યુબી ગ્રુપનો સ્ટાફ પાછળનો ખર્ચ ૪૦૦ કરોડ વધી ગયો

નવી દિલ્હી – ઉદ્યોગપતિ વિજય માલ્યાની માલિકીના યુનાઈટેડ બ્રુવરીઝ (યુબી) ગ્રુપે વીતી ગયેલા નાણાકીય વર્ષ દરમિયાન તેના અનેક પ્રકારના બિઝનેસ માટેના સ્ટાફના પગાર પાછળ ૪૦૦ કરોડ રૂપિયા વધારે ખર્ચ્યા હતા. ગ્રુપની એવિએશન કંપની, કિંગફિશર એરલાઈન્સ હાલ ભયંકર આર્થિક કટોકટીમાં સપડાઈ છે,

ગઈ ૩૧ માર્ચે પૂરા થયેલા નાણાકીય વર્ષમાં યુબી ગ્રુપનો સ્ટાફ પાછળનો કુલ ખર્ચ વધીને રૂ. ૧,૬૯૨ કરોડ થયો હતો જે આગલા વર્ષમાં રૂ. ૧,૨૭૪ કરોડ હતો. આ વધારો લગભગ એક-તૃતિયાંશ જેટલો થવા જાય છે.

ગયા વર્ષે કિંગફિશર એરલાઈન્સને બાદ કરતાં ગ્રુપની બીજી તમામ કંપનીઓનો સ્ટાફ પાછળનો ખર્ચ વધ્યો હતો. ગ્રુપની સાત લિસ્ટેડ કંપનીઓના સ્ટાફ પાછળના ખર્ચની સમીક્ષા પરથી આ માલૂમ પડ્યું છે.

૨૦૧૧-૧૨માં કિંગફિશરમાં, સ્ટાફ ખર્ચમાં નજીવો ઘટાડો નોંધાયો હતો. તે વર્ષમાં કુલ ખર્ચ થયો હતો રૂ. ૬૬૯ કરોડ જે આગલા વર્ષમાં હતો રૂ. ૬૭૬ કરોડ.

ગ્રુપની અન્ય કંપનીઓ છે – યુનાઈટેડ સ્પિરીટ્સ એન્ડ યુનાઈટેડ બ્રુવરીઝ, યુબી હોલ્ડિંગ્સ લિમિટેડ, મેંગલોર કેમિકલ્સ એન્ડ ફર્ટિલાઈઝર્સ, મેક્ડોવેલ હોલ્ડિંગ્સ અને યુબી એન્જિનિયરિંગ લિમિટેડ. આ તમામના સંબંધિત સ્ટાફ ખર્ચમાં વધારો નોંધાયો હતો.

Be Sociable, Share!
  • Twitter
  • Facebook
  • email
  • StumbleUpon
  • Google Reader
  • LinkedIn
Filed in: Business