Chitralekha » Breaking News

છત્તીસગઢમાં કોંગ્રેસી કાફલા પર નક્સલીઓનો હુમલો: ૧૨નાં મોત
રાયપુર/જગદલપુર – છત્તીસગઢના સુકમા જિલ્લાથી પાછી ફરતી કોંગ્રેસ પાર્ટીની પરિવર્તન યાત્રા પર આજે શનિવારે સુકમા અને જગદલપુર વચ્ચેના એક સ્થળે શસ્ત્રોથી ભરપૂર રીતે સજ્જ થયેલા ૧૫૦૦ જેટલા નક્સલવાદીઓએ કરેલા ભયંકર હુમલામાં કોંગ્રેસના વરિષ્ઠ સ્થાનિક નેતાઓ મહેન્દ્ર કર્મા, ઉદય મુદલિયાર, ગોપી માધવાની તથા કાર્યકર્તાઓ સહિત ૧૨ જણનાં મરણ થયા છે.

નક્સલવાદીઓએ કોંગ્રેસના કાફલા પર અનેક બોમ્બ વડે હુમલો કર્યો હતો અને ગોળીબાર પણ કર્યો હતો.

કોંગ્રેસના સિનિયર નેતા વિદ્યા ચરણ શુક્લ અને વિધાનસભ્ય ક્વાસી લખ્માની પીઠ પર ગોળી વાગી છે. શુક્લની હાલત ગંભીર છે. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ નંદકુમાર પટેલ અને એમના પુત્રનું નક્સલવાદીઓ અપહરણ કરી ગયા છે.

કોંગ્રેસના કાફલા પર લગભગ ૧૫૦૦ જેટલા માઓવાદી નક્સલવાદીઓ ત્રાટક્યા હતા. કોંગ્રેસી કાફલામાં ૧૬-૨૦ મોટરકારો તથા અન્ય વાહનો જોડાયા હતા.

ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અજિત જોગી સહીસલામત રાયપુર પહોંચી ગયા છે. તેમણે છત્તીસગઢમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાની માગણી કરી છે.

મહેન્દ્ર કર્મા નક્સલવાદીઓ વિરુદ્ધની ઝુંબેશ સલવા જુદુમના સ્થાપક હતા.

આ ઘટના બાદ રાજ્યની શાસક ભારતીય જનતા પાર્ટીએ પોતાની વિકાસ યાત્રાને અટકાવી દીધી છે. કોંગ્રેસે પણ તેની પરિવર્તન યાત્રા રદ કરી દીધી છે.

નક્સલવાદીઓએ બંને પાર્ટીની યાત્રાનો વિરોધ કર્યો હતો.

કોંગ્રેસી કાફલા પર હુમલા બાદ છત્તીસગઢમાં રમન સિંહની ભાજપ સરકારે પ્રધાનમંડળની તાકીદની બેઠક બોલાવી છે.

કેન્દ્રીય ગૃહ મંત્રાલયે આ નક્સલી હુમલા અંગે છત્તીસગઢ સરકાર પાસે તત્કાળ રિપોર્ટ માગ્યો છે અને ઘટનાસ્થળ પર સીઆરપીએફના જવાનોને રવાના કરી દીધા છે.

આ હુમલા અંગે નક્સલવાદીઓએ અગાઉથી જ ધમકી આપી હતી, તે છતાં કોંગ્રેસે તેની યાત્રા ચાલુ રાખી હતી.

પ્રતિબંધિત સીપીઆઈ (માઓઈસ્ટ) સંગઠને ગઈ ૧૭ મેએ તેના આઠ સભ્યોને મારી નાખવામાં આવ્યા તેના વિરોધમાં રવિવાર, ૨૬મેએ છત્તીસગઢ બંધનું એલાન કર્યું છે.

અહેવાલો અનુસાર, નક્સલવાદીઓએ બપોરે હુમલો કર્યો હતો અને લગભગ બે કલાક સુધી ફાયરિંગ કર્યું હતું.

પહેલાં ૨૦૦ જેટલા નક્સલવાદીઓએ ગીદમ ઘાટ વિસ્તારમાં સુરંગ વિસ્ફોટ કર્યો હતો. ત્યારબાદ દશ્મા ઘાટ નજીક કોંગ્રેસીઓ પર ગોળીબાર કર્યો હતો.

<object width="262" height="159" classid="clsid:d27cdb6e-ae6d-11cf-96b8-444553540000" codebase="http://download.macromedia.com/pub/shockwave/cabs/flash/swflash.cab#version=6,0,40,0"><param name="FlashVars" value="playerMode=embedded" /><param name="src" value="http://www.youtube.com/v/G2mXss_n1do" /><param name="flashvars" value="playerMode=embedded" /><embed width="262" height="159" type="application/x-shockwave-flash" src="http://www.youtube.com/v/G2mXss_n1do" FlashVars="playerMode=embedded" flashvars="playerMode=embedded" /></object>

નક્સલી હુમલાથી ખૂબ આઘાત લાગ્યો છેઃ સોનિયા ગાંધી
નવી દિલ્હી – કોંગ્રેસપ્રમુખ સોનિયા ગાંધીએ છત્તીસગઢમાં તેમની પાર્ટીની પરિવર્તન યાત્રા દરમિયાન નક્સલવાદીઓએ કરેલા ગંભીર હુમલાને વખોડી કાઢ્યો છે અને તેને દુખદ ગણાવ્યો છે.

સોનિયાએ આ ઘટના અંગે પ્રત્યાઘાત આપતાં કહ્યું કે, નિર્દોષ લોકો તથા જાહેર જીવન સાથે સંકળાયેલા લોકો પરનો હુમલો દુખદ અને ચિંતાજનક છે. આ લોકશાહી પરનો હુમલો છે. દેશના તમામ રાજકીય પક્ષોએ તથા સમગ્ર સમાજે આ હુમલાને વખોડી કાઢવો જોઈએ.

દરમિયાન, વડા પ્રધાન મનમોહન સિંહે માઓવાદીઓના હુમલા બાદ આજે રાત્રે છત્તીસગઢના મુખ્ય પ્રધાન રમનસિંહ સાથે ટેલિફોન પર વાતચીત કરી હતી અને રાજ્યમાં નક્સલી હુમલાને પગલે ઊભી થયેલી પરિસ્થિતિનો સામનો કરવા માટે વધારે કેન્દ્રીય દળોની જરૂર છે કે કેમ તે પૂછ્યું હતું.

મેચ ફિક્સિંગ, સટ્ટાખોરી વિરુદ્ધ નવો કાયદો ઘડાશેઃ સિબ્બલ
નવી દિલ્હી – આઈપીએલ ક્રિકેટ સ્પર્ધામાં સ્પોટ-ફિક્સિંગ કૌભાંડે દેશભરના રમતપ્રેમીઓને સ્તબ્ધ કરી દીધા છે ત્યારે એમનો વિશ્વાસ પાછો મેળવવા માટે કેન્દ્ર સરકાર નવો કાયદો ઘડવાની છે એવી જાણકારી કાયદા પ્રધાન કપિલ સિબ્બલે આપી છે.

પત્રકાર પરિષદમાં સિબ્બલે કહ્યું કે, હાલ સ્પોટ-ફિક્સિંગ જેવા દૂષણોને ડામવા માટે દેશમાં કોઈ કાયદો નથી. આ મામલે એટર્ની જનરલનો અભિપ્રાય લેવામાં આવ્યો છે. તેમણે નવો રાષ્ટ્રીય કાયદો ઘડવાની સલાહ આપી છે.

સિબ્બલે કહ્યું કે નવા કાયદાના દાયરામાં બૂકીઓ, ખેલાડીઓ અને કોર્પોરેટ કંપનીઓને પણ આવરી લેવામાં આવશે. નવો કાયદો માત્ર ક્રિકેટ પૂરતો જ સીમિત નહીં હોય, પણ તમામ રમતોને તે લાગુ પડશે.

ખેલાડીઓ અને બુકીઓ પર નિયંત્રણ રાખવામાં આવશે. મેચ-ફિક્સિંગને ગંભીર અપરાધ ગણવામાં આવશે. આમાં માત્ર આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓ જ નહીં, પણ રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધાઓને પણ આવરી લેવામાં આવશે.

પ્રસ્તાવિત કાયદામાં ફિક્સિંગના કૃત્યમાં પકડાનાર ખેલાડીઓને સાતથી લઈને ૨૦ વર્ષ સુધીની જેલની સજાની જોગવાઈ કરાઈ છે.

મયપ્પનને કોર્ટે ૨૯ મે સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી દીધા
મુંબઈ – આઈપીએલ સ્પોટ-ફિક્સિંગ કૌભાંડના સંબંધમાં ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમના સીઈઓ ગુરુનાથ મયપ્પનને ૨૯ મે સુધી કસ્ટડીમાં રાખવાની એક સ્થાનિક કોર્ટે મુંબઈ પોલીસને પરવાનગી આપી છે. મયપ્પન શુક્રવારે સાંજે મુંબઈ પોલીસ સમક્ષ હાજર થયા તે પછી રાત્રે એમની ધરપકડ કરાઈ હતી અને આજે એમને કોર્ટમાં હાજર કરાય હતા.

બીજા સવાલો એ થઈ રહ્યા છે કે માલિક પકડાયા હોવા છતાં ચેન્નાઈ ટીમ રવિવારે આઈપીએલની ફાઈનલમાં રમવા પાત્ર છે કે નહીં. રવિવારે કોલકાતામાં રમાનારી ફાઈનલમાં તેનો મુકાબલો મુંબઈ ઈન્ડિયન્સ સામે થવાનો છે.

મુંબઈ પોલીસના સમન્સને પગલે મયપ્પન શુક્રવારે સાંજે અહીં આવી પહોંચ્યા હતા અને સ્પોટ-ફિક્સિંગ કૌભાંડમાં પોલીસે હાથ ધરેલી તપાસમાં જોડાયા હતા.

મયપ્પન ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડના પ્રમુખ એન. શ્રીનિવાસનના જમાઈ છે. સૂત્રોના જણાવ્યા મુજબ આ કૌભાંડમાં પકડાયેલા અભિનેતા વિન્દુ દારા સિંહે પૂછપરછ દરમિયાન પોલીસને કહ્યું હતું કે ગુરુનાથ મયપ્પને રૂ. ૧૦ લાખનો સટ્ટો લગાવ્યો હતો જે મેચ દીઠ રૂ. ૧ કરોડ સુધી ઉંચે ગયો હતો. મયપ્પને આ મોસમમાં પણ ચેન્નઈ ટીમની મેચો ઉપર સટ્ટો કર્યો હતો. મયપ્પન આજે મુંબઈ આવી પહોંચ્યા બાદ પોલીસ એમને પૂછપરછ માટે પહેલા દક્ષિણ મુંબઈસ્થિત પોલીસ મુખ્યાલયે લઈ ગઈ હતી અને ત્યાંથી એમને ક્રાઈમ બ્રાન્ચની ઓફિસે લઈ ગઈ હતી.

પોલીસ વિન્દુ સિંહ અને મયપ્પનને ભેગા કરશે અને બંને પાસેથી સાચી વાત જાણશે.

આઈપીએલની આચારસંહિતા અનુસાર, જો કોઈ આઈપીએલ ફ્રેન્ચાઈઝ, ફ્રેન્ચાઈઝ ગ્રુપ કંપની કે એના કોઈ માલિક કોઈ એવી હરકત/પ્રવૃત્તિ કરે જે આ ક્રિકેટ લીગ, બીસીસીઆઈ-આઈપીએલ, બીસીસીઆઈ, કે ક્રિકેટની રમતની પ્રતિષ્ઠા કે નિયમોની વિરુદ્ધની હોય તો ટીમને તત્કાળ રદ કરી દેવી.

મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના હિમાંશુ રૉયે શુક્રવારે રાત્રે કહ્યું કે અમે મયપ્પનની વિગતવાર પૂછપરછ કરી છે અને હવે કાયદા અનુસાર અમે એમને કોર્ટમાં હાજર કરીશું.

મયપ્પનને પોતાની સમક્ષ શુક્રવારે સાંજે પાંચ વાગ્યા સુધીમાં હાજર થવાનું મુંબઈ પોલીસે કહી દીધું હતું.

દરમિયાન, શ્રીનિવાસને બીસીસીઆઈના પ્રમુખપદેથી રાજીનામું આપવાનો ઈનકાર કર્યો છે.

<object type="application/x-shockwave-flash" data="http://www.youtube.com/v/6A9VwWvnqrA" width="262" height="159"><param name="movie" value="http://www.youtube.com/v/6A9VwWvnqrA" /><param name="FlashVars" value="playerMode=embedded" /></object>

આઈપીએલ ફિક્સિંગમાં ક્રિસ ગેલ પણ સંડોવાયો હોવાનો દાવો
બેંગલોર – આઈપીએલ સ્પોટ ફિક્સિંગ કૌભાંડમાં હવે રોયલ ચેલેન્જર્સ બેંગલોરના બેટ્સમેન ક્રિસ ગેલનું નામ પણ ચમક્યું છે.

એક ટીવી ચેનલના અહેવાલો અનુસાર, ગેલે આઈપીએલમાં સ્પોટ-ફિક્સિંગમાં સંડોવાયેલા બુકીઓ પાસેથી લાખો રૂપિયાની ગિફ્ટ મેળવી હતી.

અહેવાલોમાં જણાવાયું છે કે ગેલે એક જ્વેલર્સ કંપનીના માલિકો પવન અને સંજય પાસેથી રૂ. ૪.૫ લાખની કિંમતની સોનાની જ્વેલરી મેળવી હતી. ગેલ જયપુરમાં આવેલા તે જ્વેલર્સના શોરૂમમાં એસ. શ્રીસંત સાથે જોવા મળ્યો હતો. બંને જણે જ્વેલરી ખરીદી હતી અને તેના બિલ જિજુ જનાર્ધન ઉર્ફે બિજુએ ચૂકવ્યા હતા. જિજુની દિલ્હી પોલીસે આ કૌભાંડમાં ધરપકડ કરી છે. પવન અને સંજય ફરાર છે.

ક્રિસ ગેલ વર્તમાન આઈપીએલ ટુર્નામેન્ટમાં સૌથી વધારે રન કરનાર બેટ્સમેનોની યાદીમાં માઈકલ હસી બાદ બીજા નંબર પર છે.

શ્રીનિવાસન રાજીનામું ન આપવા મક્કમ; BCCI કદાચ એમને ઈમ્પીચ કરશે
મુંબઈ – આઈપીએલ સ્પોટ-ફિક્સિંગ કૌભાંડમાં કથિત સંડોવણી બદલ પોતાના જમાઈ અને ચેન્નઈ સુપરકિંગ્સ ટીમના માલિક ગુરુનાથ મયપ્પનની મુંબઈ પોલીસે ધરપકડ કરી છે તેથી એન. શ્રીનિવાસન પર દબાણ વધી રહ્યું છે કે તે ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડના પ્રમુખપદેથી રાજીનામું આપી દે, પણ શ્રીનિવાસન રાજીનામું ન આપવા મક્કમ છે.

