Archive: Breaking News Subscribe to Breaking News

IPL 6 spot-fixing

IPL સ્પોટ-ફિક્સિંગનો સૂત્રધાર વિદેશમાં બેઠો છેઃ દિલ્હી પોલીસ

નવી દિલ્હી – ઈન્ડિયન પ્રીમિયર લીગ ક્રિકેટ સ્પર્ધાની વર્તમાન ૬ઠ્ઠી આવૃત્તિમાં સ્પોટ-ફિક્સિંગ અને મેચ-ફિક્સિંગની પ્રવૃત્તિઓ કરતા પકડાયેલા ત્રણ ખેલાડીઓએ કેવી યુક્તિઓ અજમાવી હતી તે વિશે દિલ્હીના પોલીસ કમિશનર નીરજ કુમાર અને તેમના સહયોગીએ પત્રકારોને જાણકારી આપી છે. પોલીસે...
Sanjay Dutt

સંજય દત્તે ટાડા કોર્ટમાં શરણાગતિ સ્વીકારી લીધી

મુંબઈ- સુપ્રીમ કોર્ટનાં ચુકાદા અનુસાર બોલિવુડનો અભિનેતા અને ૧૯૯૩ મુંબઈ વિસ્ફોટ કેસ અંતર્ગત ગેરકાયદેસર હથિયારો રાખવાનાં ગુના હેઠળ દોષી ઠેરવાયેલો સંજય દત્ત શરણે થવા માટે મુંબઈમાં આર્થર રોડ જેલસ્થિત સ્પેશિયલ ટાડા કોર્ટમાં પહોંચી ગયો છે. સંજય ટાડા કોર્ડ ખાતે પહોંચ્યો...
BCCI chief N Srinivasan

BCCI પ્રમુખ શ્રીનિવાસન કહે છે, IPL બંધ કરવાની જરૂર નથી

ચેન્નઈ – ઈન્ડિયન પ્રીમિયર લીગ ક્રિકેટ સ્પર્ધામાં બહાર આવેલા સ્પોટ-ફિક્સિંગ કૌભાંડથી પોતાને આંચકો લાગ્યો છે એવું ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડના પ્રમુખ એન. શ્રીનિવાસને કહ્યું છે, પણ આ એક કૌભાંડને લીધે આખી ક્રિકેટ ગેમ ભ્રષ્ટ છે અને આઈપીએલ સ્પર્ધાને બંધ કરી દેવી જોઈએ...
ajit chandiliya and ankit chavhan, sreesanth

આઈપીએલ સ્પોટ ફિક્સિંગનાં તાર દાઉદ સાથે જોડાયા

નવી દિલ્હી- આઈપીએલ સ્પોટ ફિક્સિંગમાં નવા-નવા ખુલાસાઓ થઈ રહ્યાં છે. જાણવા મળ્યું છે કે, ફિક્સિંગનાં તાર દુબઈ, અમદાવાદ, કરાંચી અને જયપુર સાથે જોડાયા છે. જુપિટર નામનો બુકી રાજસ્થાન રોયલ્સનાં સાતથી આઠ ખેલાડીઓનાં સંપર્કમાં હતો. હજુ પણ કેટલાક ખેલાડીઓની આ કેસમાં ધરપકડ થઈ શકે...
Arunachal Pradesh

મહારાષ્ટ્રના પાઠ્યપુસ્તકોમાં અરૂણાચલ પ્રદેશ ચીનનો ભાગ

મુંબઈ – મહારાષ્ટ્રમાં ૧૦મા ધોરણનાં લાખો વિદ્યાર્થીઓ માટે અરૂણાચલ પ્રદેશ ભારતનો નહીં, પણ ચીનનો ભાગ છે, કારણ કે એમનાં ભૂગોળના વિષયનાં પાઠ્યપુસ્તકોમાં આપેલા નકશામાંથી અરૂણાચલ પ્રદેશ રાજ્ય ગાયબ છે. આ ભૂલની મહારાષ્ટ્ર સરકારે ગંભીર નોંધ લીધી છે અને મહારાષ્ટ્ર સ્ટેટ બોર્ડ...
Yusuf Pathan of Kolkata Knight Riders

