Archive: Business Subscribe to Business
ડિઝલના ભાવમાં લીટરે એક રૂપિયો વધારી દેવાયો
નવી દિલ્હી – સરકારી માલિકીની ઓઈલ કંપનીઓએ ડિઝલના ભાવમાં પ્રતિ લીટર એક રૂપિયાના વધારાની આજે જાહેરાત કરી છે. નવો ભાવ ગઈ મધરાતથી અમલમાં આવી ગયો છે.
આ વધારો કેન્દ્રીય પ્રધાનમંડળે સૂચવેલા માસિક ભાવ કરતાં ડબલ છે અને ગયા જાન્યુઆરી બાદ ચોથો છે. તે વખતે સરકારે નક્કી કરેલું કે...
સેન્સેક્સ ૨૦,૦૦૦ ઉપર બંધ રહ્યો
મુંબઈ – ઓટો, કન્ઝ્યૂમર ડ્યૂરેબલ્સ, એફએમસીજી, બેન્કિંગ શેરોમાં ખૂબ મોટા પાયે ખરીદી થવાથી બોમ્બે સ્ટોક એક્સચેન્જનો બેન્ચમાર્ક સેન્સેક્સ આજે શુક્રવારે ૨૦,૦૦૦ના સાઈકોલોજિકલ આંકને પાર કરીને ૨૦,૦૮૨નો બંધ રહ્યો હતો. છેલ્લા ૧૦૦ દિવસના ગાળા બાદ સેન્સેક્સે એ આ આંક ફરી હાંસલ...
જેટ એરવેઝ ખરીદશે ૧૦૦ નવા વિમાન
નવી દિલ્હી- ભારતીય વિમાન કંપની જેટ એરવેઝ ટૂંક સમયમાં જ ૧૦૦ નવા વિમાનો ખરીદવાની તૈયારીમાં છે. કંપનીએ આટલી મોટી સંખ્યામાં વિમાન ખરીદવાનો નિર્ણય સંયુક્ત અરબ અમીરાતની વિમાન કંપની એતિહાદ એરવેઝ સાથે થયેલી ડિલ બાદ કર્યો છે. જેટે હાલમાં જ ૨,૦૬૦ કરોડ રૂપિયા (૩૭૯ મિલિયન ડૉલર)માં...
જેટ એરવેઝ ૧૫ કિલોથી વધારે સામાન ઉપર અતિરિક્ત ૨૫૦ રૂપિયા ચાર્જ કરશે
મુંબઈ – દેશની સૌથી મોટી એરલાઈન, જેટ એરવેઝે ૧૫ મેથી તેની તમામ ડોમેસ્ટિક ફ્લાઈટ્સના ઈકોનોમી ક્લાસ પર ફ્રી બેગેજ અલાવન્સને પ્રતિ પેસેન્જર ૨૦ કિલોથી ઘટાડીને ૧૫ કિલો કરવાનું નક્કી કર્યું છે, જ્યારે કેબિન બેગેજની લિમિટ અગાઉની જેમ, ૭ કિ.ગ્રા.ની જ રાખી છે.
૧૫ કિ.ગ્રા.થી વધારે...
કોબ્રાપોસ્ટ સ્ટિંગમાં ઉઘાડી પડેલી બેન્કો સામે પગલાં લેવાશે
શ્રીનગર – ભારતીય રીઝર્વ બેન્કે કહ્યું છે કે વેબપોર્ટલ કોબ્રાપોસ્ટે કરેલા ગેરરીતિ વિશેના ઘટસ્ફોટમાં જે બેન્કોના નામ આવ્યા છે તેમની સામેની તપાસ પૂરી થઈ ગઈ છે અને જો તેઓ બેન્કિંગ ધારાધોરણોનો ભંગ કરવા માટે કસુરવાર ઠરશે તો એમની સામે પગલાં લેવામાં આવશે.
આરબીઆઈ તરફથી જણાવાયું...
સેન્સેક્સ ૨૦,૦૦૦ની સપાટીને સ્પર્શ કરી ગયો
મુંબઈ – એફએમસીજી શેરોમાં ધૂમ ખરીદીને લીધે અને કર્ણાટકમાં કોંગ્રેસની થયેલી જીતથી શેરબજારમાં જોરદાર પ્રત્યાઘાતો આવ્યા છે. બજાર જોશમાં આવી ગયું છે. બીએસઈનો સેન્સેક્સ અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી આંક, બંને આજે બુધવારે તેજી સાથે બંધ રહ્યા. સેન્સેક્સ ૧૦૧ પોઈન્ટના...
મોદી સરકારનાં નિર્ણયથી નક્કી થશે પાવર કંપનીઓનું ભવિષ્ય
અમદાવાદ- ટાટા પાવર અને અદાણી ગૃપ સહિત કેટલીય કંપનીઓનાં વિશાળ પાવર પ્લાન્ટ્સનું ભવિષ્ય ગુજરાત સરકારનાં લેવાનારા પગલાથી નક્કી થવાનું છે. વિજળી દરોમાં વધારાની સાથે આ પ્લાન્ટ્સને ચલાવવું ફાયદાકારક નિવડશે. ગુજરાત સરકાર આ મામલે કંપનીઓને વાત કરી નિવેડો લાવવા માંગે છે પરંતુ...
વિન્ડોઝ-8ના લાઈસન્સનો આંકડો પહોંચ્યો ૧૦ કરોડ પર
નવી દિલ્હી – માઈક્રોસોફ્ટે વિન્ડોઝ-8 લોન્ચ કર્યું તેના છ મહિનામાં જ તેના લાઈસન્સના વેચાણમાં ૧૦ કરોડનો આંક હાંસલ કરી લીધો છે.
માઈક્રોસોફ્ટની આ નવી ઓપરેટિંગ સિસ્ટમ ટચ-બેઝ્ડ કમાન્ડ્સ માટે ડિઝાઈન કરવામાં આવી છે. તે છતાં એપલ અને સેમસંગ જેવા ઉત્પાદકોના વર્ચસ્વવાળી ટેબ્લેટ...
બેન્કોએ કિંગફિશરની મિલકતો વેચીને ૧૦૦૦ કરોડ ઊભા કર્યા
નવી દિલ્હી – સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાએ કહ્યું છે કે લેણદારોનું જૂથ આર્થિક કટોકટીમાં સપડાયેલી કિંગફિશર એરલાઈન્સ પાસેથી બાકી નીકળતા નાણાં વસુલ કરવાના પ્રયાસો કરી રહ્યું છે અને રૂ. ૮૦૦-૧૦૦૦ કરોડ મેળવી પણ લીધા છે.
એસબીઆઈના ચેરમેન પ્રતિપ ચૌધરીના જણાવ્યા મુજબ, કિંગફિશર એરલાઈન્સ...
એર ઈન્ડિયા ચેક-ઈન બેગેજ પર ચાર્જિસ વધારશે
મુંબઈ – એર ઈન્ડિયા ચેક-ઈન માટે ટૂંક સમયમાં જ એક નવો ચાર્જ વસુલ કરવાની છે. આ નવી પદ્ધતિ આવતા ત્રણ-ચાર દિવસોમાં અમલમાં આવશે.
નવી પદ્ધતિ હેઠળ, પેસેન્જરોને ૧૫ કિ.ગ્રા. ફ્રી ચેક-ઈન બેગેજ લઈ જવા દેવામાં આવશે. હાલ આ લિમિટ ૨૦ કિ.ગ્રા.ની છે. તે પછીના પ્રત્યેક એકસ્ટ્રા પાંચ કિ.ગ્રા....