મુંબઈ પોલીસે કસ્ટડીમાં લીધેલા જમાઈ મયપ્પનને મળવા અહીં આવેલા શ્રીનિવાસને પત્રકારોને કહ્યું છે કે મેં કંઈ ખોટું કર્યું નથી. રાજીનામું આપવાનો મારો કોઈ ઈરાદો નથી. બીસીસીઆઈ કાયદાનું પાલન કરશે. મારી પર એમ કંઈ બુલડોઝર ફેરવી ન શકાય.

જો મારા જમાઈની ધરપકડ કરાઈ હોય તો કાયદો એનું કામ કરશે. તે પોતાનો બચાવ કરશે, એમ પણ તેમણે કહ્યું.

બીજી બાજુ, સૂત્રો તરફથી જાણવા મળ્યું છે કે, આજે સાંજે કોલકાતામાં મળનારી બીસીસીઆઈની કારોબારી સમિતિ શ્રીનિવાસનને ઈમ્પીચ કરે એવી શક્યતા છે. સમિતિના સભ્યો શ્રીનિવાસન વિરુદ્ધ તહોમતનામું મૂકીને એમને ઈમ્પીચ કરે એવી ધારણા છે.

બીસીસીઆઈના ટોચના અધિકારીઓ શરદ પવાર અને જગમોહન દાલમિયા સાથે મંત્રણા કરી રહ્યા છે.

રાજસ્થાનને હરાવી મુંબઈનો IPL-6ની ફાઈનલમાં પ્રવેશ
કોલકાતા – રોમાંચક નિવડેલી અને અંતિમ ઓવરમાં પ્રવેશી ગયેલી ક્વૉલિફાયર-2 મેચમાં રાજસ્થાન રોયલ્સને અંતે ૪ વિકેટથી હરાવીને મુંબઈ ઈન્ડિયન્સે આઈપીએલ-6ની ફાઈનલમાં પ્રવેશ કરી લીધો છે જ્યાં ૨૬મીના રવિવારે આ જ ઈડન ગાર્ડન્સ મેદાન પર તેનો મુકાબલો ચેન્નઈ સુપર કિંગ્સ સામે થશે, જેણે આ ટ્રોફી અગાઉ બે વાર જીતી છે.

મુંબઈની જીતનો મુખ્ય શ્રેય જાય છે તેના ઓલરાઉન્ડર હરભજન સિંહને, જેણે રાજસ્થાનના દાવમાં ત્રણ વિકેટ લીધી હતી અને બે કેચ પકડ્યા હતા અને છેલ્લે, બેટિંગમાં તેને આઉટ કરવા હરીફોએ ઘેરી લીધો હતો ત્યારે હરભજને વોટસનના બોલને બાઉન્ડરી લાઈન પર મોકલી દીધો હતો. એ તેનો વિનિંગ શોટ હતો. મેન ઓફ ધ મેચનો એવોર્ડ પણ તેને જ આપવામાં આવ્યો હતો.

વરસાદના વિઘ્નને કારણે મોડી શરૂ થયેલી મેચમાં રાજસ્થાન રોયલ્સના કેપ્ટન રાહુલ દ્રવિડે ટોસ જીતીને પહેલા બેટિંગ પસંદ કરી હતી અને તેની ટીમે ૨૦ ઓવરમાં ૬ વિકેટે ૧૬૫ રનનો લડાયક સ્કોર કર્યો હતો. તેના જવાબમાં મુંબઈ ઈન્ડિયન્સે ૧૯.૫ ઓવરમાં ૬ વિકેટે ૧૬૯ રન કરીને મેચ જીતી લીધી હતી.

મુંબઈએ ડ્વેન સ્મિથ (૬૨) અને આદિત્ય તરે (૩૫)ની ઓપનિંગ જોડીની ૭૦ રનની ભાગીદારીથી દાવનો સરસ પ્રારંભ કર્યો હતો, પણ બંને ઓપનર અને દિનેશ કાર્તિક (૨૨) આઉટ થતાં રાજસ્થાનની ટીમમાં જોમ આવ્યું હતું. તે પછી કેપ્ટન રોહિત શર્મા બે રન અને કિરોન પોલાર્ડ ૧૧ રન કરીને આઉટ થતાં મેચ રસાકસીભરી બની ગઈ હતી.

મુંબઈની મુસીબતમાં વધારો ત્યારે થયો જ્યારે અંબાતી રાયડુએ ૧૭ રન કરીને ક્રિઝ પરથી વિદાય લીધી.

છેલ્લી ઓવરમાં મુંબઈને જીત માટે ૮ રન કરવાના હતા. રિશી ધવને એક બાઉન્ડરી મારીને મુંબઈ પરનું પ્રેશર ઘટાડી દીધું હતું.

અગાઉ, રાજસ્થાનના દાવમાં ૪૩ રન સાથે તેનો કેપ્ટન દ્રવિડ ટોપ સ્કોરર રહ્યો હતો.

પવારની પાર્ટીએ BCCIના પ્રમુખપદેથી શ્રીનિવાસનનું રાજીનામું માગ્યું
નવી દિલ્હી – કેન્દ્રની યુપીએ સરકારમાં અને મહારાષ્ટ્રમાં લોકતાંત્રિક મોરચાની સરકારમાં કોંગ્રેસના ભાગીદાર, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીએ માગણી કરી છે કે આઈપીએલ સ્પોટ-ફિક્સિંગ કૌભાંડને પગલે એન. શ્રીનિવાસનમાં જરાક પણ પ્રામાણિકતા અને નૈતિકતા હોય તો તેમણે ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)ના પ્રમુખપદેથી રાજીનામું આપી દેવું જોઈએ.

કેન્દ્રીય કૃષિ પ્રધાન શરદ પવારના નેતૃત્વવાળી પાર્ટીના પ્રવક્તાએ કહ્યું છે કે બોર્ડના પ્રમુખપદે ચાલુ રહેવાનો શ્રીનિવાસનનો આગ્રહ વખોડવાને પાત્ર છે. તેમણે તત્કાળ રાજીનામું આપી દેવું જોઈએ એવી અમારી માગણી છે.

દરમિયાન, ઈન્ડિયા સીમેન્ટ્સ કંપનીએ સ્પષ્ટતા કરી છે કે, સ્પોટ-ફિક્સિંગ કૌભાંડના સંદર્ભમાં મુંબઈ પોલીસે જેમને સમન્સ મોકલાવ્યું છે તે ગુરુનાથ મયપ્પન ન તો ચેન્નઈ સુપર કિંગ્સ ટીમના માલિક છે કે ન તો એના સીઈઓ છે. એ માત્ર ચેન્નઈ સુપર કિંગ્સની મેનેજમેન્ટ ટીમના માનદ્દ સભ્ય જ છે.

રશિયામાં ૮.૨ની તીવ્રતાનો દરિયાઈ ભૂકંપ, જાનહાનિ નથી
મોસ્કો – રશિયાના સાખાલીન પ્રાંતમાં આજે ૮.૨ની તીવ્રતાનો ભૂકંપ આવ્યા બાદ સત્તાવાળાઓએ દરિયામાં સુનામી મોજાં ઉછળવાની ચેતવણી આપી હતી, પણ બાદમાં એ પાછી પણ ખેંચી લીધી છે.

સત્તાવાળાઓએ જોખમી વિસ્તારોમાંથી રહેવાસીઓનું સ્થળાંતર શરૂ કરી દીધું છે.

સાખાલીન ઉપરાંત કુરીલ ટાપુઓ પર ૮.૨ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. તેને લીધે દરિયો તોફાની બની ગયો છે.

આ ભૂકંપને લીધે ક્યાંયથી જાનહાનિ થયાનો અહેવાલ નથી.

ભયાનક ભૂકંપ બાદ પાટનગર મોસ્કોમાં રહેવાસીઓને આફ્ટરશોક્સનો અનુભવ થયો હતો. ધરતી અને મકાનો હચમચી ઉઠ્યા બાદ ગભરાટના માર્યા લોકોએ પોલીસમાં ફોન કરવા માંડ્યા હતા. લોકો દોડીને ઘર-મકાન છોડીને રસ્તાઓ પર ઉતરી ગયા હતા.

એવી આગાહી કરાઈ છે કે સાખાલીન પ્રાંતમાં આવતા અઠવાડિયામાં ૭.૦ની તીવ્રતાનો નવો ભૂકંપ આવશે.

હું સોનિયા ગાંધીની જેમ નરમ સ્વભાવનો નથીઃ રાહુલ ગાંધી
નવી દિલ્હી – વિધાનસભાઓની ચૂંટણી આડે હવે અમુક મહિનાઓ જ બાકી રહી ગયા છે ત્યારે કોંગ્રેસના ઉપપ્રમુખ રાહુલ ગાંધીએ દિલ્હીમાં પાર્ટીના નેતાઓને કહ્યું છે કે તેઓ ચૂંટણીમાં પાર્ટીને સતત ચોથી વાર જીત અપાવવા સંગઠિત બનીને કામ કરે.

આમ કહીને રાહુલે કાર્યકર્તાઓને સ્પષ્ટ સંદેશો આપ્યો છે કે તે પાર્ટીમાં ગેરશિસ્ત ચલાવી નહીં લે.

મધ્ય દિલ્હીમાં દિલ્હી પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યાલય ખાતે પાર્ટીના કાર્યકર્તાઓના અલગ અલગ જૂથો સાથેની વાતચીતમાં રાહુલે પાર્ટી તથા કેન્દ્ર સરકાર વચ્ચે વધારે સારા સંકલન માટેની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. નવેંબરમાં નિર્ધારિત ચૂંટણી માટે અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દેવાની તેમણે પાર્ટીના વિધાનસભ્યો, સંસદસભ્યો અને સિનિયર નેતાઓને સૂચના આપી છે.

બેઠકમાં હાજરી આપનાર બે વિધાનસભ્યોએ રાહુલને એવું કહેતા ટાંક્યા હતા કે, કોંગ્રેસનાં પ્રમુખ સોનિયા ગાંધી અસંતુષ્ટો સામે નરમ વલણ ધરાવે છે, પણ હું એવો નથી. હું અશિસ્ત જરાય ચલાવી નહીં લઉં. આપણે સંગઠિત બનીને કામ કરવાનું જ છે.

પાકિસ્તાની અમ્પાયર રઉફ ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી આઉટ
નવી દિલ્હી – પાકિસ્તાનના અમ્પાયર અસાદ રઉફે આઈપીએલ સ્પોટ-ફિક્સિંગ કૌભાંડમાં ભૂમિકા ભજવી હોવાની મુંબઈ પોલીસને શંકા ગઈ છે અને તેના સંદર્ભમાં તે એમની પૂછપરછ કરનાર છે. આ સમાચાર બાદ આઈસીસીએ રઉફને આવતા મહિને ઈંગ્લેન્ડમાં રમાનાર ટ્વેન્ટી-20 ક્રિકેટ સ્પર્ધા ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી હટાવી દીધા છે.

સ્પોટ-ફિક્સિંગ કૌભાંડમાં શ્રીસંત તથા રાજસ્થાન રોયલ્સ ટીમમાં તેના અન્ય બે સાથી બોલરની દિલ્હી પોલીસે ધરપકડ કર્યાના એક અઠવાડિયા બાદ રઉફની સંભવિત સંડોવણી બહાર આવી છે.

ચેમ્પિયન્સ ટ્રોફી ૬-૨૩ જૂન દરમિયાન ઈંગ્લેન્ડમાં રમાવાની છે.

હાલ રમાતી આઈપીએલ-6માં રઉફે ૧૩ મેચોમાં અમ્પાયરિંગ કર્યું હતું. તેમની છેલ્લી મેચ હતી ૧૯ મેએ હૈદરાબાદમાં સનરાઈઝર્સ હૈદરાબાદ અને કોલકાતા નાઈટ રાઈડર્સની.

આઈસીસીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે અસાદ રઉફ સામે મુંબઈ પોલીસે તપાસ આદરી હોવાથી અને આઈપીએલ સ્પોટ-ફિક્સિંગ કૌભાંડમાં શંકાના ઘેરા હેઠળ આવનાર તે પહેલા જ અમ્પાયર હોઈ અમે તેમને ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી પડતા મૂકી દીધા છે.

આઈસીસીના ચીફ એક્ઝિક્યૂટિવ ડેવીડ રિચર્ડસને કહ્યું છે કે અમારો નિર્ણય અસાદના તેમજ ક્રિકેટની રમતના હિતમાં છે.

રઉફ અનેક વિવાદોમાં ઝડપાયા છે. ગયા વર્ષે તે ઓછી જાણીતી એવી લીના કપૂર નામની એક મોડેલના લફરામાં ફસાયા હતા. લીનાએ એવો આરોપ મૂક્યો હતો કે રઉફે લગ્ન કરવાનું વચન આપેલું, પણ ઘણા મહિનાઓ સુધી એનું જાતીય શોષણ કર્યા બાદ તેમણે લગ્ન કરવાની ના પાડી દીધી હતી.

સેન્સેક્સ ૩૮૮ પોઈન્ટ તૂટ્યો, ઈન્વેસ્ટરોએ ગુમાવ્યા ૧.૩ લાખ કરોડ
મુંબઈ – અમેરિકામાં રાહત પેકેજ પાછું લઈ લેવાની આશંકાની ઘેરી અવળી અસર આજે ગુરુવારે સ્થાનિક બજારોમાં જોવા મળી. અમેરિકન ફેડરલ રિઝર્વ બેન્કના પ્રમુખ બેન બર્નાકેના નિવેદન બાદ બજારોમાં હાહાકાર મચી ગયો.

સેન્સેક્સ, જે તાજેતરમાં જ ૨૦,૦૨૭.૫૬ પોઈન્ટની ઉંચાઈએ પહોંચ્યો હતો તે ઈન્ટ્રા-ડે સોદાઓ વખતે ૧૯,૬૩૪.૭૯ પોઈન્ટની સૌથી નીચી સપાટીએ ઉતરી છેવટે ૧૯,૬૭૪ પોઈન્ટનો બંધ દેખાયો હતો.

નેશનલ સ્ટોક એક્સચેન્જનો ૫૦-સ્ક્રિપનો બેન્ચમાર્ક, નિફ્ટીમાં પણ મોટું ગાબડું જોવા મળ્યું છે. તે ૨.૦૯ ટકા અથવા ૧૨૭.૪૫ પોઈન્ટ તૂટીને ૫૯૬૭.૦૫ પોઈન્ટનો બંધ રહ્યો છે.

