Archive: Breaking News Subscribe to Breaking News

sanjay

સંજયના જાન પર ખતરો, આર્થર રોડ જેલને નનામો પત્ર મળ્યો

મુંબઈ- સંજય દત્તે વિશેષ ટાડા કોર્ટમાં તે અરજીને પાછી ખેંચી લીધી છે, જેમાં તેણે સ્પેશિયલ કોર્ટ સમક્ષ આત્મસમર્પણ કરવાને બદલે સીધા પુણેની યરવડા જેલમાં શરણે જવાની અરજી કરી હતી. આ અરજી પાછી લેતાંની સાથે જ હવે સંજય દત્ત કોર્ટમાં સરેન્ડર કરશે. આ પહેલા સંજયે કટ્ટરપંથિઓથી પોતાનાં...
Tihar Jail

દિલ્હી ગેંગરેપ: આરોપી વિનયને ઝેર અપાયાનો વકીલનો આરોપ

નવી દિલ્હી – ગયા વર્ષના ડિસેંબરમાં એક ચાલુ બસમાં મેડિકલ વિદ્યાર્થિની પર કરાયેલા ગેંગરેપના કેસનો એક આરોપી સાથી કેદીઓએ કરેલા હુમલા બાદ અત્યંત ગંભીર હાલતમાં છે, એવો તેના વકીલે દાવો કર્યો છે. વિનય શર્મા નામનો આરોપી ગયા મંગળવારે તિહાર જેલમાં સાથી કેદીઓએ કરેલા હુમલામાં...
Monsoon rains

ચોમાસું ૩ જૂને કેરળમાં બેસી જશેઃ હવામાન વિભાગની આગાહી

નવી દિલ્હી – હવામાન વિભાગના જણાવ્યાનુસાર, આ વર્ષે નેઋત્યનું ચોમાસું ત્રીજી જૂને દક્ષિણ ભારતીય કાંઠે બેસી જશે એવી ધારણા છે. ચોમાસું મોડું બેસવાથી દક્ષિણ તથા પશ્ચિમી ભારતના દુકાળગ્રસ્ત ભાગોમાં પરિસ્થિતિમાં સુધાર થવાનું લંબાઈ જશે. ભારતમાં નૈઋત્યનું ચોમાસું સામાન્ય...
Arvind Kejriwal

સિબ્બલ વોડાફોનને લાભ કરાવે છે: કેજરીવાલનો આરોપ

નવી દિલ્હી – આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલે નવા નિયુક્ત કરાયેલા કાયદા પ્રધાન કપિલ સિબ્બલ પર એવો આરોપ મૂક્યો છે કે વોડાફોન ટેક્સ જવાબદારીના વિવાદમાં સુપ્રીમ કોર્ટની બહાર પતાવટ કરાવી લેવા માટે તે કથિત પ્રયાસો કરી રહ્યા છે. કેજરીવાલે કહ્યું કે બ્રિટનની અગ્રગણ્ય...
Sensex , Nifty

સેન્સેક્સ ૪૯૧ પોઈન્ટ ઉછળ્યો; જાન્યુ-૧૧ પછી સૌથી ઉંચા સ્તરે

મુંબઈ – મજબૂત આંતરરાષ્ટ્રીય સંકેતો અને ભારતીય રીઝર્વ બેન્ક જૂન મહિનામાં વ્યાજના દર ઘટાડશે એવી આશામાં બુધવારે ભારતના બજારોમાં જોરદાર તેજી જોવા મળી છે. બીએસઈનો બેન્ચમાર્ક ઈન્ડેક્સ અઢી ટકા અથવા ૪૯૧ પોઈન્ટ વધીને ૨૦,૨૧૨.૯૬ પોઈન્ટનો બંધ રહ્યો જ્યારે રાષ્ટ્રીય સ્તરનો...
RBI,ICICI, HDFC, Axis banks

કોબ્રાપોસ્ટ સ્ટિંગ: ટોચની બેન્કોને આરબીઆઈની નોટિસ

મુંબઈ – વેબપોર્ટલ કોબ્રાપોસ્ટે હાથ ધરેલા ત્રણ સ્ટિંગ ઓપરેશનોના પ્રથમમાં જે ત્રણ ખાનગી બેન્કોના નામ આવ્યા છે તે આઈસીઆઈસીઆઈ બેન્ક, એચડીએફસી બેન્ક અને એક્સિસ બેન્કને ભારતીય રીઝર્વ બેન્કે કારણદર્શક નોટિસ મોકલી છે. આરબીઆઈના ખાનગી અહેવાલમાં એ વાતને સમર્થન આપવામાં આવ્યું...
CBI

સોહરાબુદ્દીન કેસમાં સીબીઆઈ મોદીને ટાર્ગેટ બનાવે છેઃ ભાજપ

નવી દિલ્હી – ભાજપના નેતાઓ વિરુદ્ધ સીબીઆઈ તપાસ એજન્સીનો દુરુપયોગ કરવામાં આવે છે એવો મુખ્ય વિરોધ પક્ષ ભાજપે આક્રોશ ઠાલવ્યો છે અને કહ્યું છે કે ૨૦૦૫ના સોહરાબુદ્દીન શેખ નકલી એન્કાઉન્ટર કેસની ચાર્જશીટમાં પાર્ટીના જે નેતાઓના નામ આરોપી તરીકે આપવામાં આવ્યા છે તેઓ એકલા...
ipl-murdered

IPLમાં સટ્ટો હારતાં હિરા વેપારીનાં પુત્રની ભત્રીજાએ હત્યા કરી

મુંબઈ- વી.પી.રોડ વિસ્તારમાં ૧૩ વર્ષનાં આદિત્ય રાંકા નામનાં બાળકનું અપહરણ કરી તેને મોતને ઘાટ ઉતારી નાખવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. જાણવા મળ્યું છે કે, અપહરણ કરનાર આદિત્યનો પિતરાઈ ભાઈ હિમાશું અને તેનો દોસ્ત વિગેશ હતા. પોલીસનાં જણાવ્યાં પ્રમાણે આરોપી હિમાંશુ આઈપીએલનાં...
kingfisher airlines

કિંગફિશર એયરલાઈન્સ વિરૂદ્ધ ફોજદારી કેસ

મુંબઈ- ઉદ્યોગપતિ વિજય માલ્યાની મુસીબતો ઓછી થવાનું નામ નથી લઈ રહી. કિંગફિશર એયરલાઈન્સનાં મોટા દેવાને વસુલવા એક તરફ બેન્ક તેમની સંપત્તિની હરાજી કરવાની તૈયારીમાં છે, ત્યાં લેણદારો કંપની વિરૂદ્ધ ફોજદારી કેસ દાખલ કરવાની તૈયારી કરી રહ્યાં છે એરપોર્ટ ઓપરેટર (એએઆઈ)એ કિંગફિશર...
raja bhaiya

ડીએસપી હત્યાકાંડ: CBIએ રાજા ભૈયાની પૂછપરછ શરૂ કરી

લખનઉ- કુંડાનાં ડીએસપી જીયા ઉલ હકની હત્યા મામલે ભૂતપૂર્વ પ્રધાન રાજા ભૈયા સીબીઆઈનાં કુંડા ઓફિસમાં પહોંચી ગયા છે. સીબીઆઈએ આ કેસમાં રાજા ભૈયાની પુછપરછ શરૂ કરી છે. આ જ કેસમાં રાજા ભૈયાનું નામ આવતા તેમણે યુપીનું પ્રધાન પદ છોડવું પડ્યું હતું. ઉલ્લેખનીય છે કે, બે માર્ચે કુંડાનાં...