યામાહાએ બે નવી સુપરબાઈક YZF-R1 અને R1M લોન્ચ કરી

Yamahaનવી દિલ્હી- સુપર બાઈક અને રેસિંગના શોખીન લોકો માટે યામાહાએ ભારતમાં પોતાની બે નવી સુપરબાઈક YZF-R1 અને R1Mલોન્ચ કરી હતી. યામાહાની YZF-R1 સફેદ-ભૂરા મેટાલિક રંગમાં મળી રહેશે. કંપનીએ આ મોડેલની કિંમત ૨૯ લાખ ૪૩ હજાર રૂપિયા રાખી છે. જ્યારે R1M બે રંગોમાં ઉપલબ્ધ છે, જેની કિંમત ૨૨ લાખ ૩૪ હજાર રૂપિયા રાખવામાં આવી છે. બંને બાઈક ઓર્ડર દ્વારા મળી રહેશે. આ બંને બાઈકમાં ૯૯૮ સીસી લિક્વિડ કૂલ્ડ એન્જિન, ૪ સ્ટ્રોક, ઈન લાઈમ ફોર સિલિન્ડર, ૪ વાલ્વ એન્જિનની સાથે ૨૦૦ બીએચપીના એન્જિન મૂકવામાં આવ્યું છે. આ સાથે બાઈકમાં ટેક્શન કંટ્રોલ, સ્લાઈડ કંટ્રોલ, લોન્ચ કંટ્રોલ અને ABS જેવા ફીચર્સ પણ સામેલ છે.

Filed in: Breaking News, Business


"Type in Gujarati language (Press Ctrl+g to toggle between Gujarati and English)”