છેલ્લા ચાર દિવસમાં સેન્સેક્સે ૬૧૧.૭૯ પોઈન્ટ ગુમાવ્યા છે.

રિયાલ્ટી શેરોને સૌથી વધારે નુકસાન થયું. તે ૬ ટકા જેટલા તૂટ્યા.

કેપિટલ ગુડ્સ શેર ૫.૧ ટકો, પાવર ૪ ટકા, બેન્કેક્સ ૩ ટકા, પીએસયૂ અને ઓઈલ એન્ડ ગેસ સેક્ટરના શેર ૨.૬ ટકા જેટલા લુઢકી ગયા.

નિફ્ટી શેરોમાં રિલાયન્સ ઈન્ફ્રાના શેરોએ સૌથી વધારે મોટું, ૧૦ ટકાનું ગાબડું જોયું.

કેન્દ્રીય નાણાં પ્રધાન પી. ચિદમ્બરમે કહ્યું છે કે યુએસ ફેડરલ રિઝર્વના ચેરમેનના નિવેદનનું ખોટું અર્થઘટન કરાયું છે. તે છતાં બજારોમાં નેગેટિવ અસરોને ઘટાડવામાં સફળતા મળી નથી.

આજના ધરખમ ગાબડાને કારણે ઈન્વેસ્ટરોએ રૂ. ૧.૩ લાખ કરોડ જેટલી ખોટ કરી છે.

મયપ્પન ઘેર ન મળ્યાં, મુંબઈ પોલીસ સમન્સ મૂકીને પાછી ફરી
ચેન્નઈ – આઈપીએલની ટીમ ચેન્નઈ સુપરકિંગ્સનાં માલિક અને ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડના પ્રમુખ એન.શ્રીનિવાસનનાં જમાઈ ગુરૂનાથ મયપ્પનની પૂછપરછ કરવા મુંબઈ પોલીસની ચાર સભ્યોની ટીમ આજે ચેન્નઈ પહોંચી હતી, પરંતુ મયપ્પન ઘેર ન મળતાં મુંબઈ પોલીસ તેમના ઘેર સમન્સ આપીને પાછી ફરી છે.

સૂત્રોનું કહેવું છે કે મુંબઈ પોલીસે ગુરુનાથે પૂછપરછ માટે તેની સમક્ષ સોમવાર સુધીમાં હાજર થવું એ માટે સમન્સ સર્વ કરી દીધું છે.

ઉલ્લેખનીય છે કે, મયપ્પન ચેન્નાઈ ટીમનાં સીઈઓ છે અને સટ્ટાખોરીમાં ધરપકડ કરાયેલા અભિનેતા વિન્દૂ દારા સિંહે બાતમી આપી હતી કે તે મયપ્પન માટે પણ સટ્ટો લગાડતો હતો.

મુંબઈ પોલીસે પૂછપરછ માટે મયપ્પનને સમન્સ પાઠવ્યું હતું, પરંતુ મયપ્પને મુંબઈ આવવા માટે સમય માંગ્યો હતો. પરંતુ મુંબઈ પોલીસ તે માટે રાજી નહોતી અને મુંબઈ પોલીસે સ્પષ્ટ કર્યુ હતુ કે તેઓ મયપ્પનની પૂછપરછ કરવા ચેન્નઈ જઈ શકે છે અને તે ચેન્નઈ પહોંચી પહોંચી હતી.

માનવામાં આવી રહ્યું છે કે મયપ્પન સિવાય પોલીસ ભારતીય ટીમનાં કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીની પત્ની સાક્ષીની પણ પૂછપરછ કરી શકે છે.

બ્રિટિશ લશ્કર પર બદલો લેવા સૈનિકની હત્યા કરીઃ હુમલાખોર
લંડન – અહીં વૂલવિચમાં લશ્કરી છાવણીઓની બહાર એક બ્રિટિશ સૈનિકનો શિરચ્છેદ કરનાર બે શસ્ત્રધારી હુમલાખોરોને પોલીસે ગોળી મારીને ઘાયલ કર્યા છે. બનાવ નજરે જોનારાઓના કહેવા મુજબ, એક હુમલાખોર એક જણ કસાઈ વાપરે તે લોહીયાળ કોયતો બતાવીને એવું બોલ્યો હતો કે બ્રિટિશ લશ્કરે વિદેશમાં જે ગુનાઓ કર્યા છે તેનો અમે બદલો લીધો છે.

‘અમે અલ્લાહના સોગંદ ખાઈને કહીએ છીએ કે તમે અમને શાંતિ લેવા નહીં દો ત્યાં સુધી અમે પણ લડવાનું બંધ નહીં કરીએ. એ લોકો અમારી સાથે લડે છે તો અમારે પણ લડવું જ પડે. અમે પણ જડબાતોડ જવાબ આપીશું. હું માફી માગું છું કે મહિલાઓને આજે આ ઘટના જોવી પડી, પરંતુ અમારી ધરતી પર અમારી સ્ત્રીઓને પણ આવું જોવું પડે છે. તમે પણ હવે સલામત રહી નહીં શકો. આ સરકારને હટાવી દો, એ તમારી પરવા કરતી નથી. શું તમને લાગે છે કે રાજકારણીઓ મરશે? ના, એ તો આપણા જેવા સામાન્ય માનવીઓએ જ મરવાનું છે,’ એમ હુમલાખોરે કહ્યું હતું.

શકમંદોને હાલ એક સ્થાનિક હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.

બ્રિટનના વડા પ્રધાન ડેવિડ કેમરને આ હુમલાને આતંકવાદી હુમલા તરીકે ગણાવ્યો છે અને કહ્યું છે કે મેટ્રોપોલિટન પોલીસને જે જોઈએ તે સહાય સરકાર તરફથી મળશે.

કુછ તો લોગ કહેંગે, લોગોં કા કામ હૈ કહેનાઃ સાક્ષી ધોનીનાં પ્રત્યાઘાત
નવી દિલ્હી – આઈપીએલ સ્પોટ-ફિક્સિંગ વિવાદ અંગે ભારતીય ટીમ અને ચેન્નઈ સુપર કિંગ્સ ટીમના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની પત્ની સાક્ષી ધોનીએ પહેલી વાર પ્રતિક્રિયા આપી છે. સાક્ષીએ પોતાનો જવાબ ટ્વિટર પર આપ્યો છે. તેણે કહ્યું છે કે, “કુછ તો લોગ કહેંગે….લોગોં કા કામ હૈ કહેના..”

સ્પોટ-ફિક્સિંગ મામલે જ્યારથી બોલિવુડનો અભિનેતા વિન્દૂ દારા સિંહ સાક્ષી સાથે મેચ જોતાં પકડાયો છે ત્યારથી સાક્ષીનું નામ પણ ક્યાંકને ક્યાંક રીતે ફિક્સિંગના વિવાદમાં જોડાયું છે. વિન્દૂ આઈપીએલની એક મેચ દરમિયાન સાક્ષીની બાજુમાં બેઠેલો જોવા મળ્યો હતો.

સ્પોટ-ફિક્સિંગ કૌભાંડને લઈને ચેન્નાઈ સુપર કિંગ્સનાં માલિક, સીઈઓ અને બીસીસીઆઈના પ્રમુખ એન. શ્રીનિવાસનના જમાઈ ગુરુનાથ મયપ્પન પણ શંકાનાં ઘેરામાં છે. મુંબઈ પોલીસની ટીમ સુપર કિંગ્સનાં સીઈઓ ગુરૂનાથ મયપ્પનની પૂછપરછ કરવા ચેન્નાઈ પહોંચી છે.

૧૦ શક્તિશાળી મહિલાઓમાં સોનિયા, ઈન્દ્રા નૂઈનો સમાવેશ
ન્યૂ યોર્ક- કોંગ્રેસપ્રમુખ સોનિયા ગાંધી અને પેપ્સીકોનાં સીઈઓ ઈન્દ્રા નૂઈને દુનિયાની દસ શક્તિશાળી મહિલાઓમાં સ્થાન અપાયું છે.

૨૦૧૩ માટે ફોર્બ્સ મેગેઝિને વિશ્વની ૧૦૦ શક્તિશાળી મહિલાઓની યાદી જાહેર કરી છે, જેમાં એન્જિલા મર્કેલ, મિશેલ ઓબામા અને ચંદા કોચર સહિત ભૂતપૂર્વ અમેરિકન વિદેશ પ્રધાન હિલેરી ક્લિટનનો પણ સમાવેશ કરાયો છે.

જર્મનીનાં ચાન્સેલર એન્જિલા મર્કેલને ફોર્બ્સે પોતાની યાદીમાં પહેલું સ્થાન આપ્યું છે. મર્કેલ ત્રીજી વાર પહેલા સ્થાને પહોંચ્યા છે અને છેલ્લા દસ વર્ષમાં સાતમી વાર આ યાદીમાં સ્થાન જાળવી રાખવામાં સફળ થયા છે.

બ્રિટિશ સૈનિકની નિર્દયતાપૂર્વક હત્યા; હુમલાખોરોએ એનો શિરચ્છેદ કર્યો
લંડન- બ્રિટનમાં એક શંકાસ્પદ આતંકવાદી હુમલામાં બે લોકોએ બુધવાર, ૨૨મેએ એક બ્રિટિશ સૈનિકનું માથું વાઢી નાખ્યું છે. બ્રિટન પોલીસે બન્ને હુમલાખોરોને ગોળી મારી ઘાયલ કર્યા છે. બ્રિટનનાં ગૃહ પ્રધાન થેરેસાએ આ ઘટના પર ચર્ચા કરવા બેઠક બોલાવી છે.

વ્હાઈટસેલ સુત્રો પાસેથી જાણવા મળ્યું છે કે, હોઈ શકે કે આ આતંકવાદી હુમલો છે, પરંતુ પોલીસે સત્તાવાર રીતે કોઈ ટિપ્પણી નથી કરી.

લંડન એમ્બ્યુલન્સ સેવાએ ઘટનાસ્થળ પર એક વ્યક્તિનાં મરવાની પુષ્ટિ કરી છે અને જણાવ્યું છે કે, બે લોકોને હોસ્પિટલ લઈ જવાયા છે, જેમાંથી એકની હુમલાખોરની હાલત ગંભીર છે.

સ્પોટ-ફિક્સિંગમાં વધુ ટીમો સંડોવાયેલી છેઃ દિલ્હી પોલીસ
નવી દિલ્હી – આઈપીએલ સ્પોટ-ફિક્સિંગ કૌભાંડની જાળ વધુ ફેલાઈ રહી છે અને નવી નવી ચોંકાવનારી વિગતો બહાર આવી રહી છે. દિલ્હીના પોલીસ કમિશનર નીરજ કુમારે એવા અહેવાલોને સમર્થન આપ્યું છે કે આ કૌભાંડમાં રાજસ્થાન રોયલ્સ ઉપરાંત અન્ય કેટલીક ટીમો પણ સંડોવાયેલી છે અને તે વિશે તપાસ ચાલી રહી છે.

નીરજ કુમારનું કહેવું છે કે આ કૌભાંડમાં વધારે ટીમો સંડોવાઈ હોવાની માહિતી પર અમે તપાસ કરી રહ્યા છીએ.

નીરજ કુમારે તેમ છતાં અન્ય ટીમોના નામ આપવાનો ઈનકાર કર્યો છે. તેને લીધે તપાસ પર માઠી અસર પડશે એવું તેમનું કહેવું છે. બીજી ટીમોનો પર્દાફાશ કરવામાં અમે સફળ થઈ પણ ખરા અને ન પણ થઈએ.

વધારે ક્રિકેટરોની ધરપકડની શક્યતા છે? એમ પૂછતાં નીરજ કુમારે કહ્યું કે, અમને માત્ર ત્રણ ક્રિકેટરો વિશેની જ જાણકારી મળી હતી. તેથી અમે તેમની વિરુદ્ધ પુરાવા એકઠા કર્યા. એ ત્રણેય ક્રિકેટરોએ બુકીઓને આપેલા વચનનું પાલન કર્યું તે પછી જ અમે તેમની ધરપકડ કરવાનું નક્કી કર્યું હતું. એ ત્રણેય ક્રિકેટરોનું વિડિયો ફુટેજ અમારી પાસે છે.

તારક મહેતા ગુજરાતના પ્રતિષ્ઠિત ‘ગૌરવ પુરસ્કાર’થી સમ્માનિત
અમદાવાદ – ‘ચિત્રલેખા’માં ચાર દાયકાથી ધૂમ મચાવતી કૉલમ ‘દુનિયાને ઊંધાં ચશ્માં’ના વિખ્યાત સર્જક તથા હાસ્યલેખક તારક મહેતાને આજે અહીં ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા ગુજરાતનો પ્રતિષ્ઠિત ‘સાહિત્ય ગૌરવ પુરસ્કાર’ એનાયત કરવામાં આવ્યો છે. ગુજરાતી ભાષામાં સર્વોત્કૃષ્ટ સાહિત્યપ્રદાન માટે પ્રતિ વર્ષ એક શ્રેષ્ઠ સાહિત્યકારને આ પુરસ્કાર આપવામાં આવે છે.

અહીંના એચ.કે. હોલ ખાતે આજે સાંજે આ એવોર્ડ એનાયત કાર્યક્રમનું આયોજન કરાયું હતું.

વર્ષ-૨૦૧૧ માટેનો ‘ગૌરવ પુરસ્કાર’ અમદાવાદનિવાસી જાણીતા હાસ્યલેખક તારક મહેતાને તથા વર્ષ-૨૦૧૨ માટેનો પુરસ્કાર સુરતસ્થિત પ્રસિદ્ધ પીઢ સાહિત્યકાર ભગવતીકુમાર શર્માને એનાયત કરાયો છે. બન્ને સાહિત્યકારને ગુજરાતના રમતગમત અને સાંસ્કૃતિકમંત્રી રમણલાલ વોરાના હસ્તે ‘ગૌરવ પુરસ્કાર’ એનાયત કરવામાં આવ્યો છે, જેમાં એક લાખ રૂપિયાનો ચેક, ગૌરવ પુરસ્કાર તથા શાલનો સમાવેશ થાય છે.

ગુજરાત સાહિત્ય અકાદમીના મહામાત્ર અને કવિ હર્ષદ ત્રિવેદીએ કહ્યા મુજબ શ્રેષ્ઠ ગુજરાતી સાહિત્યસર્જન માટે વર્ષ ૧૯૮૩થી પ્રત્યેક વર્ષે એક સાહિત્યકારને ‘ગૌરવ પુરસ્કાર’ આપવામાં આવે છે. વર્ષ ૨૦૦૬થી ૨૦૧૦ સુધીમાં અનુક્રમે ચંદ્રકાંત શેઠ, અમૃતલાલ વેગડ, વર્ષા અડાલજા, કુમારપાળ દેસાઈ અને વિનેશ અંતાણીને ‘ગૌરવ પુરસ્કાર’થી સમ્માનિત કરવામાં આવ્યાં હતાં.

