Chitralekha » Chitralekha News

‘ચિત્રલેખા’ના પત્રકાર દેવાંશુ દેસાઈને ‘મધુર યાત્રા’ પુસ્તક માટે એવોર્ડ
‘ચિત્રલેખા’એ ફરી એક વધુ સિદ્ધિનું શિખર સર કર્યું છે. મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમી દર વરસે વિવિધ શ્રેણીમાં શ્રેષ્ઠ પુસ્તકોને એવોર્ડ આપીને નવાજે છે. સાહિત્ય અકાદમીએ ૨૦૧૧ના વરસમાં નવલકથા, ટૂંકી વાર્તા, લલિત નિબંધ, નાટક, કાવ્ય અને બાળસાહિત્ય માટે પ્રગટ થયેલાં પુસ્તકોમાંથી શ્રેષ્ઠ પુસ્તક માટે પ્રથમ અને દ્વિતીય પારિતોષિક જાહેર કર્યાં છે, જેમાં ‘ચિત્રલેખા’ના વરિષ્ઠ પત્રકાર દેવાંશુ દેસાઈ લિખિત ‘મધુર યાત્રા’ પુસ્તકને લલિત નિબંધ શ્રેણીમાં પ્રથમ પારિતોષિક (રૂ. ૧૫ હજાર) પ્રાપ્ત થયું છે.

‘મધુર યાત્રા’ એટલે ડો. કવિ સુરેશ દલાલના શબ્દોમાં કહીએ તો ‘ચિત્રલેખા’નાં સંસ્થાપક મધુરીબહેન કોટકની જીવનકથા છે…

આ પુસ્તકના લોકાર્પણ વખતે પૂજ્ય મોરારિબાપુએ કહ્યું હતું કે ‘ચિત્રલેખા’ના સંસ્થાપક વજુ કોટક અને મધુરીબહેનના સંઘર્ષનો ચિતાર આ પુસ્તકમાં બહુ જ રસપ્રદ શૈલીમાં દેવાંશુ દેસાઈએ ઝીલ્યો છે.

તારક મહેતા ગુજરાતના પ્રતિષ્ઠિત ‘ગૌરવ પુરસ્કાર’થી સમ્માનિત
અમદાવાદ – ‘ચિત્રલેખા’માં ચાર દાયકાથી ધૂમ મચાવતી કૉલમ ‘દુનિયાને ઊંધાં ચશ્માં’ના વિખ્યાત સર્જક તથા હાસ્યલેખક તારક મહેતાને આજે અહીં ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા ગુજરાતનો પ્રતિષ્ઠિત ‘સાહિત્ય ગૌરવ પુરસ્કાર’ એનાયત કરવામાં આવ્યો છે. ગુજરાતી ભાષામાં સર્વોત્કૃષ્ટ સાહિત્યપ્રદાન માટે પ્રતિ વર્ષ એક શ્રેષ્ઠ સાહિત્યકારને આ પુરસ્કાર આપવામાં આવે છે.

અહીંના એચ.કે. હોલ ખાતે આજે સાંજે આ એવોર્ડ એનાયત કાર્યક્રમનું આયોજન કરાયું હતું.

વર્ષ-૨૦૧૧ માટેનો ‘ગૌરવ પુરસ્કાર’ અમદાવાદનિવાસી જાણીતા હાસ્યલેખક તારક મહેતાને તથા વર્ષ-૨૦૧૨ માટેનો પુરસ્કાર સુરતસ્થિત પ્રસિદ્ધ પીઢ સાહિત્યકાર ભગવતીકુમાર શર્માને એનાયત કરાયો છે. બન્ને સાહિત્યકારને ગુજરાતના રમતગમત અને સાંસ્કૃતિકમંત્રી રમણલાલ વોરાના હસ્તે ‘ગૌરવ પુરસ્કાર’ એનાયત કરવામાં આવ્યો છે, જેમાં એક લાખ રૂપિયાનો ચેક, ગૌરવ પુરસ્કાર તથા શાલનો સમાવેશ થાય છે.

