મુંબઈ – નેધરલેન્ડ્સના ફાઈનાન્સિયલ સર્વિસીસ ગ્રુપ આઈએનજીએ ભારતમાં તેનો વીમા બિઝનેસ સંકેલી લીધો છે. તેણે આઈએનજી વૈશ્ય લાઈફ ઈન્સ્યૂરન્સ કંપનીમાં પોતાનો ૨૬ ટકા હિસ્સો તેની જોઈન્ટ વેન્ચર પાર્ટનર એક્સાઈડ ઈન્ડસ્ટ્રીઝને વેચી દીધો છે. આનાથી આઈએનજીને રૂ. ૧,૧૦૦ કરોડની આવક થઈ છે.
એક્સાઈડ કંપની હવે કોઈક વિદેશી ઈન્સ્યોરર શોધે છે જે આ ૨૬ ટકા હિસ્સો ખરીદશે.
આઈએનજી ગ્રુપ સરકારે આપેલી મહત્તમ છૂટ મુજબ ૨૬ ટકા હિસ્સો રાખીને માઈનોરિટી શેરહોલ્ડર હોવા છતાં છેલ્લા એક દાયકાથી લાઈફ ઈન્સ્યોરન્સના બિઝનેસમાં તેનો કન્ટ્રોલ રહ્યો હતો, કારણ કે ભારતીય શેરહોલ્ડિંગ અનેક હાથોમાં બદલાતું રહ્યું છે.
હવે એમ્સ્ટરડેમસ્થિત આઈએનજી ગ્રુપે એક નિવેદનમાં કહ્યું છે કે તે ભારતીય લાઈફ ઈન્સ્યોરન્સ જોઈન્ટ વેન્ચરમાંથી ખસી ગયું છે.
૧૦ વર્ષ જૂની આઈએનજી-વૈશ્યમાં તેના પ્રમોટરોએ રૂ. ૧૦૦૦ કરોડથી પણ વધારે રકમનું મૂડીરોકાણ કર્યું છે.



