બ્રેડ હોજની ફટકાબાજીએ રાજસ્થાનને પહોંચાડ્યું ક્વૉલિફાયર-2માં
નવી દિલ્હી – સનરાઈઝર્સ હૈદરાબાદ તેના ડેરેન સેમીના ઓલરાઉન્ડ દેખાવને લીધે સંગીન સ્થિતિમાં હોવા છતાં રાજસ્થાન રોયલ્સે તેના બેટ્સમેન બ્રેડ હોજની ધુઆંધાર બેટિંગની મદદથી આજે અહીં આઈપીએલ-6ની એલિમિનેટર મેચ ચાર વિકેટથી જીતી લીધી છે. આ જીત સાથે રાજસ્થાન ટીમ ક્વૉલિફાયર-2માં પહોંચી છે જ્યાં તેનો મુકાબલો ૨૪મીએ કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં મુંબઈ ઈન્ડિયન્સ સામે થશે. તે બેઉમાંથી જે ટીમ જીતશે તે ૨૬મીએ કોલકાતામાં જ ચેન્નઈ સુપર કિંગ્સ સામે રમશે જેણે ગઈ કાલે પહેલી ક્વૉલિફાયરમાં મુંબઈને પરાજય આપ્યો હતો.

હૈદરાબાદે ૨૦ ઓવરમાં સાત વિકેટે ૧૩૨ રન કર્યા હતા. તેના જવાબમાં રાજસ્થાને ૧૯.૨ ઓવરમાં ૬ વિકેટે ૧૩૫ રન કરીને મેચ જીતી લીધી. બ્રેડ હોજ ૨૯ બોલમાં ૫૪ રન કરીને નોટઆઉટ રહ્યો છે. તેણે પાંચ સિક્સર અને બે બાઉન્ડરી ફટકારી હતી.

છેલ્લી ઓવરમાં રાજસ્થાનને મેચ જીતવા ૧૦ રનની જરૂર હતી. સેમીએ ફેંકેલી તે ઓવરના પહેલા બે બોલમાં હોજે સિક્સર ફટકારીને મેચનો અંત લાવી દીધો હતો. હોજને જેમ્સ ફોકનરે સરસ ટેકો આપ્યો હતો, જે ૧૧ રન કરીને નોટઆઉટ રહ્યો હતો. આ બંને જણે ૩.૩ ઓવરમાં ૩૩ રનની અતૂટ ભાગીદારી કરી હતી.

હૈદરાબાદના દાવમાં શિખર ધવને ૩૩, કેપ્ટન કેમરન વ્હાઈટે ૩૧, ડેરેન સેમીએ ત્રણ સિક્સર સાથે ૨૯ રન કર્યા હતા.

રાજસ્થાને તેની વિકેટો નિયમિત અંતરે ગુમાવી હતી, પણ બ્રેડ હોજે ધબડકો થતો અટકાવ્યો હતો. કેપ્ટન રાહુલ દ્રવિડે ૧૨, શેન વોટસને ૨૪ રન કર્યા હતા. ડેરેન સેમીએ બાઉન્ડરી લાઈન પર વોટસનનો ઉત્કૃષ્ટ કેચ પકડ્યો હતો અને બોલિંગમાં બે વિકેટ પણ ઝડપી હતી. હૈદરાબાદ જીતશે તો મેન ઓફ ધ મેચનો એવોર્ડ તે જ મેળવશે એવું સૌને લાગ્યું હતું, પણ હોજે તેના આનંદ પર પાણી ફેરવી દીધું.

યુપીએ સરકાર સંપૂર્ણપણે વડા પ્રધાનની પડખે છેઃ સોનિયા ગાંધી
નવી દિલ્હી – કૌભાંડો અને વિવાદોએ ઊભી કરેલી નિરાશાને દૂર કરવાના પ્રયાસમાં યુપીએ સરકારે છેલ્લા ૯ વર્ષો દરમિયાન તેની સરકારના ગુલાબી ચિત્રને રજૂ કર્યું છે. વડા પ્રધાન મનમોહન સિંહે તેમની સરકાર સાથે જનતાનો મોહભંગ થયો છે તેવી માન્યતાને નકારી કાઢી છે અને દેશના અર્થતંત્રને ફરી પાટે ચડાવવા તેમજ આમ આદમીને વિકાસની પ્રક્રિયા સાથે જોડવાની સિદ્ધિનો ઉલ્લેખ કર્યો છે.

વડા પ્રધાને એવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે યુપીએ સરકાર આવતા વર્ષે નિર્ધારિત લોકસભાની ચૂંટણીમાં પણ દેશવાસીઓ તરફથી જનાદેશ હાંસલ કરશે.

યુપીએ સરકારની બીજી મુદતના ચાર વર્ષની સમાપ્તિ નિમિત્તે સરકારે પોતાનાં શાસન દરમિયાન હાંસલ કરેલી સિદ્ધિઓ દર્શાવતી પત્રિકા ‘રિપોર્ટ ટુ ધ પબ્લિક’નું મનમોહન સિંહ અને સોનિયા ગાંધીએ વિમોચન કર્યું હતું.

મનમોહન સિંહે કહ્યું કે આગામી સંસદીય ચૂંટણી પૂર્વેનો આ છેલ્લો રિપોર્ટ છે. આવતા વર્ષે અમે સીધા જ જનતા પાસે જઈશું અને નવેસરથી જનાદેશ માગીશું.

રિપોર્ટમાં જણાવાયું છે કે સરકારે ખેડૂતોની સુખાકારી માટે વિભિન્ન કૃષિ ઉત્પાદનોની એમએસપી વધારી છે, ગ્રામિણ વિસ્તારોમાં ટેલિફોનની સંખ્યા ૨૫ ગણી વધારી છે, ૨૦૧૪ સુધીમાં અઢી લાખ ગામોમાં બ્રોડબેન્ડ પહોંચાડવામાં આવશે, આઈઆઈટીની સંખ્યા ૭થી વધીને ૧૩ થઈ છે, શાળાઓમાં ભણતાં ૧૦ કરોડથી વધારે બાળકોને મધ્યાહ્ન ભોજનની વ્યવસ્થા કરાઈ છે, ૨૦૦૪માં દેશમાં કેન્દ્રીય વિશ્વવિદ્યાલયોની સંખ્યા ૧૭ હતી તે ૨૦૧૩માં વધીને ૪૪ થઈ છે.

દરમિયાન, કેન્દ્રની સરકારનાં અધ્યક્ષા અને કોંગ્રેસપાર્ટીના પ્રમુખ સોનિયા ગાંધીએ કહ્યું છે કે કેન્દ્ર સરકાર મક્કમપણે વડા પ્રધાન મનમોહન સિંહની પડખે જ છે. એકધારા કરાતા વિરોધી પ્રચાર છતાં પણ વડા પ્રધાન મોભાપૂર્વક અડગ રહ્યા છે. ભાજપે અવરોધકારી અભિગમ અપનાવ્યો છે અને તેણે સંસદની કાર્યવાહી ચાલવા દીધી નથી.

સોનિયાએ કહ્યું કે, સંસદની કાર્યવાહી ચાલવા દેવાઈ નથી તેનાથી અમે નારાજ છીએ. વિપક્ષના અવરોધકારી અભિગમને કારણે અમે અમારી ફરજો અદા કરી શક્યા નથી. દુષ્પ્રચારનો ફેલાવો રોકવા અમારે ગણતરીપૂર્વકનો અભિગમ અપનાવવો જ પડશે.

સોનિયાએ એમ પણ કહ્યું કે કેન્દ્ર સરકારને વડા પ્રધાન મનમોહન સિંહ પ્રત્યે ખૂબ જ આદર છે, જે સતત કરાતા રહેતા વિરોધી પ્રચાર સામે અડગ રહીને તેમની જવાબદારીઓ નિભાવતા રહ્યા છે.

રિલાયન્સ જિઓની 4G સેવા આમ આદમીને પરવડે તેવી હશે
મુંબઈ – રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની ટેલિકોમ કંપની, રિલાયન્સ જિઓ ઈન્ફોકોમ વર્તમાન નાણાકીય વર્ષના અંત સુધીમાં મહાનગર શહેરોમાં તેની 4G સેવાઓ શરૂ કરવા ધારે છે. કંપની તેની આ સેવા સામાન્ય ગ્રાહકોને પણ પરવડી શકે તેવી કિંમતે પૂરી પાડવા ધારે છે.

રિલાયન્સ જિઓ ઈન્ફોકોમના બિઝનેસ હેડ (પૂર્વ ભારત) તરૂણ ઝુનઝુનવાલાના કહેવા મુજબ અમે અમારી આ સેવા સૌથી પહેલા કોલકાતામાં શરૂ કરશે. ત્યારબાદ દિલ્હી, મુંબઈ અને જામનગરમાં એક સાથે સેવા શરૂ કરાશે. મહાનગરોમાં આ સેવા અમે ૨૦૧૪ના પહેલા ક્વાર્ટરમાં શરૂ કરીશું.

ઝુનઝુનવાલાએ કહ્યું છે કે અમે આ ટેક્નોલોજી અત્યંત પરવડી શકે એવી કિંમતે સામાન્ય લોકોનાં ઘર સુધી લઈ જવાના છીએ.

તેમણે જો કે આ સર્વિસની કિંમતની વિગતો જણાવી નથી.

કંપની તેની 4G સેવાઓ ગ્રાહકોને પરવડી શકે તેથી તેને સપોર્ટ કરે એવા ડિવાઈસીસ પણ આપશે. આ માટે તે ઉત્પાદકો સાથે મસલત કરી રહી છે.

4G સેવાઓ સ્માર્ટ ફોન, સ્માર્ટ ટેલિવિઝન, ઈન્ટરનેટ ડોંગર્સ અને ટેબ્સ ઉપર ઉપલબ્ધ થાય એવી ધારણા છે.

જેસિકા લાલ કેસઃ ખોટી જુબાની બદલ શાયન મુન્શી સામે મુકદ્દમો
નવી દિલ્હી – દિલ્હી હાઈ કોર્ટે જેસીકા લાલ મર્ડર કેસની કાર્યવાહીના બે સાક્ષી – મોડેલ અને એક્ટર શાયન મુન્શી અને બેલિસ્ટિક એક્સપર્ટ પ્રેમ સાગર મનોચા સામે ખોટી જુબાની આપવા બદલ (પર્જરી) મુકદ્દમો ચલાવવાનો આદેશ આપ્યો છે.

કોર્ટે બાકીના ૧૭ સાક્ષીઓને નિર્દોષ જાહેર કર્યા છે. જેસીકા લાલ મર્ડર કેસના ટ્રાયલ દરમિયાન ૧૯ સાક્ષીઓએ ફેરવી તોળ્યું હતું.

ન્યાયમૂર્તિઓ એસ. રવિન્દ્ર ભટ્ટ અને જી.પી. મિત્તલની બેન્ચે આ કેસના મુકદ્દમા દરમિયાન તમામ સાક્ષીઓ એમની જુબાનીમાંથી કઈ રીતે ફરી ગયા તેવો સવાલ ઉઠાવીને સ્વયં નિર્ણય લઈને પ્રોસિક્યૂશનનો ઉધડો લઈ નાખ્યો છે અને મુ્નશી અને મનોચા સામે મુકદ્દમો ચલાવવાનો નિર્ણય લીધો છે.

૧૯૯૯ના એપ્રિલની એક મધરાતે દિલ્હીના એક બીયર બારમાં હરિયાણાના કોંગ્રેસી નેતા વિનોદ શર્માના પુત્ર મનુ શર્માએ જેસીકા લાલને ગોળી મારીને ઠાર કરી હતી. ટેમરિન્ડ કોર્ટ નામની તે રેસ્ટોરાં સોશ્યલાઈટ બીના રામાણીની હતી. એ રાત્રે રેસ્ટોરાંમાં લેટ નાઈટ પાર્ટી ચાલી હતી. પાર્ટી પૂરી થયા બાદ ડ્રિન્કની માગણી કરનાર શર્માને જેસીકાએ ના પાડી હતી. જેસીકા ત્યારે સેલિબ્રિટી બારમેડ તરીકે ફરજ બજાવતી હતી. તેણે ઈનકાર કરતાં મનુ શર્મા ગિન્નાયો હતો અને તેને ગોળી મારી દીધી હતી.

હાઈ કોર્ટે ટ્રાયલ કોર્ટના ચુકાદાને ફેરવીને ૨૦૦૬ની ૧૮ ડિસેંબરે મનુ શર્માને આજીવન કેદની સજા ફટકારી હતી.

શાયન મુન્શીએ આ કેસમાં એફઆઈઆર નોંધાવી હતી. પોતે કેસમાં ફરિયાદી હોવા છતાં તેણે ટ્રાયલ દરમિયાન એમ કહીને ફરિયાદનો અસ્વીકાર કર્યો હતો કે તેને હિન્દી આવડતું નથી. ત્યારબાદ પ્રોસિક્યૂશને હાઈ કોર્ટને વિનંતી કરી હતી કે જુબાનીમાં ફરી જનાર શાયન મુન્શી સહિતના ૧૯ સાક્ષીઓ સામે મેજિસ્ટ્રેટની કોર્ટમાં કેસ ચલાવવાનો આદેશ આપે.

તેમાંના બે જણ – મુન્શી અને મનોચા સામે પર્જરીનો કેસ ચલાવવાનો હાઈ કોર્ટે આદેશ આપ્યો છે.

બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઈલનું સફળ પરીક્ષણ
પણજી- ભારતે બુધવાર, બાવીસ મેએ નૌકાદળની લેટેસ્ટ માર્ગદર્શિત લડાયક મિસાઈલ આઈએનએસ તરકસ કરતા ૨૯૦ કિલોમીટરની ક્ષમતા ધરાવતી બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઈલનું ગોવાના દરિયાકિનારે સફળ પરિક્ષણ કર્યું છે.

બ્રહ્મોસ એરોસ્પેસનાં પ્રમુખ એ.શિવતાનુ પિલ્લઈએ જણાવ્યું કે, આ મિસાઈલ સવારે ૧૧.૦૦ વાગે રશિયન યુદ્ધ જહાજ પરથી છોડવામાં આવી હતી. ભારત અને રશિયાની વચ્ચે જુલાઈ, ૨૦૦૬માં હસ્તાક્ષર થયા હતા. બે લડાયક મિસાઈલ આઈએએસ ટેગ અને આઈએનએસ ત્રિકંદની સાથે ૮,૦૦૦ કરોડ રૂપિયાનાં ભાગરૂપે આ કરાર કરવામાં આવ્યાં હતા.