યુસુફની મૂર્ખામીએ કોલકાતાને IPL-6માંથી બહાર કરી દીધું

રાંચી – આજે અહીં પુણે વોરિયર્સ સામેની મહત્વની લીગ મેચમાં ૭-રનથી પરાજય થતાં કોલકાતા નાઈટ રાઈડર્સ આઈપીએલ-6માંથી આઉટ થઈ ગઈ છે. કોલકાતાની ટીમના પરાજય માટે તેનો ઓલરાઉન્ડર યુસુફ પઠાણ જવાબદાર છે, જે ઓબ્સ્ટ્રક્ટિંગ ધ ફિલ્ડ આઉટ જાહેર કરાયો હતો. ૪૪ બોલમાં ૭૨ રન કરીને યુસુફ તેની...
sanjay

સંજયના જાન પર ખતરો, આર્થર રોડ જેલને નનામો પત્ર મળ્યો

મુંબઈ- સંજય દત્તે વિશેષ ટાડા કોર્ટમાં તે અરજીને પાછી ખેંચી લીધી છે, જેમાં તેણે સ્પેશિયલ કોર્ટ સમક્ષ આત્મસમર્પણ કરવાને બદલે સીધા પુણેની યરવડા જેલમાં શરણે જવાની અરજી કરી હતી. આ અરજી પાછી લેતાંની સાથે જ હવે સંજય દત્ત કોર્ટમાં સરેન્ડર કરશે. આ પહેલા સંજયે કટ્ટરપંથિઓથી પોતાનાં...
Tihar Jail

દિલ્હી ગેંગરેપ: આરોપી વિનયને ઝેર અપાયાનો વકીલનો આરોપ

નવી દિલ્હી – ગયા વર્ષના ડિસેંબરમાં એક ચાલુ બસમાં મેડિકલ વિદ્યાર્થિની પર કરાયેલા ગેંગરેપના કેસનો એક આરોપી સાથી કેદીઓએ કરેલા હુમલા બાદ અત્યંત ગંભીર હાલતમાં છે, એવો તેના વકીલે દાવો કર્યો છે. વિનય શર્મા નામનો આરોપી ગયા મંગળવારે તિહાર જેલમાં સાથી કેદીઓએ કરેલા હુમલામાં...
Monsoon rains

ચોમાસું ૩ જૂને કેરળમાં બેસી જશેઃ હવામાન વિભાગની આગાહી

નવી દિલ્હી – હવામાન વિભાગના જણાવ્યાનુસાર, આ વર્ષે નેઋત્યનું ચોમાસું ત્રીજી જૂને દક્ષિણ ભારતીય કાંઠે બેસી જશે એવી ધારણા છે. ચોમાસું મોડું બેસવાથી દક્ષિણ તથા પશ્ચિમી ભારતના દુકાળગ્રસ્ત ભાગોમાં પરિસ્થિતિમાં સુધાર થવાનું લંબાઈ જશે. ભારતમાં નૈઋત્યનું ચોમાસું સામાન્ય...
Arvind Kejriwal

સિબ્બલ વોડાફોનને લાભ કરાવે છે: કેજરીવાલનો આરોપ

નવી દિલ્હી – આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલે નવા નિયુક્ત કરાયેલા કાયદા પ્રધાન કપિલ સિબ્બલ પર એવો આરોપ મૂક્યો છે કે વોડાફોન ટેક્સ જવાબદારીના વિવાદમાં સુપ્રીમ કોર્ટની બહાર પતાવટ કરાવી લેવા માટે તે કથિત પ્રયાસો કરી રહ્યા છે. કેજરીવાલે કહ્યું કે બ્રિટનની અગ્રગણ્ય...