વિમાની પેસેન્જરોને વાતોડિયા સહયાત્રીઓથી મુક્તિ અપાવતી સિસ્ટમ સાથેની અનોખી એરલાઇન

લાટવિયાની નેશનલ એરલાઇને વિમાની પેસેન્જરો માટે એક નવા પ્રકારની સિસ્ટમ વિકસાવી છે, જેમાં પેસેન્જરો વિના કારણની વાતચીતથી કંટાળો આપતા સહયાત્રીઓથી મુક્તિ મેળવી શકશે.
એર બાલ્ટિકની નવી સીડ બડી સિસ્ટમનો હેતુ સમાન રીતે વિચારતા લોકો એકબીજાની બાજુમાં બેસી શકશે અને માથાંભારે લોકોથી છૂટકારો મેળવી શકશે.
એરબાલ્ટિકના પ્રવક્તાએ કહ્યું હતું કે આ પ્રકારની સિસ્ટમ ઓફર કરનારી અમારી વિશ્વની સૌથી પહેલી એરલાઇન છે.
આ સિસ્ટમમાં પેસેન્જરોને ત્રણ પ્રકારના વિકલ્પો આપવામાં આવે છે. આમાં પેસેન્જરોના રસના વિષયો અને એમની આદતો વિશેની માહિતિ એકઠી કરીને પેસેન્જરોને બાજુબાજુમાં સીટ આપવાની વ્યવસ્થા છે.

Be Sociable, Share!
  • Twitter
  • Facebook
  • email
  • StumbleUpon
  • Google Reader
  • LinkedIn
Filed in: Business