ગુજરાત સાહિત્ય અકાદમીના મહામાત્ર અને કવિ હર્ષદ ત્રિવેદીએ કહ્યા મુજબ શ્રેષ્ઠ ગુજરાતી સાહિત્યસર્જન માટે વર્ષ ૧૯૮૩થી પ્રત્યેક વર્ષે એક સાહિત્યકારને ‘ગૌરવ પુરસ્કાર’ આપવામાં આવે છે. વર્ષ ૨૦૦૬થી ૨૦૧૦ સુધીમાં અનુક્રમે ચંદ્રકાંત શેઠ, અમૃતલાલ વેગડ, વર્ષા અડાલજા, કુમારપાળ દેસાઈ અને વિનેશ અંતાણીને ‘ગૌરવ પુરસ્કાર’થી સમ્માનિત કરવામાં આવ્યાં હતાં.

નોખા અનુભવોનું અનોખું આલેખન…
‘ચિત્રલેખા’ દ્વારા પ્રકાશિત ‘લાઈફ મની કાન્ય બાય’ કોફીટેબલ બુકનું વિમોચન

રશિયન સાહિત્યકાર મૅક્સિમ ગોર્કીથી લઈને દુનિયાના શ્રેષ્ઠતમ સાહિત્યકાર-ચિત્રકાર-ફિલ્મસર્જકોએ જ્યાં બેસીને પોતાનાં ઉત્તમ સર્જન કલાપ્રેમીને આપ્યાં એ ઈટાલીના કેપ્રી આઈલૅન્ડનાં ભૂરાં જળમાં વિહરતી યૉટના પ્રવાસથી લઈને સ્વિત્ઝરલૅન્ડમાં જેટ ઉડાડવાની થ્રિલ, રાજા-મહારાજાઓ સાથે તેજીલા તોખાર પલાણી પોલો રમવાનો રોમાંચ, ટોકિયોમાં સુમો પહેલવાનોની દિલધડક કુસ્તી તથા એવા પહેલવાનો સાથે પરિચય, એક હળવા સ્પર્શ માત્રથી લોહીના ફુવારા ઉડાડી દેતી ધારદાર સમુરાઈ (જપાની તલવાર)ના ઘડવૈયા સાથે એક સાંજ…

આ બધાં એવાં સુખસાહ્યબી-રોમાંચ છે, જે પૈસા ખર્ચતાં પણ મળે નહીં… સદા અગ્રસર સાપ્તાહિક ‘ચિત્રલેખા’ના પ્રકાશક-પ્રેસિડન્ટ મિત્રજિત ભટ્ટાચાર્યએ દેશ-દુનિયામાં આવાં સાહસ-રોમાંચ-વૈભવ માણ્યાં છે. એટલું જ નહીં, એને શબ્દો દ્વારા આલેખી પુસ્તક સ્વરૂપે પ્રકાશિત કર્યાં છે. આ અંગ્રેજી પુસ્તકનું શીર્ષક છે: લાઈફ મની કાન્ટ બાય…

૧૬ એપ્રિલ, ૨૦૧૩ના મંગળવારે જાણીતી અભિનેત્રી શબાના આઝમીએ આવા નોખા-અનોખા અનુભવની વાત માંડતી કૉફીટેબલ બુક ‘લાઈફ મની કાન્ટ બાય’નું વિમોચન કર્યું. ઉલ્લેખનીય છે કે ‘ચિત્રલેખા’ દ્વારા પ્રકાશિત (કુલ પાનાં ૮૪, કિંમત: ૮૯૫ રૂપિયા, વિતરક: જયકો) આ પુસ્તકની પ્રસ્તાવના લખી છે: ભારતીય ક્રિકેટટીમના ભૂતપૂર્વ કૅપ્ટન તથા હાલ બોલી બોલીને વિક્રમ નોંધાવી રહ્યા છે એવા જાણીતા ભૂતપૂર્વ ક્રિકેટખેલાડી રવિ શાસ્ત્રીએ.

મુંબઈના મહાલક્ષ્મી રેસકોર્સ પર આવેલી ‘ટોટ ઑન ધ ટર્ફ’ રેસ્ટોરાં- બારમાં કૉર્પોરેટ-માર્કેટિંગ-મિડિયા અને મનોરંજનજગતની જાણીતી અને માનીત હસ્તીઓની હાજરી વચ્ચે પુસ્તકનું વિમોચન કરતાં શબાના આઝમીએ કહ્યું કે પુસ્તક પર એક નજર કર્યા બાદ મારો પહેલો પ્રતિભાવ એ છે કે એમાંના લેખ કુદરત પ્રત્યે સુષુપ્ત બની ગયેલી આપણી સંવેદના જગાવે છે… આપણને કુદરતની સમીપે મૂકી આપે છે.

