મુંબઈ- નાણાંકીય વર્ષ ૨૦૧૩ના ત્રીજા ત્રિમાસિકમાં વિપ્રોનો નફો ૬.૫ ટકા વધીને ૧૭૧૬.૪ કરોડ રૂપિયા થઇ ગયો છે.
બીજા ત્રિમાસિકમાં વિપ્રોનો નફો ૧૬૧૦.૬ કરોડ રૂપિયા રહ્યો હતો. ત્રીજા ત્રિમાસિકમાં વિપ્રોની આવક ૩.૫ ટકા વધીને ૧૦૯૮૯.૧ કરોડ રૂપિયા પર પહોંચી ગઇ છે.
વિપ્રોએ ૨ રૂપિયા પ્રતિ શેરના વચગાળાના ડિવિડન્ડની જાહેરાત કરી છે. વિપ્રોએ ત્રિમાસિક આધાર પર ચોથા ત્રિમાસિકમાં આઇટી સર્વિસ ગ્રોથ 0.૫-૩ ટકા રહેવાની ધારણા વ્યક્ત કરી છે.



















