Archive: Breaking News Subscribe to Breaking News
યુપીએ-2નું વડા પ્રધાન રિપોર્ટ કાર્ડ રજૂ કરશે
નવી દિલ્હી- યુપીએ-2ની ચોથી વર્ષગાંઠ પર બાવીસમી મેએ વડા પ્રધાન મનમોહન સિંહ પોતાની સરકારનાં નવ વર્ષનો રિપોર્ટ કાર્ડ રજૂ કરશે. કાર્યક્રમ બાદ આયોજિત ડિનર માટે યુપીએનાં સહિયોગી દળોની સાથે બહારથી સમર્થન આપી રહેલા દળોને પણ કાર્યક્રમમાં આવવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
યુપીએ-2ની...
સીમા પર શાંતિ તો સંબંધ સારા: મનમોહને કેકિઆંગને કહી દીધું
નવી દિલ્હી – વડા પ્રધાન મનમોહન સિંહે ભારતની ત્રણ દિવસની યાત્રા પર આજે અહીં આવી પહોંચેલા ચીનના વડા પ્રધાન લી કેકિઆંગ સમક્ષ લદાખમાં ચીનના સૈનિકોએ તાજેતરમાં કરેલી ઘૂસણખોરી અંગે ભારતની ચિંતા વ્યક્ત કરી હતી અને તેમને સ્પષ્ટપણે જણાવી દીધું છે કે જો સરહદ પર શાંતિ અને એખલાસ...
હૈદરાબાદે કોલકાતાને હરાવી પ્લે-ઓફ્સમાં સ્થાન મેળવી લીધું
હૈદરાબાદ – આઈપીએલની ૬ઠ્ઠી મોસમમાં આજે અહીં રમાયેલી છેલ્લી લીગ મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદે કોલકાતા નાઈટ રાઈડર્સને પાંચ વિકેટે હરાવીને પ્લે ઓફ્સમાં સ્થાન મેળવી લીધું છે. કોલકાતાએ ૨૦ ઓવરમાં ૭ વિકેટે ૧૩૦ રન કર્યા બાદ હૈદરાબાદે ૧૮.૫ ઓવરમાં પાંચ વિકેટના ભોગે ૧૩૨ રન કરીને...
બુકીઓ સામે ક્રિકેટ બોર્ડ ‘અપંગ’ છે: પ્રમુખ શ્રીનિવાસન
ચેન્નઈ – ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડે આજે અહીં તેની તાકીદની બેઠક યોજ્યા બાદ જણાવ્યું છે કે જો કોઈ ખેલાડી આઈપીએલ સ્પર્ધામાં કે અન્યત્ર ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સંડોવાયેલો માલૂમ પડશે તો તેની સામે ઝડપી અને કડક પગલું ભરતાં તે ખચકાશે નહીં.
બુકીઓ પર અંકુશના મામલે બીસીસીઆઈ...
રાજસ્થાન રોયલ્સ ત્રણેય ક્રિકેટરો સામે FIR નોંધાવશે
નવી દિલ્હી – આઈપીએલ ક્રિકેટ સ્પર્ધામાં સ્પોટ-ફિક્સિંગના આરોપમાં રાજસ્થાન રોયલ્સ ટીમના પોતાના અન્ય બે સાથી બોલર સાથે પકડાયેલા ફાસ્ટ બોલર એસ. શ્રીસંતને દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલની કસ્ટડીમાં રહેવું ફાવતું નથી. એ છેલ્લા ત્રણ દિવસથી સરખું ઊંઘ્યો નથી. એને જેલના બાથરૂમમાં...
૩-દિવસની યાત્રા માટે ચીનના વડા પ્રધાનનું ભારતમાં આગમન
નવી દિલ્હી – ચીનના નવા નિયુક્ત કરાયેલા વડા પ્રધાન લી કેકિઆંગ ભારતની ત્રણ દિવસની યાત્રા પર આજે બપોરે અહીં આવી પહોંચ્યા છે. દિલ્હી એરપોર્ટ પર વિદેશ ખાતાના રાજ્ય કક્ષાના પ્રધાન ઈ. એહમદે લીનું સ્વાગત કર્યું હતું.
આજે સાંજે ૭.૭૦ વાગ્યે વડા પ્રધાન મનમોહન સિંહ સાથે લીની મંત્રણા...
કોડનાનીને ફાંસીના મામલે ‘સીટ’ સુપ્રીમ કોર્ટનું માર્ગદર્શન લેશે
અમદાવાદ – ગુજરાતનાં ભૂતપૂર્વ પ્રધાન માયા કોડનાની તથા અન્ય ૯ જણને ૨૦૦૨નાં નરોડા પાટિયા રમખાણ કેસમાં ફાંસીની સજા કરાવવામાં ગુજરાત સરકારે યુ-ટર્ન લીધા બાદ સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમે (સીટ) આ મામલે સુપ્રીમ કોર્ટનું માર્ગદર્શન લેવાનું નક્કી કર્યું છે.
સીટના એક ટોચના...
મુંબઈ પોલીસે હોટેલ પર દરોડો પાડી શ્રીસંતનું લેપટોપ જપ્ત કર્યું
મુંબઈ – આઈપીએલ સ્પોટ-ફિક્સિંગ કૌભાંડના કેસમાં પકડાયેલા રાજસ્થાન રોયલ્સ ટીમના ત્રણમાંના એક ખેલાડી, એસ. શ્રીસંત અહીં જે ફાઈવ સ્ટાર હોટેલમાં ઉતર્યો હતો ત્યાં મુંબઈ પોલીસે આજે શનિવારે દરોડો પાડ્યો હતો અને શ્રીસંત જે લેપટોપ વાપરતો હતો તે જપ્ત કર્યું છે.
પોલીસે બાન્દ્રાની...
‘ડર્ટી ક્રિકેટરો’ને જેલમાં નાખવા જોઈએઃ શ્રીનિવાસન
ચેન્નઈ – ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)ના ચેરમેન એન. શ્રીનિવાસને રાજસ્થાન રોયલ્સ આઈપીએલ ટીમના ત્રણ ખેલાડીઓ – એસ. શ્રીસંત, અંકિત ચવ્હાણ અને અજિત ચાંડિલાને ‘ડર્ટી ક્રિકેટરો’ તરીકે ઓળખાવ્યા છે અને કહ્યું છે કે તેમણે જે કર્યું છે (સ્પોટ-ફિક્સિંગ) તે બદલ એમને...
દિલ્હી પોલીસની ટીમ સ્પોટ-ફિક્સિંગના નાણાં પાછા મેળવશે
નવી દિલ્હી – આઈપીએલની રાજસ્થાન રોયલ્સ ટીમના ત્રણમાંના બે ખેલાડી – અજિત ચાંડિલા અને શ્રીસંતે આઈપીએલ-6માં સ્પોટ-ફિક્સિંગ કરવાના બદલામાં બુકીઓ પાસેથી મેળવેલા નાણાં પાછા મેળવવા દિલ્હી પોલીસની એક ટૂકડીને હૈદરાબાદ અને કોલકાતા મોકલવામાં આવી છે.
બુકીઓએ શ્રીસંતને એક ઓવરમાં...