મિત્રજિત ભટ્ટાચાર્યનું આ પહેલું જ પુસ્તક છે. વિમોચન બાદ પોતાના પ્રતિભાવ આપતાં એ કહે છે:

‘આ પુસ્તકમાં છેલ્લા એક દાયકા દરમિયાન થયેલા અવિસ્મરણીય અનુભવ મેં સચિત્ર આલેખ્યા છે… હું મારી જાતને બહુ ભાગ્યશાળી માનું છું કે ભાગ્યે જ ખેડવા મળે એવાં પ્રવાસ, રોમાંચ, થ્રિલ મને મારી કામગીરીના ભાગ રૂપે માણવા મળ્યાં. મને આશા છે કે મારા અનુભવો, મેં ખેડેલાં સાહસ, રોમાંચ વાચકોને એક જુદી જ સૃષ્ટિમાં લઈ જશે.’

પુસ્તકપ્રકાશન બાદની પાર્ટીમાં વિવિધ ક્ષેત્રના મહેમાનોમાં કૉર્પોરેટજગતમાંથી અનિલ ધીરુભાઈ અંબાણી ગ્રુપના યોગેશ દેસાઈથી લઈને વિધાનસભ્ય ક્રિશ્ના હેગડે, બોલીવૂડમાંથી દિગ્દર્શક સંજય છેલ, અભિનેતા શ્રેયસ તળપદે, વગેરે હતા તો નાટ્યજગતના અરવિંદ જોશી, પ્રવીણ સોલંકી, મિહિર ભૂતા, ઉત્કર્ષ મઝુમદાર, ગાયક-સંગીતકાર ઉદય મઝુમદાર, મીનળ પટેલ, ભવન્સના લલિત શાહ, કમલેશ મોતા, અમી ત્રિવેદી અને માનસી પારેખ-ગોહિલ હાજર રહ્યાં તો ટીવીજગતમાંથી કલર્સ ચૅનલના સીઈઓ રાજ નાયક, નિર્માતા જમનાદાસ મજીઠિયા-જેડી, આશિત કાપડિયા, આસિત મોદી, નિર્માતા-દિગ્દર્શક ધર્મેશ મહેતા, કલાકારો દિશા વાકાણી, શ્યામ પાઠક હતાં. મિડિયાજગતની વાત કરીએ તો ટાઈમ્સ નાઉના અરણબ ગોસ્વામી, મુંબઈ સમાચારના તંત્રી નીલેશ દવે, વરિષ્ઠ ગઝલ મર્મજ્ઞ રમેશ પુરોહિત, નાટ્યસમીક્ષક ઉત્પલ ભાયાણી, વરિષ્ઠ પત્રકાર ભાવના સોમૈયા તથા પિન્કી દલાલ, નંદિની ત્રિવેદી, વગેરે ખાસ ઉપસ્થિત રહ્યાં. સેક્સોલૉજિસ્ટ ડૉ. પ્રકાશ કોઠારી, અવાજની દુનિયાના જાદુગર હરીશ ભીમાણીએ પણ એમની હાજરી ખાસ નોંધાવી.

એક નોંધનીય વાત એ છે કે પુસ્તકવેચાણની અમુક આવકમાંથી ફૂટ ઍન્ડ માઉથ પેન્ટિંગ આર્ટિસ્ટ્સનાં ચિત્રો ખરીદવામાં આવ્યાં છે. મોં અને પગની મદદથી શ્રેષ્ઠ કહેવાય એવાં ચિત્રો સર્જતા અપંગ ચિત્રકારનાં ચિત્રો પણ આ પ્રસંગે ખાસ રાખવામાં આવ્યાં હતાં, જેને નિહાળી મહેમાનોએ આવી અનોખી ચિત્રકળાને બિરદાવી હતી.

