સોનું ખરીદવુ હોય તો જરા ઉતાવળ કરજો, નહીંતર નજીકનાં સમયમાં તેનાં ભાવ સાંભળી કદાચ સોનાને ખરીદવા આપ આપનાં મનને મનાવી નહીં શકો. આમ કહેવું છે બજારનાં નિષ્ણાંતોનું. જી હા, સોનાની કિંમત આસમાને જઈ રહી છે. નિષ્ણાંતોનું કહેવું છે કે ટૂંક સમયમાં ૧૦ ગ્રામ દીઠ સોનું ૩૫,૦૦૦ના આંકડાને પાર કરી શકે છે.
સોનાની કિંમતોમાં તેજી આવવા પાછળનું કારણ છે, આંતરરાષ્ટ્રીય બજારોમાં અમેરિકન ડોલરનાં ફ્યુચર ટ્રેડિંગમાં તેજીને હવા આપનારા સટ્ટોડિયાઓ.
માટે જો આપ ભવિષ્યમાં સેવિંગને લઈને કે પછી લગ્નની ખરીદીને લઈને સોનું લેવાનું વિચારી રહ્યા છો તો જરા ઝડપ કરજો, નહિંતર સોનું તમારી ગણતરી પર પાણી ફેરવી શકે છે.



