આઈએનએસ ટેગ ૨૭ એપ્રિલ ૨૦૧૨માં લોન્ચ થઈ હતી જ્યારે આઈએનએસ ત્રિકંદ ટૂંક સમયમાં જ લોન્ચ થાય તેવી શક્યતા છે. મિસાઈલ છોડી શકનાર જહાજોની ડિઝાઈન એ રીતે કરાઈ છે કે તેને અલગ અલગ સમુદ્રનાં મિશન પર ઉપયોગી થઈ શકે. બ્રહ્મોસ ૩૦૦ કિલોગ્રામ સુધીનાં શસ્ત્રો લઈ જવા સક્ષમ છે.

BCCI, IPLને સરકારના અંકુશમાં મૂકો: જનહિતની અરજી
ચેન્નઈ – મદ્રાસ હાઈ કોર્ટે એક જનહિતની અરજી દાખલ કરી છે જેમાં એવી માગણી કરાઈ છે કે કોર્ટ સરકારને આદેશ આપે કે તે ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ) અને આઈપીએલના વહીવટીતંત્રને પોતાને હસ્તક લે.

આ જનહિતની અરજી મદ્રાસ હાઈ કોર્ટની મદુરાઈ બેન્ચના એક લૉયરે નોંધાવી છે.

અરજદારે એવો આરોપ મૂક્યો છે કે અમુક પ્રવૃત્તિઓ અને આવકની સંપૂર્ણપણે કમર્શિયલ છે અને બીસીસીઆઈના સંચાલનમાં ચેરિટી જેવું કંઈ નથી.

આ અરજીને દાખલ કરીને કોર્ટે કેન્દ્ર સરકાર, આઈપીએલના ચેરમેન રાજીવ શુક્લા અને બીસીસીઆઈના પ્રમુખ એન. શ્રીનિવાસનને નોટિસ મોકલાવી છે. તેમને આ નોટિસનો જવાબ બે અઠવાડિયામાં આપવા જણાવાયું છે.

હેડલી, રાણાની પૂછપરછ કરવાની ભારત પરવાનગી માગશે
વોશિંગ્ટન – ૨૬/૧૧ ટેરર હુમલા કેસના અપરાધી ડેવિડ હેડલી અને તેના સાગરિત તહવ્વુર રાણાની પૂછપરછ કરવા દેવાની ભારત સરકારે અમેરિકન વહીવટીતંત્રની પરવાનગી માગી છે. આ બંને જણ ત્રાસવાદના આરોપસર કસુરવાર જણાયા બાદ શિકાગોની એક કોર્ટે તેમને જેલની સજા કરી છે.

ભારત અને અમેરિકા વચ્ચેની ચર્ચામાં હેડલી અને રાણાનો ઉલ્લેખ કરાયો હતો કે કેમ તે વિશે હજી સુધી સત્તાવાર રીતે કંઈ જાહેર કરાયું નથી. પણ અધિકારીઓનું કહેવું છે કે ગૃહ પ્રધાન સુશીલકુમાર શિંદેએ અહીં અમેરિકી એટર્ની જનરલ એરીક હોલ્ડર સાથેની તેમની બેઠક દરમિયાન આ મુદ્દો ઉઠાવ્યો હતો.

શિંદે અને હોલ્ડર એ વાતે સંમત્ત થયા હતા કે ભારતના ગૃહ મંત્રાલય અને અમેરિકાના કાયદા વિભાગે સાથે મળીને કામ કરવું જેથી બંને દેશોના કાયદાને અંતર્ગત શક્ય એવું શ્રેષ્ઠ પરિણામ લાવી શકાય.

ભારતીય તપાસનીશો મુંબઈ ટેરર હુમલાઓ અંગે હેડલી અને રાણાની પૂછપરછ કરવા માગે છે.

યુપીએ-2નાં ૪ વર્ષ પૂરા, ભાજપે કાર્યકાળને અસફળ ગણાવ્યો
નવી દિલ્હી- યુપીએ-2 સરકારનાં ચાર વર્ષ પૂરા થવાનાં અવસરે સરકારને આર્થિક, રાજકીય, વિદેશી નીતિ અને રાષ્ટ્રીય સુરક્ષા મામલે નિષ્ફળ ઠેરવતા લોકસભાનાં વિપક્ષનાં નેતા સુષમા સ્વરાજે કહ્યું કે, કેન્દ્ર સરકારે કોઈ ખાસ કામ કર્યું નથી. સુષમા સ્વરાજ અને ભાજપનાં નેતા અરૂણ જેટલી દ્વારા પત્રકાર પરિષદ યોજી યુપીએ-2ની કાર્યશૈલીને લઈને શાબ્દિક પ્રહાર કરવામાં આવ્યા હતા.

સુષમા સ્વરાજે કહ્યું કે, “હાલમાં આર્થિક માહોલ ખુબ જ ખરાબ ચાલી રહ્યો છે. એનડીએને જર્જર વારસો મળ્યો છે. દર નવું કૌભાંડ જૂના કૌભાંડ કરતા મોટું હોય છે. મહિલા સુરક્ષા અને વિદેશ નીતિ પર સરકાર અસફળ રહી છે. મનમોહન સિંહ ફક્ત વડા પ્રધાન છે, એક નેતા નથી.”

તો અરૂણ જેટલીએ કહ્યું કે, “સરકારની કોઈ ઉપલબ્ધિ હોય તો તે છે સીબીઆઈનો દૂરપયોગ. સીબીઆઈનાં કારણે માયાવતી અને મુલાયમને સમર્થન મળ્યું, અને સીબીઆઈનાં કારણે જ સરકાર બચતી રહી છે. મનમોહન સિંહ હાસ્યનું પાત્ર બની ગયા છે. તેમના પહેલા પીએમ પદ આટલું નાનું ક્યારેય નહોતું”

આ સિવાય જ્યારે બન્ને નેતાઓને ભાજપનાં વડા પ્રધાન પદનાં ઉમેદવાર અંગે પુછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે ઉમેદવાર કોણ હશે તે સંસદ બોર્ડ જ નક્કી કરશે.

વિન્દુ સાથે સાક્ષી: ધોનીની પત્નીની પુછપરછ સંભવ
નવી દિલ્હી- આઈપીએલમાં સ્પોટ ફિક્સિંગમાં બોલિવુડનાં અભિનેતા વિન્દુ દારા સિંહની ધરપકડ બાદ હવે જાણવા મળ્યું છે કે મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાન્ચ ભારતીય ટીમનાં કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની પત્ની સાક્ષીની ધોનીની પુછપરછ કરી શકે છે. સવાલ એ થઈ રહ્યાં છે કે ૬ એપ્રિલે ચેન્નાઈનાં એમ.એ. ચિદમ્બરમ સ્ટેડિયમમાં આઈપીએલ મેચ દરમિયાન સાક્ષીની સાથે વીવીઆઈપી સ્ટેન્ડમાં વિન્દુ શું કરી રહ્યો હતો.

આ મેચ દરમિયાન જે વિડીયો અને ફોટા સામે આવ્યાં છે તેમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે વિન્દુ સાક્ષીની બાજુમાં જ બેઠો છે. ઉલ્લેખનીય છે કે, સ્પોટ ફિક્સિંગ અંતર્ગત વિન્દુની ગઈકાલે, મંગળવાર, ૨૧મેએ ધરપકડ કરાઈ હતી.

રિયાલીટી ટીવી શૉ ‘બિગ બોસ’નાં વિજેતા વિન્દુને આઈપીએલ મેચ જોતા અને ત્યારબાદ થનારી પાર્ટીઓમાં ભાગ લેતા જોવાયો હતો. ગત ૧૪ મેએ બુકી રમેશ વ્યાસની પહેલી ધરપકડ થઈ હતી અને આ બુકીએ વિન્દુનું નામ લીધુ જે બાદ તેની ધરપકડ કરાઈ હતી.

સ્પોટ ફિક્સિંગમાં વધુ ૪ ક્રિકેટર સામેલ, પોલીસનો ખુલાસો
નવી દિલ્હી- આઈપીએલ-૬માં ફિક્સિંગની ફાંસમાં વધુ ચાર ક્રિકેટરો હોવાનું સામે આવ્યું છે. દિલ્હી પોલીસે પૂછપરછ દરમિયાન શ્રીસંત, અંકિત ચવ્હાણ, અજિત ચાંડિલાએ ચાર ક્રિકેટરો ફિક્સિંગમાં સામેલ હોવાનો ખુલાસો કર્યો છે.

જે ચાર ક્રિકેટરોનું નામ લેવાયું છે તેઓ અલગ-અલગ ટીમનાં છે અને તેમાંથી એક વિદેશી ખેલાડી પણ છે. હાલમાં પોલીસ પાસે આ ચારેય ક્રિકેટર્સ વિરૂદ્ધ એક પર પુરાવા નથી. જેના કારણે પકડાયેલા ખેલાડીઓએ લીધેલા નામનાં ક્રિકેટરોની પૂછપરછ નથી થઈ શકી. પોલીસ તેમની વિરૂદ્ધ પુરાવા એકઠા કરવામાં લાગી છે.

આ તરફ ફિક્સિંગમાં ફસાયેલા અતુલ જાલાએ પોલીસને જણાવ્યું કે તેની દિકરી સાક્ષી જાલા ક્રિકેટર શ્રીસંતને મળી હતી અને સાક્ષી મહેન્દ્ર સિંહ ધોનીની પત્ની સાક્ષી રાવતની પણ મિત્ર છે. પોલીસે સાક્ષી જાલાની પણ પૂછપરછ કરી છે. શ્રીસંતે સાક્ષી જાલાને એક બ્લેકબૈરી Z10નો મોબાઈલ ગિફ્ટ કર્યો હતો.

યુપીએ-2નાં ૪ વર્ષ પૂર્ણ, પહેલા ડિનર, પછી રજૂ થશે રિપોર્ટ કાર્ડ
નવી દિલ્હી- સંયુક્ત પ્રગતિશીલ ગઠબંધન (યુપીએ)-2 સરકાર દ્વારા વિતાવેલા ચાર વર્ષની આજે, બુધવારે ઉજવણી કરાશે. આ પ્રસંગે સરકાર પોતાનાં કામકાજનો રિપોર્ટ બહાર પાડશે. એક રિપોર્ટ તેમનાં નવ વર્ષનાં કામની વાતનાં ઉલ્લેખનો હશે જ્યારે બીજો રિપોર્ટ યુપીએ-2નાં ચાર વર્ષની ઉપલબ્ધીઓનો હશે. વડા પ્રધાન મનમોહન સિંહ અને કોંગ્રેસપ્રમુખ સોનિયા ગાંધી બન્ને એક-એક રિપોર્ટ રજૂ કરશે.

કોંગ્રેસ શાસિત પ્રદેશોનાં મુખ્ય પ્રધાનોને આ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહેવા જણાવાયું છે તો વડા પ્રધાનનું આખુંય પ્રધાન મંડળ આ ઉજવણીમાં સામેલ થશે.

યુપીએ-2 સરકાર માટે ૪ વર્ષ ઘણાં મહત્વનાં રહ્યાં છે. વારંવાર અવરોધોની વચ્ચે સરકાર કેન્દ્રમાં કામ કરતી રહી. ૨૦૧૪માં લોકસભા ચૂંટણી યોજાવાની છે અને સરકાર માટે સૌથી મોટો પડકાર એ છે કે તેઓ જનતાની સામે પોતાનાં મુદ્દાને એવી રીતે રાખે જેથી તેઓ ફરીથી પોતાની સરકાર બનાવી શકે.

સંજય દત્તને પુણેની યરવડા જેલમાં શિફ્ટ કરાયો
મુંબઈ – ૧૯૯૩ના મુંબઈ બ્લાસ્ટ્સ કેસમાં ગઈ ૧૬મેએ અહીં ટાડા કોર્ટને શરણે આવેલા એક્ટર સંજય દત્તને આજે પુણેની યરવડા જેલમાં ખસેડવામાં આવ્યો છે.

મુંબઈ બોમ્બ બ્લાસ્ટ્સના કેસમાં જેલની બાકીની મુદતની સજા ભોગવવા માટે સુપ્રીમ કોર્ટે નક્કી કરેલી ડેડલાઈન પૂરી થાય એ પહેલા સરેન્ડર કરનાર સંજયને ૧૬ મેએ અહીંની આર્થર રોડસ્થિત સેન્ટ્રલ જેલમાં લાવવામાં આવ્યો હતો અને ત્યાં એને ખુંખાર ત્રાસવાદીઓને પૂરવા માટે બનાવાયેલા ‘અન્ડા’ સેલમાં રાખવામાં આવ્યો હતો.

ગેરકાયદેસર શસ્ત્રો રાખવા બદલ સુપ્રીમ કોર્ટે ગઈ ૨૧ માર્ચે સંજયને પાંચ વર્ષની જેલની સજા ફરમાવી હતી. ત્યારબાદ સરેન્ડર થવા વધારે સમય માટે સંજયે કરેલી વિનંતીને ગઈ ૧૪ મેએ કોર્ટે નકારી કાઢી હતી.

સંજય તેની કુલ સજામાંથી ૧૮ મહિના જેલમાં વિતાવી ચૂક્યો છે. હવે તેણે બાકીની મુદત પૂરી કરવાની છે. પોતાની પર મૂકાયેલા અપરાધ અને પાંચ વર્ષની જેલની સજા અંગેના ચુકાદામાં ફેરવિચારણા કરવાની વિનંતી કરતી સંજયની રીવ્યૂ પીટિશનને ગઈ ૧૦ મેએ સુપ્રીમ કોર્ટે નકારી કાઢી હતી.

IPL ક્વૉલિફાયર-1માં મુંબઈને હરાવી ચેન્નઈ ફાઈનલમાં
નવી દિલ્હી – અગાઉ બે વાર આઈપીએલ સ્પર્ધામાં ચેમ્પિયન બની ચૂકેલી ચેન્નઈ સુપર કિંગ્સ ટીમે આજે અહીં રમાયેલી ક્વૉલિફાયર-1 મેચ (પહેલી સેમી ફાઈનલ)માં મુંબઈ ઈન્ડિયન્સને ૪૮ રનથી પરાજય આપીને આઈપીએલ-6ની ફાઈનલમાં પ્રવેશ મેળવી લીધો છે.

ચેન્નઈએ ટોસ જીતીને પહેલા બેટિંગ લીધા બાદ તેના હિસ્સાની ૨૦ ઓવરમાં માત્ર એક જ વિકેટના ભોગે ૧૯૨ રન કર્યા બાદ તેના બોલરોએ મુંબઈ ટીમને ૧૮.૪ ઓવરમાં ૧૪૪ રનમાં ઓલઆઉટ કરી દીધી હતી.