- કેતન મિસ્ત્રી

(આ પ્રસંગની ફોટોગેલેરી માટે ક્લિક)

‘ચિત્રલેખા’નો ૬૩મું વર્ષ પૂર્ણ કરી ૬૪મા વર્ષમાં મંગળપ્રવેશ
છેલ્લા ૬૩ વર્ષથી ગુજરાતી ભાષામાં પ્રસારિત થતું, જાણીતું અને લોકપ્રિય થયેલું એકમાત્ર સાપ્તાહિક મેગેઝિન એટલે ચિત્રલેખા. ચિત્રલેખા એ એક ગુજરાતી ભાષામાં પ્રસારિત થતું સાપ્તાહિક મેગેઝિન છે. ચિત્રલેખા સાપ્તાહિકનો પહેલો અંક ઇ.સ. ૧૯૫૦માં અગ્રગણ્ય પત્રકાર અને સંસ્થાપક શ્રી વજુ કોટક દ્વારા મુંબઇ ખાતેથી બહાર પાડવામાં આવ્યો હતો. આ સામયિકના સહ-સંસ્થાપક મધુરી કોટક અને પથદર્શક તરીકે પ્રખ્યાત લેખક તેમ જ સાહિત્યકાર શ્રી હરકિસન મહેતા હતા. હાલમાં આ સામયિકના ચેરમેનપદે મૌલિક કોટક તેમજ તંત્રીપદે ભરત ઘેલાણી છે.

[[Show as slideshow]]

ચિત્રલેખામાં સમાચાર, સાંપ્રત ઘટનાઓ, સંસ્કૃતિ જેવા વિષયો પર લેખો ઉપરાંત વાહ ભાઈ વાહ, શબ્દોની સોનોગ્રાફી, જસ્ટ, એક મિનિટ, દેશ-દુનિયા, કાર્ડિયોગ્રામ, દુનિયાને ઊંધા ચશ્માં, નવલકથા જેવી નિયમિત કટારો પ્રસિદ્ધ થાય છે. આ પૈકીની હાસ્ય લેખની શ્રેણી ‘દુનિયાને ઊંધાં ચશ્માં’ પર આધારિત ટીવી સિરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ પણ ખૂબ જ લોકપ્રિય નિવડી છે.

હવે તમને એ પણ જણાવી દઈએ કે, ચિત્રલેખામાં કામ કરવાની શૈલી શું રહી છે?

“સમય ક્યાં વિસામો ખાય છે અમારા જીવનમાં, વિસર્જન થાય છે નિત…નિત નવું સર્જન પણ કરી લઈએ છીએ” સમયનાં સથવારે કહો કે ઘડિયાળનાં કાંટે અમે પળેપળની ચર્ચિત માહિતીઓ આપવા તૈયાર રહીએ છીએ. રાત હોય કે દિવસ, સવાર હોય કે સાંજ, સમાચારની સરવાણી વહેતી રહે તે માટે અમારો પ્રત્યેક મિડિયાકર્મી સજાગ છે. પ્રજાનાં પ્રશ્નોની પીડાને અમે આપીએ છીએ વાચા. વાત તેલનાં ખેલની હોય કે પછી પેટ્રોલ-ડિઝલનાં ભાવની..તમામ સ્થિતિ પર અમારી સચોટ નજર હોય છે. બ્રેકિંગ ન્યૂઝ હોય કે પછી તાજા ખબર અમારી ટીમ સતત અપડેટ થતી જ રહે છે.

ન્યુઝનું એનાલિસીસ થાય અને ભૂલની સમીક્ષા પણ થાય. કંઈક નવું કરવાની મથામણ અને મહેનત પણ આદરાય. વાચકો એટલે કે તમારા સુધી વધુ ઝડપથી અને બારીકાઈથી સમાચાર કે અહેવાલની તલસ્પર્શી માહિતી પિરસાય તેની રણનીતિ પણ અહીં જ ઘડાય છે. અત્યારસુધીનાં નિરંતર પ્રયાસોથી ચિત્રલેખાએ તેનાં વાચકોનાં પ્રેમ દ્વારા ગગનચુંબી સિદ્ધિ હાંસલ કરી છે. વાચકોએ ચિત્રલેખાને જે પ્રેમ અને આદર આપ્યો છે તે માટે ચિત્રલેખા સૌનું આભારી છે.

