Archive: Breaking News Subscribe to Breaking News

Nawaz Sharif

નવાઝ શરીફે પોતાના શપથવિધિમાં હાજર રહેવાનું મનમોહન સિંહને આમંત્રણ આપ્યું

નવી દિલ્હી – વડા પ્રધાન મનમોહન સિંહે પાકિસ્તાનની સંસદીય ચૂંટણીમાં જ્વલંત જીત હાંસલ કરવા બદલ નવાઝ શરીફને અભિનંદન આપ્યા તેની વળતી શુભચેષ્ટા રૂપે શરીફે કહ્યું છે કે તે પોતાના શપથવિધિ સમારંભમાં હાજર રહેવા મનમોહન સિંહને આમંત્રણ આપશે. શરીફના નેતૃત્વવાળી પાકિસ્તાન મુસ્લિમ...
Sachin Tendulkar

સચીન કહે છે, મને સોનું ખરીદવું બહુ ગમે

મુંબઈ – આજે સોમવારે, અખા ત્રીજના પવિત્ર દિવસ નિમિત્તે સચીન તેંડુલકરનાં ચહેરા અને હસ્તાક્ષર કોતરેલા તેનાં નામનાં સુવર્ણ સિક્કાઓની મર્યાદિત આવૃત્તિ બહાર પાડવામાં આવી છે. વેલ્યૂમાર્ટ ગોલ્ડ એન્ડ જ્વેલ્સ દ્વારા એક લાખ સચીન તેંડુલકર ગોલ્ડ કોઈન્સ સચીનની હાજરીમાં બહાર...
Nawaz Sharif

ભારત સાથે ઉષ્માભર્યા સંબંધો બનાવીશઃ શરીફનું વચન

ઈસ્લામાબાદ – પાકિસ્તાનની સંસદીય ચૂંટણીમાં ઝળહળતો વિજય હાંસલ કરનાર પાકિસ્તાન મુસ્લિમ લીગ (એન) પાર્ટીના પ્રમુખ નવાઝ શરીફ ત્રીજી વાર દેશના વડા પ્રધાન બનવાના છે. તેમણે વચન આપ્યું છે કે પોતે ભારત સાથે ઉષ્માભર્યા સંબંધો રાખશે અને અમેરિકા સાથેના સંબંધો વધારે સારા બનાવશે. વોલ...
ARUSHI MURDER

આરૂષિ-હેમરાજ હત્યાકાંડ: તલવાર દંપતિને રાહત નહીં

નવી દિલ્હી- આરૂષિ-હેમરાજ હત્યાકાંડમાં તલવાર દંપતિને સુપ્રીમ કોર્ટમાંથી કોઈ જ રાહત નથી મળી. સુપ્રીમ કોર્ટે દંપતિ રાજેશ અને નુપૂર તલવારને કહ્યું કે, તેઓ વારંવાર કોર્ટનો સમય ખરાબ ના કરે અને હાઈકોર્ટમાં જાય. તલવાર દંપતિએ સીબીઆઈની સ્પેશિયલ કોર્ટે આપેલા ચુકાદાને પડકારવા...
Rohtak bus flames

રોહતક: આશ્રમ મામલે તંગદીલી સર્જાઈ, જવાનો તૈનાત કરાયા

રોહતક- હરિયાણાનાં રોહતકમાં સ્થાનિક લોકો અને પોલીસની વચ્ચે અથડામણ સર્જાઈ છે. એક આશ્રમ પરનાં કબજાને લઈને થયેલી આ અથડામણમાં અંદાજે ૫૦ પોલીસકર્મીઓ સહિત ૧૧૬થી વધુ લોકો ઘાયલ થયા છે. પોલીસ ફાયરીંગમાં ત્રણ વ્યક્તિનાં મરણ થયા છે. સ્થિતી પર કાબુ મેળવવા સીઆરપીએફનાં જવાનોને તૈનાત...
Gujarat Chief Minister Narendra Modi

વિદેશમાં વસતા ગુજરાતીઓ ભારતના સાંસ્કૃતિક દૂત છેઃ મોદી

ગાંધીનગર – ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકામાં વસતા લાખો ભારતીયોને આજે વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા સંબોધિત કર્યા છે અને ગુજરાતીઓને ભારતના સાંસ્કૃતિક એમ્બેસડર તરીકે ઓળખાવ્યા છે. મોદીએ ગુજરાતના ૫૩મા સ્થાપના દિનની અમેરિકામાં વસતા ભારતીય/ગુજરાતી સમુદાય...
GUJARAT CONGRESS

ગુજરાત કોંગ્રેસે છ બેઠકોની ચૂંટણી માટે ઉમેદવારોનાં નામ જાહેર કર્યા

ગાંધીનગર- બીજી જૂનનાં રોજ છ બેઠકો પર પેટાચૂંટણી યોજાવાની છે જે માટે દિલ્હી હાઈકમાન્ડ દ્વારા ગુજરાત કોંગ્રેસનાં ઉમેદવારોનાં નામ જાહેર કરવામાં આવ્યા છે. ગુજરાતની લોકસભાની બે બેઠક બનાસકાંઠા, પોરબંદર અને વિધાનસભાની ચાર બેઠક મોરવાહફ, લીંબડી, જેતપુર અને ધોરાજી માટે ઉમેદવારોનાં...
Pakistan Muslim League-N (PML-N) Nawaz Sharif

નવાઝ શરીફને ભારત આવવા મનમોહન સિંહનું આમંત્રણ

ઈસ્લામાબાદ – નવાઝ શરીફ ત્રીજી અને વિક્રમસર્જક વાર વડા પ્રધાન બનવા સજ્જ થઈ ગયા છે. તેમની પાકિસ્તાન મુસ્લિમ લીગ (નવાઝ) પાર્ટીએ સંસદીય ચૂંટણીમાં વિજય હાંસલ કર્યો છે અને સરસાઈમાં તેની સામે બીજો કોઈ પક્ષ ઉતરી શકે એમ નથી. ભારતે પાકિસ્તાનની ચૂંટણીના આ પરિણામને આવકાર્યું છે,...
Mukesh Ambani

મુકેશ અંબાણીએ રિલાયન્સના પગારમાંથી ૨૪ કરોડ જતા કર્યા

મુંબઈ – રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના અબજોપતિ વડા મુકેશ અંબાણીએ સતત પાંચમા વર્ષે તેમના વાર્ષિક પગારની લિમિટ રૂ. ૧૫ કરોડની જાળવી રાખી છે. આમ કરીને તેમણે શેરહોલ્ડરોએ તેમને (અંબાણી) માટે મંજૂર કરેલા પગારમાંથી રૂ. ૨૪ કરોડ જતા કર્યા છે. અંબાણીએ દેશના ખાનગી ક્ષેત્રની સૌથી...
BJP's youth wing workers

PMના નિવાસ બહાર ભાજપના કાર્યકરો-પોલીસો વચ્ચે ઝપાઝપી

નવી દિલ્હી – ભારતીય જનતા પાર્ટીની યુવા પાંખના કાર્યકરોને વડા પ્રધાન મનમોહન સિંહના નિવાસસ્થાન ૭, રેસકોર્સ રોડની બહાર પોલીસો સાથે જોરદાર ઝપાઝપી થઈ છે. આ કાર્યકર્તાઓ કોલસાકૌભાંડ અને રેલવે લાંચ પ્રકરણ બદલ વડા પ્રધાનના રાજીનામાની માગણી કરવા તેમના નિવાસસ્થાને ધસી ગયા...