બેટિંગમાં ચેન્નઈનો માઈકલ હસી (૮૬ નોટઆઉટ) અને સુરેશ રૈના (૮૨ નોટઆઉટ) ઝળક્યા હતા તો બોલિંગમાં રવિન્દ્ર જાડેજા અને ડ્વેન બ્રાવોએ તરખાટ મચાવીને ત્રણ-ત્રણ વિકેટ ઝડપી હતી. ફાસ્ટ બોલર મોહિત શર્માએ બે બેટ્સમેનને આઉટ કર્યા હતા.

મુંબઈની ટીમનો ટોપ સ્કોરર રહ્યો ડ્વેન સ્મીથ, ૬૮ રન કરીને. તેને બાદ કરતાં કિરોન પોલાર્ડના ૨૪ રન ઉલ્લેખ કરવા લાયક છે.

ફાઈનલ મેચ ૨૬ મેએ કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં રમાશે. આવતી કાલે, બુધવારે આ જ મેદાનમાં રાજસ્થાન રોયલ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે એલિમિનેટર મેચ રમાશે. તે મેચની વિજેતા ટીમ સાથે આજની મેચની હારેલી ટીમ મુંબઈ ઈન્ડિયન્સ ટીમનો મુકાબલો થશે જે મેચ હશે ક્વૉલિફાયર-2. તેમાં જે ટીમ જીતશે તે ફાઈનલમાં ચેન્નઈ સામે રમશે.

વિજેતા ટીમને મળશે રૂ. ૧૦ કરોડ, જ્યારે રનર્સ-અપને મળશે ૭.૫ કરોડ અને છેલ્લી બંને ટીમ પૈકી ૩.૭૫ કરોડ મળશે.

ચેન્નઈ સુપર કિંગ્સ ૨૦૧૦ અને ૨૦૧૧માં ચેમ્પિયન બન્યું હતું. ગયા વર્ષે ફાઈનલમાં તેનો કોલકાતા નાઈટ રાઈડર્સના હાથે પરાજય થયો હતો.

ચેન્નઈના દાવમાં, માઈકલ હસીએ ૫૮ બોલનો સામનો કરીને ૧૦ ચોગ્ગા અને બે છગ્ગા સાથે ૮૬ રન કર્યા હતા તો સુરેશ રૈનાએ ૪૨ બોલમાં કરેલા ૮૨ રનમાં પાંચ છગ્ગા અને પાંચ ચોગ્ગાનો સમાવેશ થાય છે. બંનેએ બીજી વિકેટ માટે ૧૮૨ રનની અતૂટ ભાગીદારી કરી હતી.

મહેન્દ્ર સિંહ ધોનીના ચેન્નઈ સુપર કિંગ્સનો આઈપીએલમાં જોરદાર રેકોર્ડ છે. તેણે આઈપીએલની ૬ મોસમમાં, પાંચ વખત ફાઈનલમાં પ્રવેશ મેળવ્યો છે. આ વખતનો પ્રવેશ સતત ચોથી વારનો છે. તે બે વખત વિજેતા બન્યું છે.

ગાંધીજીની અંગત ચીજવસ્તુઓનાં ઉપજ્યાં ૩ લાખ પાઉન્ડ
લંડન – રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી પ્રાર્થના કરતી વખતે જેનો ઉપયોગ કરતા હતા તે માળા, એમનાં રક્તનો નમૂનો, ચામડાના ચંપલની જોડી અને એમના અંતિમ વિલ સહિત એમની અંગત ચીજવસ્તુઓ અને દસ્તાવેજોનું મંગળવારે અહીં લિલામ કરાયું હતું જેમાં ત્રણ લાખ પાઉન્ડની માતબર રકમ ઉપજી છે. ગાંધીજીનું અંતિમ વિલ હરાજીમાં રજૂ કરાયેલા દુર્લભ દસ્તાવેજો અને ચીજવસ્તુઓમાં મુખ્ય આકર્ષણ બની રહ્યું હતું.

તે વિલ ગાંધીજીએ હાથે લખેલું અને ફોલિયો પેપર પર લખેલું હતું. તે માટે અંદાજિત રકમ ૪૦,૦૦૦ પાઉન્ડ હતી, પણ એનાં ૫૫,૦૦૦ પાઉન્ડ મળ્યા હતા. બીજી બાજુ, એમના લોહીના મેળવાયેલા નમૂનાવાળી માઈક્રોસ્કોપિક સ્લાઈડ ખરીદવામાં બહુ ઓછાએ રસ બતાવ્યો હતો. તે ૧૦,૦૦૦ પાઉન્ડની બેઝ પ્રાઈસ સામે માત્ર ૭૦૦૦ પાઉન્ડમાં વેચાઈ હતી.

શ્રોપશાયર નગરમાં લુડ્લો રેસકોર્સ ખાતે લિલામનું આયોજન કરનાર મુલોક્સ કંપનીના ઐતિહાસિક દસ્તાવેજો માટેના નિષ્ણાત રિચર્ડ વેસ્ટવૂડ-બ્રૂક્સનું કહેવું છે કે, મહાત્મા ગાંધીનું બ્લડ સેમ્પલ ઘણાયને મન પવિત્ર હશે જ્યારે વિલ અત્યંત મહત્વનો ઐતિહાસિક દસ્તાવેજ છે, કારણ કે તે ગુજરાતીમાં લખાયેલું છે અને ગાંધીએ તેની પર એમની સહી કહી છે.

ગાંધીજીનું રક્ત ૧૯૨૪માં મેળવવામાં આવ્યું હતું. એ વખતે તે મુંબઈ નજીકના એક સ્થળે પેટની સારવારમાંથી સાજા થઈ રહ્યા હતા. તેમણે એ વખતે જેમના ઘરમાં રહેતા હતા તે પરિવાર માટે રક્તદાન કર્યું હતું એવું મનાય છે.

હરાજીમાં ગાંધીજીની શાલ, સેન્ડલ, હાથવણાટવાળી શાલ જેવી ચીજવસ્તુઓ પણ મૂકાઈ હતી. હાથવણાટવાળી શાલના ૪૦,૦૦૦ પાઉન્ડ મળ્યા હતા જે રકમ બેઝ પ્રાઈઝ કરતાં બમણી છે. એમના ચામડાના ચંપલની જોડીના ૧૯,૦૦૦ પાઉન્ડ આવ્યા છે જ્યારે પ્રાર્થના માટેની માળા ૯,૫૦૦ પાઉન્ડમાં વેચાઈ હતી.

સહારા ગ્રુપે આઈપીએલ-7માંથી પોતાની ફ્રેન્ચાઈઝ પાછી ખેંચી
પુણે – સહારા ગ્રુપે તેની ટીમ પુણે વોરિયર્સ ઈન્ડિયાને આઈપીએલ-7માંથી પાછી ખેંચી લીધી છે.

ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ) સાથે ફ્રેન્ચાઈઝ ફીના મામલે વિવાદ થતાં તેણે આ નિર્ણય લીધો છે.

સહારાએ ફ્રેન્ચાઈઝ ફીની ચૂકવણી માટે ડેડલાઈનનું પાલન કર્યું નથી. તેથી બીસીસીઆઈએ બેન્ક ગેરન્ટીને એન્કેશ કરી લીધી છે.

આઈપીએલમાં પુણે ટીમનું આ બીજું વર્ષ હતું. તે પોઈન્ટ્સ ટેબલમાં ૯ ટીમોમાં આઠમા નંબરે રહી છે.

સહારા ગ્રુપે ટીમ ઈન્ડિયા માટે બીસીસીઆઈ સાથે કરેલા સ્પોન્સરશિપના કરારને રીન્યૂ ન કરવાનો પણ નિર્ણય લીધો છે. આ કરાર આ વર્ષના ડિસેંબરમાં પૂરો થવાનો છે.

બીસીસીઆઈના એક સિનિયર અધિકારીએ કહ્યું છે કે ચાલુ વર્ષ માટે પુણે વોરિયર્સની ફ્રેન્ચાઈઝ ફી હાંસલ કરી શકાય તે માટે ડિપોઝીટ કરાયેલી બેન્ક ગેરન્ટી એન્કેશ કરવામાં આવી છે.

સહારાએ રૂ. ૧૭૦૨ કરોડમાં ૧૦ વર્ષ માટે પુણે ફ્રેન્ચાઈઝ ખરીદી હતી. પરંતુ તેને ફ્રેન્ચાઈઝ ફીમાં ઘટાડાના મુદ્દે બીસીસીઆઈ સાથે વિવાદ હતો, કારણ કે મેચોની સંખ્યા ૯૪થી ઘટાડીને ૭૪ કરવામાં આવી હતી.

આ વર્ષના જાન્યુઆરીમાં સહારાએ વર્ષની ફ્રેન્ચાઈઝ ફીનો લગભગ ૨૦ ટકા હિસ્સો ચૂકવ્યો હતો, જે રૂ. ૧૭૦ કરોડ થાય છે. બીસીસીઆઈને એમ કહેવામાં આવ્યું હતું કે તેઓ બાકીની રકમ ૧૯ મે સુધીમાં ચૂકવી દેશે, પણ તેમણે તે ચૂકવી નથી. તેથી આઈપીએલની ગવર્નિંગ કાઉન્સિલે બેન્ક ગેરન્ટીને એન્કેશ કરવાનું નક્કી કર્યું હતું.

બુકીઓ સાથે સંપર્ક: વિન્દુ દારા સિંહ પકડાયો, ૩ દિવસ રીમાન્ડ પર
મુંબઈ – આઈપીએલ સ્પોટ-ફિક્સિંગ કૌભાંડમાં બુકીઓ સાથે સંપર્કો ધરાવવા બદલ મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે સદ્દગત અભિનેતા દારા સિંહના અભિનેતા પુત્ર વિન્દુ સિંહની ધરપકડ કરી છે.

બુકી રમેશ વ્યાસ સાથે કથિત સંપર્કો રાખવા બદલ વિન્દુ દારા સિંહની ધરપકડ કરાઈ છે. રમેશ શાહની ગઈ ૧૫ મેએ ધરપકડ કરવામાં આવી હતી. પોલીસ પૂછપરછ દરમિયાન તેણે જ વિન્દુનું નામ આપ્યું હતું.

સ્પોટ-ફિક્સિંગ કૌભાંડમાં દરરોજ નવી નવી વ્યક્તિની ધરપકડ કરવામાં આવે છે. અત્યાર સુધીમાં પકડાયેલી વ્યક્તિઓનો આંક ૧૮ પર પહોંચ્યો છે. આમાં રાજસ્થાન રોયલ્સ ટીમના ત્રણ ખેલાડી – એસ. શ્રીસંત, અજિત ચાંડિલા અને અંકિત ચવ્હાણનો પણ સમાવેશ થાય છે. પોલીસે અનેક કથિત બુકીઓની પણ ધરપકડ કરી છે.

વિન્દુ સિંહની ધરપકડ સાથે આ કૌભાંડમાં બોલીવૂડ લિન્ક ધરાવતી આ પહેલી વ્યક્તિની ધરપકડ થઈ છે. વિન્દુ સિંહ ટીવી રિયાલિટી શૉ ‘બિગ બોસ’નો વિજેતા છે.

મુંબઈ પોલીસે કલાકો સુધી કરેલી પૂછપરછમાં વિન્દુ દારા સિંહે ક્રિકેટ સટ્ટાખોરીમાં પોતાની સંડોવણીનો એકરાર કર્યો હોવાનો સૂત્રોએ દાવો કર્યો છે. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, વિન્દુને પ્રીવેન્શન ઓફ ગેમ્બલિંગ એક્ટ હેઠળ પકડવામાં આવ્યો છે, કારણ કે તેણે બુકીઓને કથિતપણે મદદ કરી હતી.

પોલીસે સોમવારે રાત્રે વિન્દુની પૂછપરછ કરી હતી અને આજે મંગળવારે સવારે તેની ધરપકડ કરી છે. મુંબઈ પોલીસે વિન્દુને કિલ્લા કોર્ટમાં હાજર કર્યો હતો જેણે તેને ૨૪ મે સુધી કસ્ટડીમાં રાખવાની પોલીસને મંજૂરી આપી છે.

વિન્દુ સન ઓફ સરદાર, હિંમતવાલા અને મૈંને પ્યાર ક્યૂં કિયા જેવી ફિલ્મોમાં કામ કરી ચૂક્યો છે.

વિન્દુની સાથે કલ્પેશ પટેલ નામના એક માણસની પણ ધરપકડ કરવામાં આવી છે.

દરમિયાન, નિર્માતા-દિગ્દર્શક મહેશ ભટ્ટનું કહેવું છે કે આઈપીએલ સ્પોટ-ફિક્સિંગ કૌભાંડમાં વિન્દુ સિંહની સંડોવણીના સમાચાર સાંભળીને પોતાને આઘાત લાગ્યો છે.

વડા પ્રધાન પદના ઉમેદવારનો નિર્ણય પછી લેવાશેઃ ભાજપ
નવી દિલ્હી – ૨૦૧૪ની સંસદીય ચૂંટણી માટે વ્યૂહરચના ઘડવા માટે આજે અહીં મળેલી ભારતીય જનતા પાર્ટીના સંસદીય બોર્ડની બેઠકમાં જણાવાયું હતું કે વડા પ્રધાન પદ માટે પક્ષના ઉમેદવાર અંગેનો નિર્ણય પાછળથી યોગ્ય સમયે લેવામાં આવશે.

બેઠક બાદ પત્રકારો સાથેની વાતચીતમાં પક્ષપ્રમુખ રાજનાથ સિંહે કહ્યું કે, અમે લોકસભાની ચૂંટણી માટે તૈયાર છીએ. વડા પ્રધાન પદ માટે પક્ષના ઉમેદવાર અંગેનો નિર્ણય ભવિષ્યમાં યોગ્ય સમયે લેવામાં આવશે.

રાજનાથ સિંહે કહ્યું કે, આ વખતની ચૂંટણીમાં અમે કેન્દ્રમાંથી કોંગ્રેસની સરકારને ઉખેડી નાખવા માટેના કોઈ પ્રયાસો જતા નહીં કરીએ, કોઈ કચાશ બાકી નહીં રાખીએ.

સંસદીય બોર્ડની બેઠકમાં ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદી સહિત તમામ નવા હોદ્દેદારોએ હાજરી આપી હતી.

મીટિંગ શરૂ થઈ એ પહેલાં મોદી પક્ષના સિનિયર નેતા એલ.કે. અડવાણીને મળવા ગયા હતા.

મોદી પક્ષના ભૂતપૂર્વ પ્રમુખ નીતિન ગડકરીને પણ તેમના નિવાસસ્થાને મળવા ગયા હતા.