ફરી એક વાર ‘ચિત્રલેખા’ની એક નવી સિદ્ધિ… મહેશ શાહને એવોર્ડ
‘ચિત્રલેખા’ અમદાવાદના વરિષ્ઠ પત્રકાર મહેશ શાહને શ્રેષ્ઠ અહેવાલ માટે પ્રથમ પુરસ્કાર

પત્રકારો તથા પત્રકારોના પરિવારના ઉત્કર્ષ માટે પ્રવૃત્ત સંગઠન ગુજરાત મિડિયા ક્લબ (જીએમસી) દ્વારા એના સાતમા સ્થાપનાદિનની ઉજવણી પ્રસંગે ૨૩ માર્ચે અમદાવાદની કર્ણાવતી ક્લબ ખાતે આયોજિત ખાસ સમારોહમાં શ્રેષ્ઠ અહેવાલ (ગુજરાતી) માટે ‘ચિત્રલેખા’, અમદાવાદના ચીફ રિપોર્ટર મહેશ શાહને ‘સંદેશ’ દૈનિકના એડિટોરિયલ ઍડ્વાઈઝર અને જાણીતા પત્રકાર તથા જીએમસીના નવવરિત પ્રમુખ પદ્મશ્રી દેવેન્દ્ર પટેલના હસ્તે રૂપિયા પચ્ચીસ હજારનો ચેક, પ્રમાણપત્ર અને શાલ અર્પણ કરવામાં આવ્યાં.

‘ચિત્રલેખા’માં ૨૭ ફેબ્રુઆરી, ૨૦૧૨ના અંકમાં પ્રકાશિત થયેલી ઈન્વેસ્ટિગેટિવ સ્ટોરી ‘શરાફ બની ગયો સાધુ માટે’ મહેશ શાહને ગુજરાત મિડિયા ક્લબ દ્વારા આ વર્ષથી શરૂ થયેલો પ્રથમ ‘જીએમસી એવૉર્ડ ફૉર બેસ્ટ ન્યૂઝ રિપોર્ટ: પ્રિન્ટ-ગુજરાતી’ એનાયત કરવામાં આવ્યો છે. જ્યુરીએ મૌલિક, કલાત્મક, માહિતીનું સુયોગ્ય અર્થઘટન, ગુણવત્તાયુક્ત લેખન, રજૂઆત એ દ્વારા સ્પષ્ટ થતો ઉદ્દેશ, સંદર્ભ અને અસરકારકતા એમ કુલ આઠ માપદંડમાં ‘ચિત્રલેખા’ના આ અહેવાલને શ્રેષ્ઠ ગણ્યો છે.

જીએમસી દ્વારા આ વખતે સૌપ્રથમ વાર બેસ્ટ સ્ટોરી: પ્રિન્ટ-ગુજરાતી, બેસ્ટ સ્ટોરી: પ્રિન્ટ-હિંદી-અંગ્રેજી, બેસ્ટ ફોટોગ્રાફર, બેસ્ટ ટીવી સ્ટોરી અને લાઈફટાઈમ અચીવમેન્ટ એમ કુલ પાંચ એવૉર્ડ આપ્યા, જેમાં જન્મભૂમિ ગ્રુપના કચ્છના દૈનિક કચ્છમિત્રના તંત્રી કીર્તિભાઈ ખત્રીને લાઈફટાઈમ અચીવમેન્ટ એવૉર્ડ આપવામાં આવ્યો. જ્યુરીમાં સર્વશ્રી ડૉ. બકુલ ધોળકિયા (અદાણી ઈન્સ્ટિટ્યૂટ ઑફૅ મેનેજમેન્ટ), વાય.કે. અલઘ (પૂર્વ કેન્દ્રીય મંત્રી તથા સેન્ટ્રલ ગુજરાત યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર), જયનારાયણ વ્યાસ (પૂર્વ રાજ્યમંત્રી અને ટેક્નોક્રેટ), પદ્મશ્રી દેવેન્દ્ર પટેલ અને આર.કે. મિશ્રા (બન્ને સિનિયર પત્રકાર)એ સેવા આપી.

