ગ્રીસ યુરોની બહાર જાય તો બીએસઇ સેન્સેક્સ 10,472 સુધી પહોંચી જાય

ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ બેન્ક સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડે એવી આગાહી કરી છે કે જો ગ્રીસ યુરોમાંથી બહાર નીકળી જશે તો મુંબઇ શેરબજારનો ઇન્ડેક્સ 35 ટકા ઘટીને 10,472 સુધી નીચે જઇ શકે છે.
શેરબજાર નીચે જવા માટે જે કારણો આપવામાં આવ્યા છે એમાં એક એ છે કે ઓઇલ પ્રાઇસીસ 2008 કરતાં અત્યારે ઘણા વધુ છે. 2008માં વૈશ્વિક મંદી શરૂ થઇ હતી. આ ઉપરાંત રૂપિયાના મૂલ્યમાં સાત ટકાનો ઘટાડો થયો છે.
આમ પણ ભારતીય શેરબજારો વિદેશી મૂડી રોકાણ પર વધુ આધાર રાખે છે.
જે 17 દેશો યુરો વાપરે છે એમાંના સાત મંદીમાં ફસાયા છે. જો ગ્રીસને યુરોમાં રાખવામાં નહીં આવે તો સ્પેન કે પોર્ટુગલના અર્થતંત્રની હાલત પણ આવી જ થાય. ગ્રીસ બહાર નીકળે તો યુરો સાવ ભાંગી પડે.

Be Sociable, Share!
  • Twitter
  • Facebook
  • email
  • StumbleUpon
  • Google Reader
  • LinkedIn
Filed in: Business