Archive: Bollywood Subscribe to Bollywood

German girls Dubsmashing

ફેમસ બોલીવૂડ ડાયલોગ્સ પર બે જર્મન છોકરીનો ડબસ્મેશ વિડિયો વાયરલ

મુંબઈ – બોલીવૂડ ફિલ્મોના ગીત અને સંવાદો પર બનાવવામાં આવેલી લિપ-સિંક એપ ‘ડબસ્મેશ’ આજકાલ આમ જનતાની સાથોસાથ સેલિબ્રિટી વ્યક્તિઓમાં પણ લોકપ્રિય થઈ ગઈ છે. બધાય માટે આ ફેવરિટ ટાઈમપાસ છે. સોનાક્ષી સિંહા, સલમાન ખાન, રણવીર સિંહ જેવા અનેક બોલીવૂડ સિતારાએ આ એપથી બનાવેલા તેમના...
abram

અબ્રામે પણ પિતા શાહરૂખની જેમ પોઝ આપ્યો

મુંબઈ- રોમાન્સ માટે જાણીતા થયેલા શાહરૂખ ખાન સૌની દિલમાં વસે છે. ખાસ કરીને હાથ ફેલાવતા શાહરૂખ પર ઘણા ફિદા થઈ જતા હોય છે. પરંતુ હાલમાં શાહરૂખે પોસ્ટ કરેલી એક તસવીરે સૌનું ધ્યાન ખેંચ્યું હતું. શાહરૂખ ખાને દીકરા અબ્રામનો એક ફોટો મૂક્યો હતો, જેમાં અબ્રામ પણ હાથ ફેલાવીને ઊભો...
Rani Mukerji

અત્યારે તો માત્ર લગ્નજીવનનો જ આનંદ માણી રહી છું: રાની મુખરજી

મુંબઈ – અભિનેત્રી રાની મુખરજી આ વર્ષના આરંભમાં યશરાજ ફિલ્મ્સના માલિક આદિત્ય ચોપરા સાથે લગ્નગ્રંથિથી જોડાઈ હતી. રાનીનું કહેવું છે કે તે હાલ તેના લગ્નજીવનનો આનંદ માણી રહી છે અને કોઈ ફિલ્મનું શૂટિંગ કરતી નથી. ‘મર્દાની’ ફિલ્મમાં બહાદુર પોલીસ ઓફિસરના રોલમાં જોવા મળેલી...
tamasha

‘તમાશા’માં રણબીર-દીપિકા ફરી એક વાર સાથે જોવા મળશે!

મુંબઈ- ઈમ્તિયાઝ અલીની આગામી ફિલ્મ ‘તમાશા’ના સેટ પરની કેટલીક તસવીરો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. ફિલ્મનું સૌથી મોટું આકર્ષણ એ છે કે દર્શકોની પ્રિય જોડી રણબીર-દીપિકા ફરી એક વાર ફિલ્મમાં સાથે જોવા મળશે. રણબીર કપૂર અને દીપિકા પાદુકોણ કોર્સિકામાં એકસાથે જોવા મળ્યા...
Anush

અનુષ્કાએ કલામને શ્રદ્ધાંજલિ આપી, પણ નામમાં ગોટાળા માર્યા!

મુંબઈ- બોલિવુડ સેલિબ્રિટીની ટ્વીટર પર થતી કોન્ટ્રોવર્સીમાં હવે અનુષ્કા શર્મા પણ જોડાઈ ગઈ છે. એક બાજુ, સમગ્ર દેશ ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામના નિધનને લઈને શોકમાં ડૂબ્યું હતું, ત્યાં બીજી બાજુ સોશિયલ મીડિયા પર એમને કરોડો લોકો દ્વારા શ્રદ્ધાંજલિની અપાઈ રહી...
Amitabh Bachchan

