ એક પ્લાન્ટ આંધ્ર પ્રદેશમાં શ્રી સિટીમાં નાખવાની છે.
બંને પ્લાન્ટ ૨૦૧૩ સુધીમાં શરૂ થઈ જવાની ધારણા છે.
કંપની આ વર્ષમાં તેની પ્લેટિનમ જ્યુબિલી ઊજવી રહી છે.
હૈદરાબાદ અને મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં કંપનીના બે પ્લાન્ટ છે.



