સેક્સ સ્કેન્ડલમાં ફસાયેલા iGateનાં સીઈઓ ફણીશ મૂર્તિ બરતરફ
નવી દિલ્હી- પ્રખ્યાત આઈટી કંપની iGate કોર્પોરેશને જાતીય સતામણી કેસમાં પોતાનાં સીઈઓ ફણીશ મૂર્તિને નોકરીમાંથી બરતરફ કર્યા છે. અમેરિકામાં લિસ્ટેડ આઈગેટ કોર્પોરેશનની ભારતમાં કેટલીય ઓફિસ અને હજારો કર્મચારીઓ છે.

આઈગેટ કંપનીનું કહેવું છે કે, ફણીશ મૂર્તિ વિરૂદ્ધ જાતીય શોષણની તપાસ ચાલી રહી છે માટે તેમને નિકાળવામાં આવ્યા છે. મૂર્તિ વિરૂદ્ધ તેમની એક જૂનિયર કર્મચારીએ જાતીય સતામણીનો આરોપ લગાવ્યો છે. ફણીશને આઈટી ઈન્ડસ્ટ્રીઝમાં ખુબ જ ચતુર અને મહેનતુ સીઈઓ માનવામાં આવે છે.

આ અંગે ફણીશ મૂર્તિનું કહેવું છે કે, તેમનાં વિરૂદ્ધ લગાવાયેલા આરોપ જુઠ્ઠા છે. આ પહેલા પણ મૂર્તિએ ૨૦૦૨માં જાતીય સતામણીનાં આરોપસર ઈન્ફોસિસની નોકરી છોડવી પડી હતી.

આઈપીએલની મેચો પર પ્રતિબંધ મૂકવાનો સુપ્રીમ કોર્ટનો ઈનકાર
નવી દિલ્હી – સ્પોટ ફિક્સિંગ કૌભાંડના પર્દાફાશને પગલે ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની વર્તમાન ૬ઠ્ઠી મોસમની બાકી રહેલી મેચોના આયોજન પર પ્રતિબંધ મૂકવાની માગણી કરતી એક પીટિશનને સુપ્રીમ કોર્ટે આજે ફગાવી દીધી છે, પરંતુ તેણે આ સ્પર્ધામાં થયેલી ગેરરીતિઓ બદલ ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)ની ઝાટકણી કાઢી છે.

કોર્ટે અરજી પર સુનાવણી કરતાં ક્રિકેટ બોર્ડને આદેશ આપ્યો છે કે તે આ કૌભાંડમાં ૧૫ દિવસની અંદર તપાસ પૂરી કરે.

આઈપીએલ-6માં આજથી પ્લે ઓફ્સ (સેમી ફાઈનલ) તબક્કો શરૂ થવાનો છે. આજે દિલ્હીમાં રમાનાર પહેલી મેચ (ક્વૉલિફાયર)માં ચેન્નઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સનો મુકાબલો થશે. આવતી કાલની બીજી પ્લે ઓફ મેચ (એલિમિનેટર)માં રાજસ્થાન રોયલ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદનો મુકાબલો થશે.

ત્યારબાદ ક્વૉલિફાયરની હારેલી ટીમ અને એલિમિનેટરની જીતેલી ટીમ વચ્ચે ૨૪મીએ મેચ રમાશે.

ફાઈનલ મેચ ૨૬મીએ કોલકતામાં ઈડન ગાર્ડન્સમાં રમાશે.

ભારતીય ક્રિકેટ બોર્ડે સુપ્રીમ કોર્ટને જાણકારી આપી કે તેણે આ કૌભાંડમાં તપાસ શરૂ કરાવી દીધી છે.

કોર્ટે બીસીસીઆઈની ઝાટકણી કાઢતા એમ પણ કહ્યું કે ક્રિકેટની રમતની ગરિમા જળવાય તે જોવાની જવાબદારી બોર્ડની છે.

ભારતયાત્રાને સફળ ગણાવતા લી કેકિઆંગ
નવી દિલ્હી – ચીનના વડા પ્રધાન લી કેકિઆંગે તેમની પ્રથમ ભારત યાત્રા વિશે સકારાત્મક ઉચ્ચારણો કર્યા છે. તેમણે આ યાત્રાને સફળ ગણાવી છે અને કહ્યું છે કે ભારતીય વડા પ્રધાન મનમોહન સિંહ સાથેની મંત્રણા દરમિયાન એમને ઘર જેવી જ લાગણી થઈ હતી.

ચીનના અખબારોએ પણ તેમના વડા પ્રધાનની ભારતયાત્રાને ખૂબ મહત્વ આપ્યું છે.

સરકાર હસ્તકના ચાઈના ડેઈલીએ કેકિઆંગને એવું કહેતા ટાંક્યા છે કે, સફળ પ્રારંભ તે અંતિમ સફળતા હાંસલ કરવાનો અડધો રસ્તો કહેવાય.

૫૭ વર્ષના કેકિઆંગ ભારત બાદ પાકિસ્તાન, સ્વિટ્ઝરલેન્ડ અને જર્મની જવાના છે. બુધવારે તે પાકિસ્તાન જશે.

તેમણે મનમોહન સિંહને મૈત્રીપૂર્ણ અને નિખાલસ વ્યક્તિ કહ્યા છે. મને એમની સાથેની મંત્રણા દરમિયાન ઘર જેવું લાગ્યું છે. હું તેમણે કરેલી ગોઠવણોની ખરેખર પ્રશંસા કરું છું.

આરૂષિ મર્ડર કેસ: કોર્ટે તલવાર દંપતીની અરજી ફગાવી
અલ્હાબાદ- આરૂષિ મર્ડર કેસમાં અલ્હાબાદ હાઈ કોર્ટે તલવાર દંપતીની ૧૪ સાક્ષીઓનાં નિવેદનો નોંધવાની અરજીને નકારી કાઢી છે. નુપૂર અને રાજેશ તલવારે પોતાની દાખલ કરેલી અરજીમાં કહ્યું હતું કે, મર્ડર કેસમાં પહેલા તે ૧૪ લોકોનાં નિવેદનો લેવાય જેઓ પહેલીવાર તપાસ કરનારી ટીમમાં સામેલ હતા.

તલવાર દંપતી ઈચ્છે છે કે, ૧૪ સાક્ષીઓનાં નિવેદનો લેવાયા બાદ જે તેમનાં નિવેદનો લેવાય. ઉલ્લેખનીય છે કે, આરૂષિનાં માતા-પિતા હાઈ કોર્ટ પહેલા આ અરજીને સુપ્રીમ કોર્ટમાં દાખલ કરી ચુક્યાં છે. સુપ્રીમ કોર્ટે આ અરજી પર સુનાવણી કરતા સ્પષ્ટ કહ્યું હતું કે તલવાર દંપતી રાહત માટે હાઈ કોર્ટમાં જાય.

સુપ્રીમ કોર્ટે એ પણ કહ્યું હતું કે લોકો નિચલી કોર્ટ પછી સીધા જ સુપ્રીમ કોર્ટમાં આવતા રહે છે. આ ન્યાયિક પ્રક્રિયા માટે યોગ્ય નથી. હાઈ કોર્ટને બાયપાસ ન કરી શકાય.

IPL સ્પોટ ફિક્સિંગ: પૂર્વ રણજી ક્રિકેટર બાબૂરાવની ધરપકડ
નવી દિલ્હી- ભૂતપૂર્વ રણજી ક્રિકેટર બાબૂરાવ યાદવની આઈપીએલ સ્પોટ ફિક્સિંગ મામલે ધરપકડ કરાઈ છે. પોલીસે કહ્યું છે કે, તેઓ ત્રણ ખેલાડીઓ અને કેટલાક બુકીઓની કસ્ટડી વધારવાની માંગ કરી શકે છે.

પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે કે બાબૂરાવ યાદવને ગઈકાલે, સોમવારે દિલ્હીથી પકડાયો હતો. બાબૂરાવની અજીત ચાંડિલા સાથેનાં સંબંધો અંગે પૂછપરછા કરાઈ રહી છે. યાદવે કથિત રીતે ચાંડિલાને બુકી સુનિલ ભાટીયા સાથે મળાવ્યો હતો જેની પહેલા ધરપકડ થઈ ચુકી છે.

અત્યારસુધી કુલ ૧૮ લોકોને આ મામલે પકડાયા છે જેમાંથી ત્રણ આઈપીએલ ખેલાડી, ચાર ભૂતપૂર્વ ખેલાડી અને ૧૧ બુકીનો સમાવેશ થાય છે.

અમેરિકાના ઓક્લોહોમામાં વાવાઝોડું ફૂંકાયું, ૨૦ બાળકો સહિત ૯૧નાં મરણ
ઓક્લાહોમા સિટી – અમેરિકાના ઓક્લાહોમા રાજ્યના આ પાટનગર શહેરના ઉપનગરોમાં તેમજ રાજ્યમાં અન્યત્ર સોમવારે બપોરે ફૂંકાયેલા ભયાનક વાવાઝોડાએ એક સ્કૂલના ૨૦ બાળકો સહિત ઓછામાં ઓછા ૯૧ જણનો ભોગ લીધો છે અને ઠેર ઠેર વિનાશ વેર્યો છે. અનેક મકાનો, ઘરોને કાટમાળમાં ફેરવી દીધા છે. એક પ્રાથમિક શાળાને જમીનદોસ્ત કરી દીધી છે. રસ્તાઓ પર માઈલોના માઈલો સુધી મોટરકારોનો ખુડદો નીકળી ગયો છે.

સત્તાવાળાઓને ભય છે કે મરણાંક હજી વધી શકે છે. એક હોસ્પિટલમાં ૮૫ દર્દીઓને દાખલ કરવામાં આવ્યા છે જેમાં ૬૫ બાળકો છે.

વાવાઝોડા વખતે પવન કલાકના ૧૬૬ થી ૨૦૦ માઈલની ઝડપે ફૂંકાયો હતો. તેણે એના માર્ગમાં આવેલું બધું જ ખેદાનમેદાન કરી નાખ્યું છે.

સૌથી વધારે તારાજી રાજ્યના મૂર શહેરમાં થઈ છે. તેના મેયર ગ્લેન લૂઈસે કહ્યું છે કે, આખું શહેર જાણે કાટમાળનું ખેતર હોય એવું ભાસે છે.

મૂર શહેરની પ્લાઝા ટાવર્સ એલિમેન્ટરી સ્કૂલનું મકાન જમીનદોસ્ત થતાં જાનહાનિ થઈ છે, પણ કેટલા જણ માર્યા ગયા છે તેનો ચોક્કસ આંકડો હજી મળ્યો નથી. બિનસત્તાવાર અહેવાલો મુજબ સાત બાળકોનાં મરણ થયા છે.

સ્થાનિક સમય મુજબ બપોરે ત્રણ વાગ્યે વાવાઝોડાએ શાળાની છતને ઉડાવી દીધી હતી.

ચોથા, પાંચમા અને છઠ્ઠા ધોરણોમાં ભણતા ઘણા બાળકોને ઉગારીને બાજુના એક ચર્ચમાં આશરો આપવામાં આવ્યો છે, પણ હજી કેટલાક બાળકો લાપતા છે. વાવાઝોડું ફૂંકાયાના બે કલાક બાદ કાટમાળમાંથી અનેક બાળકોને જીવતા બહાર કાઢવામાં આવ્યા છે.

વાવાઝોડાએ ઓક્લાહોમા સિટી અને મૂર ઉપરાંત મેકક્લેન કાઉન્ટી (ન્યૂકેસલ)માં પણ તબાહી સર્જી છે.

IPL: રાજસ્થાન રોયલ્સે આરોપી ત્રિપુટીનો કોન્ટ્રાક્ટ રદ કર્યો
જયપુર – આઈપીએલ ક્રિકેટ સ્પર્ધાની રાજસ્થાન રોયલ્સ ટીમે સ્પોટ-ફિક્સિંગ કૌભાંડમાં પકડાયેલા તેના ત્રણ ક્રિકેટરો – એસ. શ્રીસંત, અજિત ચાંડિલા અને અંકિત ચવ્હાણનો કોન્ટ્રાક્ટ રદ કરી નાખ્યો છે.

બીજી બાજુ, આ ત્રણેય ખેલાડીઓની ગયા અઠવાડિયે ધરપકડ કરનાર દિલ્હી પોલીસે કોર્ટ પાસે આ ત્રણેયને વધારે દિવસો સુધી તેની કસ્ટડીમાં રાખવા દેવાની પરવાનગી માગી છે. ગયા ગુરુવારે સ્થાનિક કોર્ટે આ ત્રણેય આરોપીને પાંચ દિવસ સુધી કસ્ટડીમાં રાખવાની પોલીસને પરવાનગી આપી હતી.

દિલ્હી પોલીસને આ કેસમાં તપાસ ચાલુ હોઈ ખેલાડીઓને હજી વધારે દિવસ માટે તેની કસ્ટડીમાં રાખવા છે.

દરમિયાન, આ કેસમાં પોલીસે નોંધેલી એફઆઈઆરની કોપી પોતાને મળવી જોઈએ એવી માગણી કરતી અરજી શ્રીસંતે દિલ્હીની એક કોર્ટમાં કરી હતી, પણ તેનો વકીલ આજે સોમવારે કોર્ટમાં હાજર ન થતાં કોર્ટે તેની અરજીનો નિકાલ કરી દીધો હતો. મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ ગૌરવ રાવે કહ્યું કે અરજદાર (શ્રીસંતના એડવોકેટ) વતી કોઈ વ્યક્તિ હાજર રહી નથી તેથી અરજીને કાઢી નાખવામાં આવે છે.

નિર્ણય લેવાયો નથી: સંજયે હજી ‘અન્ડા’ સેલમાં જ રહેવું પડશે
મુંબઈ – એક ટોચના પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ, એક્ટર સંજય દત્તે થોડાક સમય સુધી અહીંની આર્થર રોડ જેલમાં ‘અન્ડા’ સેલમાં રહેવું પડશે, કારણ કે તેને મુંબઈની બહારની જેલમાં મોકલવો નહીં કે તે મુદ્દે મહારાષ્ટ્રમાં સત્તાવાળાઓ હજી મસલત કરી રહ્યા છે.

એડિશનલ ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ (જેલ) મીરા બોરવણકરે કહ્યું છે કે સંજયને નજીકના ભવિષ્યમાં તો આર્થર રોડ જેલમાંથી બીજે શિફ્ટ કરવામાં નહીં આવે.

સંજય ગઈ ૧૬ મેએ ટાડા કોર્ટને શરણે આવી ગયો તે પછી એને આર્થર રોડ જેલમાં લાવવામાં આવ્યો હતો. ૧૯૯૩ના મુંબઈ બોમ્બ બ્લાસ્ટ્સ કેસમાં તેણે એની બાકી રહેલી સાડા ત્રણ વર્ષની જેલની સજા પૂરી કરવાની છે.