દોહિત્રી નવ્યા નવેલીની મ્યૂઝિક ટેલેન્ટથી અમિતાભ દંગ રહી ગયા

મુંબઈ – દોહિત્રી નવ્યા નવેલીનાં સંગીત કૌશલ્યએ મેગાસ્ટાર અમિતાભ બચ્ચનને સાનંદાશ્ચર્ય આપ્યું છે. નવ્યા નવેલીએ પિયાનો પર કેટલીક ધૂન સંભળાવતા નાના અમિતાભ ખુશ થઈ ગયા હતા. ૭૨ વર્ષીય અમિતાભ અને અભિનેત્રી પત્ની જયાને પુત્રી શ્વેતા અને પુત્ર અભિષેક છે. નવ્યા નવેલી શ્વેતાની...
Ranbir Kapoor

રણબીર કપૂરે મુંબઈ ટ્રાફિક પોલીસને ૨૦૦૦ રેઈનકોટ આપ્યા

મુંબઈ – આ મહાનગર, જ્યાં દર વર્ષે સરેરાશ ૧૦૦ ઈંચ વરસાદ પડતો હોય છે, ત્યાં ચોમાસા દરમિયાન ટ્રાફિક પોલીસોની કામગીરી વધારે કઠિન બની જતી હોય છે. વરસતા વરસાદને પોતાના શરીર પર લઈને વાહનવ્યવહારનું સંચાલન કરનાર અને રાહદારીઓને પાણી ભરાયેલા સ્થળોએ સાવચેત રાખતા ટ્રાફિક પોલીસો...
Irfan Khan

‘ઝલક’માં ક્રિકેટર ઈરફાન પઠાણની એન્ટ્રી, કહ્યું, કમાણી ક્રિકેટ સંસ્થામાં આપીશ

મુંબઈ- ક્રિકેટર ઈરફાન પઠાણ સેલિબ્રિટી ડાન્સ શો ‘ઝલક દિખલા જા રિલોડેડ’માં વાઈલ્ડ કાર્ડ દ્વારા પ્રવેશ કરનાર પહેલા પ્રતિયોગી બનશે. ઈરફાનનું કહેવું છે કે આ ડાન્સ શોથી એ જેટલા પણ રૂપિયા કમાશે એનો ઉપયોગ પોતાની ક્રિકેટ એકેડમી પાછળ કરશે. ઈરફાન અને એના ક્રિકેટર ભાઈ યુસુફ પઠાણની...
Saif Ali Khan-Katrina Kaif starrer 'Phantom'

સૈફ-કેટરીનાની ‘ફેન્ટમ’માં ૨૬/૧૧ હુમલાઓના સૂત્રધારો વિલન બન્યા છે

મુંબઈ – સાજીદ નડિયાદવાલા નિર્મિત આગામી એક્શન થ્રિલર ‘ફેન્ટમ’ વૈશ્વિક સ્તરના ત્રાસવાદના વિષય પર આધારિત છે. આ ફિલ્મ એસ. હુસૈન ઝૈદીએ તાજેતરમાં લખેલી નવલકથા ‘મુંબઈ એવેન્જર્સ’ પરથી બનાવવામાં આવી રહી છે. ફિલ્મનું શૂટિંગ લેબેનોન, સિરીયા, બ્રિટન, કેનેડા અને ભારતમાં...
legendary singer Mukesh

મહાન ગાયક મુકેશને ૯૨મી જન્મતિથિએ નીલ, લતાજીએ યાદ કર્યા

મુંબઈ – દંતકથાસમા ગાયક મુકેશની આજે ૯૨મી જન્મતિથિએ એમના પૌત્ર નીલ નીતિન મુકેશ અને સ્વરસામ્રાજ્ઞી લતા મંગેશકરે યાદ કર્યા છે અને તેમને ભાવપૂર્ણ શબ્દાંજલિ આપી છે. નીલે ટ્વીટ કર્યું છે કે મુકેશજીના પૌત્ર તરીકે જન્મ લેવા મળ્યું એને પોતે સદ્દભાગ્ય સમજે છે અને પોતાને મળેલી...