અમેરિકામાં ભારતીયોનું મૂડીરોકાણ

વોશિંગ્ટન – ભારતીય કંપનીઓએ છેલ્લા પાંચ વર્ષોમાં અમેરિકામાં ૨૬ અબજ ડોલરનું મૂડીરોકાણ કર્યું છે અને આઈટી કંપનીઓ અમેરિકામાં એક લાખ કરતાંય વધારે લોકોને રોજગાર પૂરો પાડે છે, એમ આ દેશમાં ભારતીય રાજદૂત નિરુપમા રાવનું કહેવું છે.
અમેરિકાના ૪૩ રાજ્યોમાં ભારતીય કંપનીઓની હાજરી છે. તેઓ આ દેશમાં સ્થાનિક રાજ્ય સ્તરના અર્થતંત્રમાં નોંધપાત્ર યોગદાન આપી રહી છે. ભારતીય કંપનીઓએ મેન્યુફેક્ચરિંગથી લઈને સર્વિસ, એમ અનેક મહત્વના ક્ષેત્રોમાં મૂડીરોકાણ કર્યું છે, એમ રાવે હાર્વર્ડ્સ કેનેડી સ્કૂલ ઓફ ગવર્મેન્ટ, ઈન્ડિયા-સાઉથ એશિયા ખાતે પોતાના સંબોધનમાં જણાવ્યું.
તેમણે કહ્યું કે આપણા બંને દેશના પરસ્પર લાભમાં હોય તેવી મૂલ્ય આધારિત ભાગીદારી સ્થાપિત કરવામાં ભારતનો આઈટી ઉદ્યોગ સ્ટ્રોંગ પ્લેયર સાબિત થયો છે.
અમારા અંદાજો મુજબ, ભારતની આઈટી કંપનીઓ અમેરિકામાં એક લાખ કરતાંય વધારે લોકોને રોજગાર પૂરા પાડે છે અને ભારતનો આઈટી ઉદ્યોગ પરોક્ષ રીતે ૨,૮૦,૦૦૦ નોકરીઓને સપોર્ટ કરે છે, આમાંની બે લાખ નોકરીઓમાં અમેરિકી નાગરિકો છે.

Be Sociable, Share!
  • Twitter
  • Facebook
  • email
  • StumbleUpon
  • Google Reader
  • LinkedIn
Filed in: Business, Old News Gallery