Archive: Breaking News Subscribe to Breaking News
IPL: રાજસ્થાન રોયલ્સે આરોપી ત્રિપુટીનો કોન્ટ્રાક્ટ રદ કર્યો
જયપુર – આઈપીએલ ક્રિકેટ સ્પર્ધાની રાજસ્થાન રોયલ્સ ટીમે સ્પોટ-ફિક્સિંગ કૌભાંડમાં પકડાયેલા તેના ત્રણ ક્રિકેટરો – એસ. શ્રીસંત, અજિત ચાંડિલા અને અંકિત ચવ્હાણનો કોન્ટ્રાક્ટ રદ કરી નાખ્યો છે.
બીજી બાજુ, આ ત્રણેય ખેલાડીઓની ગયા અઠવાડિયે ધરપકડ કરનાર દિલ્હી પોલીસે કોર્ટ પાસે...
નિર્ણય લેવાયો નથી: સંજયે હજી ‘અન્ડા’ સેલમાં જ રહેવું પડશે
મુંબઈ – એક ટોચના પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ, એક્ટર સંજય દત્તે થોડાક સમય સુધી અહીંની આર્થર રોડ જેલમાં ‘અન્ડા’ સેલમાં રહેવું પડશે, કારણ કે તેને મુંબઈની બહારની જેલમાં મોકલવો નહીં કે તે મુદ્દે મહારાષ્ટ્રમાં સત્તાવાળાઓ હજી મસલત કરી રહ્યા છે.
એડિશનલ ડિરેક્ટર જનરલ ઓફ...
આઈપીએલની મેચો પર સ્ટે ઓર્ડર માટે જનહિતની અરજી
નવી દિલ્હી – સ્પોટ ફિક્સિંગના કૌભાંડનો પર્દાફાશ થયા બાદ ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની હાલની છઠ્ઠી આવૃત્તિની પ્લે ઓફ્સની મેચો તથા ફાઈનલ મેચના આયોજન પર સ્ટે ઓર્ડર આપવા માટે એક લૉયરે સુપ્રીમ કોર્ટમાં જનહિતની અરજી કરી છે.
લખનઉના રહેવાસી અને વિષ્ણુ જૈન નામના એડવોકેટે...
‘૯૩ બ્લાસ્ટ્સ કેસ: ઝૈબુનિસા કાઝી ટાડા કોર્ટને શરણે આવી ગઈ
મુંબઈ – સ્પેશિયલ ટાડા કોર્ટે બિન-જામીનપાત્ર વોરંટ બહાર પાડ્યાના એક દિવસ બાદ, આજે સોમવારે ૧૯૯૩ના બ્લાસ્ટ્સ કેસની અપરાધી ઝૈબુનિસા કાઝી શરણે આવી ગઈ છે.
૭૫ વર્ષની કાઝી વ્હીલચેરમાં બેસીને ટાડા કોર્ટમાં શરણે આવી હતી.
શરણે આવવાની સુપ્રીમ કોર્ટે મૂકેલી ડેડલાઈન મુજબ શરણે...
મોદી, ગુજરાત પોલીસે ઈશરત જહાંને મારી નાખીઃ શરદ પવાર
થાણે – મુંબઈ નજીકના મુંબ્રા શહેરની રહેવાસી અને કોલેજિયન ઈશરત જહાંનું ૨૦૦૪માં કરાયેલા કથિત નકલી એન્કાઉન્ટર મામલે નરેન્દ્ર મોદીને ટાર્ગેટ બનાવતાં કેન્દ્રના કૃષિ પ્રધાન શરદ પવારે કહ્યું છે કે ગુજરાતના મુખ્ય પ્રધાન મોદી અને ગુજરાતની પોલીસે એક નિર્દોષ કોલેજ વિદ્યાર્થિનીને...
ભારત-ચીન વ્યૂહાત્મક ભાગીદારો, સારા મિત્રો છેઃ કેકિઆંગ
નવી દિલ્હી – ચીનના નવા વડા પ્રધાન લી કેકિઆંગની ભારત યાત્રાને એક ગૌરવ સમાન ગણાવીને વડા પ્રધાન મનમોહન સિંહે આજે અહીં કહ્યું છે કે બંને દેશ વચ્ચેના સંબંધો આ વિસ્તારના શાંતિપૂર્ણ વિકાસ, સ્થિરતા અને સમૃદ્ધિ માટે મહત્વનાં છે.
બીજી બાજુ, ચીનના વડા પ્રધાને ભારત અને ચીનને વ્યૂહાત્મક...
ઈન્ફોસિસને આઈટીએ ૫૭૭ કરોડનાં ટેક્સની નોટિસ ફટકારી
નવી દિલ્હી- આવકવેરા વિભાગે ૨૦૦૯-૨૦૧૦નાં વાર્ષિક કર માટે ઈન્ફોસિસને ૫૭૭ કરોડ રૂપિયાની નોટિસ પાઠવી છે. આ નોટિસનાં કારણે ભારતની બીજી મોટી આઈટી કંપની માટે કર સંબંધી ચિંતામાં વધારો થયો છે.
ઈન્ફોસિસ પહેલેથી જ ૨૦૦૫માં શરૂ થનારા નાણાકીય વર્ષ માટે અંદાજે ૧૧૭૫ કરોડની વધારાનાં...
મુંબઈ એરપોર્ટ પરથી ૩.૯૧ કરોડના હિરા ગૂમ
મુંબઈ – બેલ્જિયમમાં નિકાસ કરવા માટેના રૂ. ૩.૯૧ કરોડની કિંમતના હિરા અહીંના છત્રપતિ શિવાજી ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી ગૂમ થયા બાદ શહેરની પોલીસે કેસ નોંધ્યો છે.
સહાર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવનાર માણસ એક ડાયમંડ ટ્રેડિંગ કંપનીનો કર્મચારી છે. તેણે ગઈ ૧૬ મેએ એર કાર્ગો દ્વારા...
યુપીએ-2નું વડા પ્રધાન રિપોર્ટ કાર્ડ રજૂ કરશે
નવી દિલ્હી- યુપીએ-2ની ચોથી વર્ષગાંઠ પર બાવીસમી મેએ વડા પ્રધાન મનમોહન સિંહ પોતાની સરકારનાં નવ વર્ષનો રિપોર્ટ કાર્ડ રજૂ કરશે. કાર્યક્રમ બાદ આયોજિત ડિનર માટે યુપીએનાં સહિયોગી દળોની સાથે બહારથી સમર્થન આપી રહેલા દળોને પણ કાર્યક્રમમાં આવવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
યુપીએ-2ની...
સીમા પર શાંતિ તો સંબંધ સારા: મનમોહને કેકિઆંગને કહી દીધું
નવી દિલ્હી – વડા પ્રધાન મનમોહન સિંહે ભારતની ત્રણ દિવસની યાત્રા પર આજે અહીં આવી પહોંચેલા ચીનના વડા પ્રધાન લી કેકિઆંગ સમક્ષ લદાખમાં ચીનના સૈનિકોએ તાજેતરમાં કરેલી ઘૂસણખોરી અંગે ભારતની ચિંતા વ્યક્ત કરી હતી અને તેમને સ્પષ્ટપણે જણાવી દીધું છે કે જો સરહદ પર શાંતિ અને એખલાસ...

