Archive: Breaking News Subscribe to Breaking News

suspected youth

કેરળમાં મહિલાને ટ્રેનમાં સળગાવી દેનારનો સ્કેચ બહાર પાડ્યો

કાન્નૂર – રેલવે પોલીસે કાન્નૂર-એર્નાકૂલમ એક્ઝિક્યૂટિવ એક્સપ્રેસના એક ખાલી ડબ્બામાં ગઈ કાલે સવારે એક સ્ત્રીને જીવતી સળગાવી દેનાર શકમંદ યુવકનો સ્કેચ રિલીઝ કર્યો છે. સાક્ષીઓએ કરેલા વર્ણન અને પૂરી પાડેલી વિગતનું મૂલ્યાંકન કર્યા બાદ પોલીસનું માનવું છે કે શકમંદ યુવક...
Modi 44466

PM મોદી જમ્મુ-કશ્મીરના પૂરગ્રસ્તો સાથે દિવાળી વિતાવશે

નવી દિલ્હી – વડા પ્રધાન નરેન્દ્ર મોદી તેમની દિવાળી કાશ્મીરમાં વિતાવવાના છે. આજે તેમણે જાહેરાત કરતા કહ્યું છે કે તેઓ આ દિવાળીએ જમ્મુ કાશ્મીર જઈ રહ્યા છે અને ત્યાં પૂર અસરગ્રસ્તો સાથે સમય વિતાવશે. ટ્વીટર પર તેમણે આ જાહેરાત કરી હતી. “૨૩ ઓક્ટોબર, દિવાળીએ શ્રીનગરમાં હોઈશ,...
'International Yoga Day'

‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ માટે યુએનમાં ભારતે પ્રયાસો શરૂ કર્યા

ન્યૂ યોર્ક – દર વર્ષે ૨૧ જૂનને ‘ઈન્ટરનેશનલ યોગા ડે’ જાહેર કરાવવા માટે ભારતે યુનાઈટેડ નેશન્સમાં પ્રયાસોનો આરંભ કરી દીધો છે. ઉલ્લેખનીય છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગયા મહિને યુએન મહાસમિતિની બેઠકમાં પોતાના સંબોધનમાં કહેલું કે યુએન ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’...
Oscar Pistorius

‘બ્લેડ રનર’ પિસ્ટોરિયસને પાંચ વર્ષની જેલ

પ્રિટોરીયા – ગર્લફ્રેન્ડ રીવા સ્ટીનકેમ્પના મૃત્યુ બદલ ઈરાદાહીન હત્યાના કેસમાં ઓલિમ્પિક અને પેરાલિમ્પિક (વિકલાંગોના રમતોત્સવ)ના રનર ઓસ્કર પિસ્ટોરીયસને પાંચ વર્ષની જેલની સજા કરવામાં આવી છે. પિસ્ટોરિયસ પર આરોપ છે કે ગયા વર્ષે વેલેન્ટાઈન્સ ડેના દિવસે પોતાના ઘરમાં...
collage_650_102114085605

મનોહર લાલ ખટ્ટર બનશે હરિયાણાના મુખ્ય પ્રધાન

ચંદીગઢ – ભારતીય જનતા પાર્ટીએ હરિયાણામાં મુખ્ય પ્રધાન પદ માટે પસંદગીનો કળશ વડા પ્રધાનની નજીક ગણાતા મનોહર લાલ ખટ્ટર પર ઢોળ્યો. કરનાલથી જીતીને આવેલા મોહન લાલ ખટ્ટર માટે આ પ્રથમ પ્રધાન પદ છે. વેંકૈયા નાયડુ અને દિનેશ શર્માની અધ્યક્ષતામાં મળેલી ધારાસભ્યોની બેઠકમાં તેમના...
MS Dhoni, Virat Kohli

શ્રીલંકા સામે વન-ડે સિરીઝઃ ધોનીને આરામ અપાયો; કોહલી કેપ્ટન

મુંબઈ – શ્રીલંકા સામે ઘરઆંગણે પાંચ વન-ડે ઈન્ટરનેશનલ મેચોની સિરીઝની નવેંબરના પહેલા અઠવાડિયામાં રમાનાર પહેલી ત્રણ મેચ માટે ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડે કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને આરામ આપ્યો છે અને વિરાટ કોહલીને કેપ્ટન જાહેર કર્યો છે. વિકેટકીપર તરીકે વૃદ્ધિમાન...
flipkartbb4

ફ્લિપકાર્ટને રાહત: ‘બિગ બિલિયન ડે’ના છબરડાં માટે કોઈ તપાસ નહીં

બેંગુલુરુ – કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ પ્રધાન નિર્મલા સિતારમને મંગળવારે ઇ-કોમર્સ વેબસાઇટ સામે પગલાં લેવાની શક્યતાને નકારી દીધી છે. મહત્વનું છે કે ફ્લિકાર્પે બિગ બિલિયન સેલ નામે ખોટી રીતે વસ્તુઓનું વેચાણ કર્યું હોઈ તેની સામે અસંખ્ય ફરિયાદો થઈ હતી. પત્રકારો સાથે...

સરદાર પટેલની શાળાને સ્મારકમાં પરિવર્તિત કરાશે

આણંદ – દેશના પ્રથમ નાયબ વડા પ્રધાન અને ગૃહ પ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલે જ્યાં તેમનું પ્રાથમિક શિક્ષણ મેળવ્યું હતું તે પ્રાથમિક શાળાને ‘લોખંડી પુરુષ’ તરીકેની નામના પ્રાપ્ત કરનાર આ મહાપુરુષને સમર્પિત સ્મારકમમાં પરિવર્તિત કરી દેવામાં આવનાર છે. અનેક વર્ષ સુધી આ શાળાની...
EnaI

આંધ્રની ફટાકડા ફેક્ટરીમાં ભયાનક આગ: ૧૩ ભડથું થયા

હૈદરાબાદ – અંધ્ર પ્રદેશના ગોદાવરી જિલ્લામાં ફટાકડાની ફેક્ટરીમાં ભયાનગ આગ લાગ્યાના સમાચાર છે. ફેક્ટરીમાં કામ કરતા ૧૩ કરિગરો આગમાં બળીને ભડથું થયા છે. અન્ય કેટલાક ગંભીર રીતે દાઝી ગયાના સમાચાર છે. ગોદાવરી જિલ્લાના કાકિનાડામાં આ ફેક્ટરી આવેલી છે. આગ પર કાબૂ મેળવવા ફાયર...
wps_43_A_teacher_uses_a_thermome

WHO એ નાઇજીરિયાને ‘ઈબોલા મુક્ત’ દેશ જાહેર કર્યો

ન્યૂ યોર્ક – વિશ્વ આરોગ્ય સંસ્થાએ છેલ્લા ૪૨ દિવસોમાં ઈબોલાનો એક પણ નવો કેસ ન દેખાતા નાઇજીરિયાને આજે ઈબોલા મુક્ત દેશ જાહેર કરી દીધો છે. WHOના પ્રતિનિધિ રુઈ ગામા વાઝે અબુજા ખાતે એક પ્રેસ કોન્ફરેન્સમાં આ જાહેરાત કરી હતી. તેમણે કહ્યું નાઇજીરિયા હવે ઈબોલા મુક્ત છે, અહીંના...