Archive: Chitralekha News Subscribe to Chitralekha News

Chitralekha Group’s Mitrajit Bhattacharya

‘ચિત્રલેખા’ના મિત્રજિત ભટ્ટાચાર્ય ‘એઆઈએમ’ના નવા પ્રમુખ

નવી દિલ્હીમાં યોજાયેલી ‘એઆઈએમ’ (ઍસોસિયેશન ઑફ ઈન્ડિયન મૅગેઝિન)ની વાર્ષિક બેઠકમાં ‘ચિત્રલેખા’ના પ્રમુખ અને પ્રકાશક મિત્રજિત ભટ્ટાચાર્યની વર્ષ ૨૦૧૪-૧૫ માટે ‘એઆઈએમ’ના પ્રમુખ તરીકે વરણી થઈ છે. આ પહેલાં પ્રમુખપદ ‘વર્લ્ડવાઈલ્ડ ગ્રુપ’ના તરુણ રાય સંભાળતા હતા. ‘એઆઈએમ’ના...

‘ચિત્રલેખા’ નાટ્ય સ્પર્ધા-૨૦૧૪: ‘ચિત્રલેખા’ શ્રેષ્ઠ નાટક, પ્રવીણ પાનપાટીલ શ્રેષ્ઠ અભિનેતા, મોના ગોહિલ શ્રેષ્ઠ અભિનેત્રી

મુંબઈ – રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ પ્રાયોજિત અને ભવન્સ કલ્ચરલ સેન્ટર-અંધેરી દ્વારા આયોજિત ‘ચિત્રલેખા નાટ્ય સ્પર્ધા-૨૦૧૪’ (આઠમા વર્ષની સ્પર્ધા)માં શ્રેષ્ઠ નાટકોના વર્ગમાં પ્રથમ ઈનામ જીત્યું છે દિપકમલ થિયેટર્સ (લુણાવાડા)ના નાટક ‘ચિત્રલેખા’એ. તો શ્રેષ્ઠ અભિનેતા...

આમ ભવ્યતાથી ઊજવાઈ ગયો…ચિત્રલેખા વૉચ વર્લ્ડ એવૉર્ડ્સ એનાયત સમારંભ…

ચોથા વૉચ વર્લ્ડ એવૉર્ડ્સમાં ‘બ્રિટલિંગ ઈમર્જન્સી ઈંઈં’ બની વૉચ ઑફ ધ યર.. સમયસૃષ્ટિની પળેપળની ખબર આપતા તથા સમયસૃષ્ટિમાં જેનું નામ આદર સાથે લેવામાં આવે છે એવા અતિ લોકપ્રિય સાપ્તાહિક ચિત્રલેખા ગ્રુપના વૉચ વર્લ્ડ સામયિકે તાજેતરમાં ગુરગાંવમાં આવેલી વેસ્ટિન હોટેલમાં...

‘ચિત્રલેખા-BSE સેમિનાર’: શૅરબજારનો બૂરો સમય રોકાણ માટે ખરો સમય ગણાય!

તાજેતરમાં ભાવનગર-ગાંધીનગર-આણંદ-વાપી તથા મુંબઈ ખાતે ‘ચિત્રલેખા’એ ‘બૉમ્બે સ્ટૉક એક્સચેન્જ’ના વિશેષ સહયોગથી રોકાણકારોને માર્ગદર્શન આપતા પરિસંવાદનું આયોજન કર્યું, જેમાં આર્થિક જગતના નામી નિષ્ણાતોએ આપેલાં સચોટ સલાહ-સૂચનને વાચકો-રોકાણકારોએ વધાવી લીધાં હતા. શેરબજારની...

‘ચિત્રલેખા’ના પત્રકાર દેવાંશુ દેસાઈને ‘મધુર યાત્રા’ માટે એવોર્ડ

મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાત સાહિત્ય અકાદમી વીર નર્મદ જન્મજયંતીની યાદગાર ઉજવણી… આ પ્રસંગે વિવિધ ક્ષેત્રની નામાંકિત વ્યક્તિઓને પારિતોષિક આજે કવિ નર્મદની જન્મજયંતી છે એની ગુજરાતમાં કેટલાને ખબર હશે એની મને ખબર નથી. કદાચ ત્યાં એકેય સમારંભ કે ઉજવણીનું આયોજન થયું નહીં હોય,...

સુરતીઓએ આગવી સ્ટાઈલમાં આપી ‘વાચકો સાથે સંવાદ’ને દાદ

સુરત – સદા અગ્રસર સાપ્તાહિક ‘ચિત્રલેખા’ એના વ્હાલા વાચકો સાથેના સંવાદના કાર્યક્રમ સાથે શનિવાર, ૨૦ જુલાઈના સમી વરસાદી સાંજે સુરતમાં હતું. લહેરીલાલા કહેવાતા સુરતીઓએ પોતાના મિજાજનો પરચો પણ ‘ચિત્રલેખા’ ટીમને આપ્યો. વાચકોના ગમા-અણગમાની સાથે એમની અપેક્ષાઓ જાણવાના...

તારક મહેતા ગુજરાતના પ્રતિષ્ઠિત ‘ગૌરવ પુરસ્કાર’થી સમ્માનિત

અમદાવાદ – ‘ચિત્રલેખા’માં ચાર દાયકાથી ધૂમ મચાવતી કૉલમ ‘દુનિયાને ઊંધાં ચશ્માં’ના વિખ્યાત સર્જક તથા હાસ્યલેખક તારક મહેતાને આજે અહીં ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા ગુજરાતનો પ્રતિષ્ઠિત ‘સાહિત્ય ગૌરવ પુરસ્કાર’ એનાયત કરવામાં આવ્યો છે. ગુજરાતી ભાષામાં સર્વોત્કૃષ્ટ...

નોખા અનુભવોનું અનોખું આલેખન…

‘ચિત્રલેખા’ દ્વારા પ્રકાશિત ‘લાઈફ મની કાન્ય બાય’ કોફીટેબલ બુકનું વિમોચન રશિયન સાહિત્યકાર મૅક્સિમ ગોર્કીથી લઈને દુનિયાના શ્રેષ્ઠતમ સાહિત્યકાર-ચિત્રકાર-ફિલ્મસર્જકોએ જ્યાં બેસીને પોતાનાં ઉત્તમ સર્જન કલાપ્રેમીને આપ્યાં એ ઈટાલીના કેપ્રી આઈલૅન્ડનાં ભૂરાં જળમાં...

‘ચિત્રલેખા’નો ૬૩મું વર્ષ પૂર્ણ કરી ૬૪મા વર્ષમાં મંગળપ્રવેશ

છેલ્લા ૬૩ વર્ષથી ગુજરાતી ભાષામાં પ્રસારિત થતું, જાણીતું અને લોકપ્રિય થયેલું એકમાત્ર સાપ્તાહિક મેગેઝિન એટલે ચિત્રલેખા. ચિત્રલેખા એ એક ગુજરાતી ભાષામાં પ્રસારિત થતું સાપ્તાહિક મેગેઝિન છે. ચિત્રલેખા સાપ્તાહિકનો પહેલો અંક ઇ.સ. ૧૯૫૦માં અગ્રગણ્ય પત્રકાર અને સંસ્થાપક શ્રી...