કોર્ટને શરણે આવ્યા બાદ એવી અફવા ફેલાઈ હતી કે તેને કદાચ પુણેની યરવડા જેલમાં શિફ્ટ કરવામાં આવશે. સંજયને શિફ્ટ કરવાનો નિર્ણય લેતા પહેલા સત્તાવાળાઓ અનેક બાબતો પર વિચાર કરી રહ્યા છે જેમ કે, તળોજા (નવી મુંબઈ), યરવડા (પુણે), થાણે, નાગપુર અને નાસિકની જેલોમાં સુરક્ષા બંદોબસ્ત, જે જેલોમાં અન્ડરવર્લ્ડ સાથે ઘરોબો રાખનાર કેટલા કેદીઓ કારવાસ ભોગવી રહ્યા છે, તેમજ એમની સંખ્યા જેવી બાબતોનો સમાવેશ થાય છે.

સંજયે હજી ૪૨ મહિના કારાવાસ ભોગવવાનો છે. ૧૮ મહિનાની જેલની સજા તે અગાઉ ભોગવી ચૂક્યો છે.

સંજય જેલમાં અસ્વસ્થ રહે છે, ધાર્મિક પુસ્તકો વાંચતો હોય છે. તેના વકીલ રીઝવાન મર્ચન્ટે ટાડા કોર્ટને વિનંતી કરી છે કે સંજયને ‘અંડા’ સેલમાં ગૂંગળામણ થાય છે, કારણ કે ત્યાં પૂરતો સૂર્યપ્રકાશ આવતો નથી. આ કોટડી સામાન્ય રીતે ખૂંખાર ત્રાસવાદીઓને રાખવા માટેની છે અને સંજય ત્રાસવાદી નથી, તેને ટાડા એક્ટ હેઠળ અપરાધી જાહેર કરાયો નથી.

સંજયે જો કે પોતાને શિફ્ટ કરવા વિશે કોર્ટને કોઈ અરજી લખી નથી.

આઈપીએલની મેચો પર સ્ટે ઓર્ડર માટે જનહિતની અરજી
નવી દિલ્હી – સ્પોટ ફિક્સિંગના કૌભાંડનો પર્દાફાશ થયા બાદ ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની હાલની છઠ્ઠી આવૃત્તિની પ્લે ઓફ્સની મેચો તથા ફાઈનલ મેચના આયોજન પર સ્ટે ઓર્ડર આપવા માટે એક લૉયરે સુપ્રીમ કોર્ટમાં જનહિતની અરજી કરી છે.

લખનઉના રહેવાસી અને વિષ્ણુ જૈન નામના એડવોકેટે તેમની અરજીમાં એવી માગણી પણ કરી છે કે સ્પોટ ફિક્સિંગ તથા અન્ય કથિત ગેરરીતિઓની આક્ષેપોની તપાસ કરવા માટે સુપ્રીમ કોર્ટ એક સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ (સીટ)ની રચના કરે.

જૈને કહ્યું છે કે આઈપીએલમાં ઘણી ગેરરીતિઓ કરાઈ છે. શરૂઆત ખેલાડીઓની હરાજીથી કરાઈ છે. તેમજ આ સ્પર્ધામાં કાળું નાણું તથા અસામાજિક તત્વોના નાણાં પણ સામેલ કરવામાં આવ્યા છે. આ બધાયની તપાસ કરવાની જરૂર છે.

જૈને કહ્યું છે કે જ્યાં સુધી સીટની તપાસ પૂરી ન થાય ત્યાં સુધી આઈપીએલની બાકી રહેલી મેચો પર સ્ટે ઓર્ડર મૂકાવો જોઈએ.

જૈને સુદર્શ અવસ્થી નામના એક આર્કિટેક્ટની વતી આ જનહિતની અરજી નોંધાવી છે.

અરજદારે તમામ આઈપીએલ ફ્રેન્ચાઈઝી અને ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ અને કેન્દ્ર સરકાર, એમ બધાયને પક્ષકાર બનાવ્યા છે.

‘૯૩ બ્લાસ્ટ્સ કેસ: ઝૈબુનિસા કાઝી ટાડા કોર્ટને શરણે આવી ગઈ
મુંબઈ – સ્પેશિયલ ટાડા કોર્ટે બિન-જામીનપાત્ર વોરંટ બહાર પાડ્યાના એક દિવસ બાદ, આજે સોમવારે ૧૯૯૩ના બ્લાસ્ટ્સ કેસની અપરાધી ઝૈબુનિસા કાઝી શરણે આવી ગઈ છે.

૭૫ વર્ષની કાઝી વ્હીલચેરમાં બેસીને ટાડા કોર્ટમાં શરણે આવી હતી.

શરણે આવવાની સુપ્રીમ કોર્ટે મૂકેલી ડેડલાઈન મુજબ શરણે ન આવતાં કાઝી સામે સ્પેશિયલ ટાડા કોર્ટે ગયા શુક્રવારે બિન-જામીનપાત્ર વોરંટ બહાર પાડ્યું હતું.

એક્ટર સંજય દત્ત ગયા ગુરુવારે ડેડલાઈન પૂરી થતાં જ ટાડા કોર્ટમાં સત્તાવાળાઓને શરણે થઈ ગયો હતો.

અન્ય બે અપરાધી, કાઝી અને શરીફ (દાદા) પરકારે સ્વાસ્થ્યના કારણોસર શરણે આવવામાં થોડોક વધારે સમય આપવાની વિનંતી કરતી અલગ અલગ અરજી ટાડા કોર્ટમાં નોંધાવી હતી.

મોદી, ગુજરાત પોલીસે ઈશરત જહાંને મારી નાખીઃ શરદ પવાર
થાણે – મુંબઈ નજીકના મુંબ્રા શહેરની રહેવાસી અને કોલેજિયન ઈશરત જહાંનું ૨૦૦૪માં કરાયેલા કથિત નકલી એન્કાઉન્ટર મામલે નરેન્દ્ર મોદીને ટાર્ગેટ બનાવતાં કેન્દ્રના કૃષિ પ્રધાન શરદ પવારે કહ્યું છે કે ગુજરાતના મુખ્ય પ્રધાન મોદી અને ગુજરાતની પોલીસે એક નિર્દોષ કોલેજ વિદ્યાર્થિનીને ત્રાસવાદી તરીકે ઘોષિત કરીને તેને મારી નાખી હતી.

પવારે કહ્યું કે, મોદીએ ત્યારે એવી જાહેરાત કરેલી કે ત્રાસવાદીઓને ઠાર કરનાર પોતાના પોલીસ દળ માટે તે ગર્વની લાગણી મહેસુસ કરે છે. તે એન્કાઉન્ટર ગુજરાત પોલીસની કલગીમાંનું એક વધુ પીંછું છે અને મુંબઈની પોલીસ તેની ફરજમાં ચૂકી ગઈ હતી.

પવારે કહ્યું કે ઈશરત જહાં નિર્દોષ હતી, પણ એને ત્રાસવાદી તરીકે ખપાવી દેવાઈ. હવે તે ઘટના ગુજરાત સરકારને ધ્રૂજાવી રહી છે. ગુજરાતની પોલીસને ઉઘાડી પાડવા અને ઈશરત નિર્દોષ હતી તે પુરવાર કરવા માટે અમારી રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના વિધાનસભ્ય જિતેન્દ્ર આવ્હાડે કાનૂની જંગ શરૂ કર્યો છે.

૨૦૦૪ની ૧૫ જૂને ૧૯ વર્ષની ઈશરત તેમજ જાવેદ શેખ ઉર્પે પ્રણેશ પિલ્લાઈ, અમજદઅલી અકબરઅલી રાણા અને ઝીશન જોહરને અમદાવાદની હદમાં પોલીસ એન્કાઉન્ટરમાં ઠાર મારવામાં આવ્યા હતા. ગુજરાત પોલીસે એવો દાવો કર્યો છે કે તે ચારેય જણ ત્રાસવાદીઓ હતા અને મોદીની હત્યા કરવા માટે શહેરમાં આવ્યા હતા.

ભારત-ચીન વ્યૂહાત્મક ભાગીદારો, સારા મિત્રો છેઃ કેકિઆંગ
નવી દિલ્હી – ચીનના નવા વડા પ્રધાન લી કેકિઆંગની ભારત યાત્રાને એક ગૌરવ સમાન ગણાવીને વડા પ્રધાન મનમોહન સિંહે આજે અહીં કહ્યું છે કે બંને દેશ વચ્ચેના સંબંધો આ વિસ્તારના શાંતિપૂર્ણ વિકાસ, સ્થિરતા અને સમૃદ્ધિ માટે મહત્વનાં છે.

બીજી બાજુ, ચીનના વડા પ્રધાને ભારત અને ચીનને વ્યૂહાત્મક ભાગીદાર અને સારા મિત્રો તરીકે ઓળખાવ્યા છે જેઓ એકબીજાની સાથે નિખાલસતાથી અને ખુલ્લા દિલે બોલી શકે છે.

બંને નેતાએ અહીં હૈદરાબાદ હાઉસ ખાતે સંયુક્ત પત્રકાર પરિષદને સંબોધિત કરતી વખતે આમ જણાવ્યું હતું.

ભારત અને ચીનની વચ્ચે આજે ૮ જેટલા મુદ્દા પર સમજૂતીઓ થઈ છે. ચીની વડા પ્રધાન લી કેકિઆંગની ત્રણ દિવસની ભારતયાત્રાનો આજે બીજો દિવસ છે.

બંને દેશ વચ્ચે જે મુદ્દે સહીસિક્કા થયા છે તેમાં કૈલાસ માનસરોવર યાત્રા, જળ સંપત્તિ, શહેરી વિકાસ તેમજ આર્થિક મામલાનાં કરારનો સમાવેશ થાય છે.

વડા પ્રધાન મનમોહન સિંહે કહ્યું કે, તેઓએ કેટલાય મુદ્દે સ્પષ્ટપણે વાત કરી છે. બંને દેશની વચ્ચે શાંતિ અને ખુશહાલી તરફ પગલા ભરાય તે માટેની રણનીતી ઘડાઈ છે. લીની યાત્રાથી બંને દેશો વચ્ચેનાં સંબંધો સુધરશે. મનમોહન સિંહે કહ્યું કે, ભારત-ચીનનો વિકાસ વિશ્વ માટે ખુબ જ સારો છે તેમણે કહ્યું કે, સરહદ વિવાદ અને બ્રહ્મપુત્રા બંધ, ભારત-ચીન વચ્ચે વહેતી નદીઓ જેવા મુદ્દે અમે વાત કરી છે અને તેમણે લી કેકિઆંગ દ્વારા અપાયેલા ચીન આવવાનાં નિમંત્રણને પણ સ્વિકાર્યું છે.

આ તરફ ચીનનાં વડા પ્રધાને વિશ્વાસ અપાવ્યો છે કે તેઓ બ્રહ્મપુત્રા નદી પર બંધ બનાવતા પહેલા ભારતને જાણ કરશે. લીએ કહ્યું કે, બંને દેશો વચ્ચેનો વિવાદ ખુબ જ ઝડપથી ઉકેલાઈ જશે. માર્ચ ૨૦૧૩માં પદ ગ્રહણ કર્યા બાદ પહેલી વિદેશ યાત્રા અંતર્ગત લી રવિવારે, ૧૯ મેએ ભારત પહોંચ્યા છે. લી વિદેશ પ્રધાન વાંગ યી સહિત ૮૦ સભ્યોનાં પ્રતિનિધિમંડળ સાથે ભારત આવ્યા છે. મંગળવારે તેઓ મુંબઈ જશે અને ત્યાંથી પાકિસ્તાન, સ્વીટ્ઝરલેન્ડ અને જર્મનીની યાત્રા પર જશે.

ઈન્ફોસિસને આઈટીએ ૫૭૭ કરોડનાં ટેક્સની નોટિસ ફટકારી
નવી દિલ્હી- આવકવેરા વિભાગે ૨૦૦૯-૨૦૧૦નાં વાર્ષિક કર માટે ઈન્ફોસિસને ૫૭૭ કરોડ રૂપિયાની નોટિસ પાઠવી છે. આ નોટિસનાં કારણે ભારતની બીજી મોટી આઈટી કંપની માટે કર સંબંધી ચિંતામાં વધારો થયો છે.

ઈન્ફોસિસ પહેલેથી જ ૨૦૦૫માં શરૂ થનારા નાણાકીય વર્ષ માટે અંદાજે ૧૧૭૫ કરોડની વધારાનાં આવક કરની માંગ વિરૂદ્ધ લડી રહ્યું છે. ઈન્ફોસિસે યુએસ સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશન (એસઈસી)ને આ અઠવાડિયે મોકલેલી સૂચનામાં કહ્યું છે કે, કંપનીને આવકવેરા વિભાગ તરફથી ૨૦૦૮-૦૯ માટે નવા વાર્ષિક કર સંબંધી આદેશ મળ્યો છે. આ કર સંબંધમમાં ૧૦.૬ કરોડ ડૉલરની માંગ કરાઈ છે.

આ તરફ ઈન્ફોસિસનાં પ્રવક્તાએ કહ્યું, “અમને વાર્ષિક વર્ષ ૨૦૦૯-૧૦ માટે કર સંબંધી આદેશ મળ્યો છે જેમાં ૫૭૭ કરોડનાં કરની માંગ કરાઈ છે.”

મુંબઈ એરપોર્ટ પરથી ૩.૯૧ કરોડના હિરા ગૂમ
મુંબઈ – બેલ્જિયમમાં નિકાસ કરવા માટેના રૂ. ૩.૯૧ કરોડની કિંમતના હિરા અહીંના છત્રપતિ શિવાજી ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી ગૂમ થયા બાદ શહેરની પોલીસે કેસ નોંધ્યો છે.

સહાર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવનાર માણસ એક ડાયમંડ ટ્રેડિંગ કંપનીનો કર્મચારી છે. તેણે ગઈ ૧૬ મેએ એર કાર્ગો દ્વારા બેલ્જિયમ માટે હિરાથી ભરેલા ૨૪ પેકેટવાળું એક કન્સાઈનમેન્ટ મોકલ્યું હતું.

બેલ્જિયમસ્થિત કંપનીને ડિલિવરી મળી હતી, પણ તેના પ્રતિનિધિએ કહ્યું કે એને ૨૩ પેકેટ જ મળ્યા છે, એક પેકેટ ઓછું હતું.

બેલ્જિયમ તરફથી આમ જણાવ્યા બાદ ભારતીય ડાયમંડ ટ્રેડિંગ કંપનીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

પોલીસે તપાસ આદરી છે અને એરપોર્ટ કોમ્પલેક્સમાં તેમજ આવા વિસ્તારમાં પ્રવેશ મેળવતા લોકોની પૂછપરછ કરી રહી છે.