‘શરાફ બની ગયો સાધુ’ લેખનું કેન્દ્રવર્તી પાત્ર એલ.ટી. શ્રોફ (લક્ષ્મીનારાયણ તુલસીદાસ ઠક્કર)ની અમદાવાદમાં એક સમયે જાણીતા ફાઈનાન્સર (શરાફ) અને સેલિબ્રિટીઝ સાથે સંબંધ ધરાવતા શોખીન વગદાર કરોડપતિ તરીકે ગણના થતી. ધંધામાં ભારે ખોટથી થયેલી પડતી અને પારિવારિક અકલ્પનીય કઠિનાઈના સંજોગોમાં એમણે પોતાનું જીવન ટૂંકાવવાનો નિષ્ફળ પ્રયત્ન કર્યો. એ બાદ ૨૦૦૩માં સાધુવેશ ધારણ કરીને એલ.ટી. સ્વામી લલિતાનંદ બન્યા.’રાજા રંક બની જાય’ એ જાણીતી ઉક્તિના શ્રેષ્ઠ જીવંત ઉદાહરણ સમા એલ.ટી.ના જેવી હૃદયસ્પર્શી સત્યઘટના મહેશ શાહે પાંચેક મહિનાની જહેમત બાદ ‘ચિત્રલેખા’માં સવિસ્તર આલેખી હતી, જે બદલ એમને આ પ્રતિષ્ઠિત પુરસ્કાર પ્રાપ્ત થયો. આ સ્ટોરીના ફોલોઅપ રૂપે ‘ચિત્રલેખા’એ એલ.ટી.એ જીવિત હોવા છતાંય એમના નામનું મરણનું ખોટું પ્રમાણપત્ર તૈયાર કરવાના ગુનાહિત કૃત્યની ભીતર જવાનો પણ પ્રયાસ કર્યો હતો. (ચિત્રલેખા: ૨૫ જૂન, ૨૦૧૨). ‘ચિત્રલેખા’ સાથે બે દાયકાથી સંકળાયેલા વરિષ્ઠ પત્રકાર મહેશ શાહને ‘ચિત્રલેખા’ પરિવાર દ્વારા વિશેષ અભિનંદન.

ચિત્રલેખા નાટ્ય સ્પર્ધા ૨૦૧૩ : સાતમા વર્ષે પણ સુપર હિટ!
'કર્માધીન'ની વિજેતા ટીમઃ શ્રેષ્ઠ નાટક-દિગ્દર્શક-અભિનેતા ફરઝાન કરંજિયાને પારિતોષિક નીરજ વોરાને હસ્તે એનાયત થયું.

ગુરુવાર, ૨૪ જાન્યુઆરી, ૨૦૧૩ની સાંજે મુંબઈસ્થિત ભવન્સ કલ્ચરલ સેન્ટર (અંધેરી)ના પ્રાણગંગા ઓપન ઍર થિયેટરમાં લતા મંગેશકરના કર્ણપ્રિય સ્વરમાં ‘બાજે રે મૂરલિયા’ ગુંજી ઊઠ્યું ત્યારે એકેએક દર્શકનાં હૈયાં ડોલી ઊઠ્યાં. જી હાં, કથ્થકગુરુ બિરજુ મહારાજની શિષ્યા સૌમા કૈકણી અને એમનાં સાથી નૃત્યકારોએ ગીત-સંગીત-નૃત્યની મહેફિલ રચીને ચિત્રલેખા નાટ્યસ્પર્ધા-૨૦૧૩ના હાઉસ પૅક્ડ પારિતોષિક વિતરણસમારોહને યાદગાર બનાવી દીધો.

એક ગીત-નૃત્યની રજૂઆત પછી કેટલાંક પારિતોષિકનું વિતરણ, નિર્ણાયકો-આયોજકોનાં ટૂંકાં વ્યક્તવ્ય અને ઉદ્બોધક એવા યુવા કવિ મુકેશ જોશીના સ-રસ સંચાલને સમગ્ર કાર્યક્રમને રસાળ બનાવ્યો.

'અંતિમ અપરાધ'ના શ્રેષ્ઠ દિગ્દર્શક વિરલ રાચ્છને દ્વિતીય પારિતોષિકની ટ્રોફી અદાકાર જે.ડી. તથા યશપાલ શર્માએ એનાયત કરી

અહીં યાદ કરાવી દઈએ કે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ પ્રાયોજિત અને ભવન્સ કલ્ચરલ સેન્ટર (અંધેરી) આયોજિત ચિત્રલેખા નાટ્યસ્પર્ધા-૨૦૧૩નો ફાઈનલ રાઉન્ડ મુંબઈમાં યોજાયો, જેમાં આઠ નાટકની રજૂઆત થઈ. ફાઈનલ રાઉન્ડનાં નિર્ણાયકો જાણીતા નાટ્યલેખક વિહંગ મહેતા, રંગભૂમિના જાણીતા દિગ્દર્શક-અભિનેતા કમલેશ મોતા અને નિર્માત્રી સુશીલા ભાટિયાએ વિજેતાનાં નામ નક્કી કરવા માટે ખાસ્સી મથામણ કરવી પડી, કારણ કે અમુક કૅટેગરીમાં કાંટે કી ટક્કર થઈ.

ખાસ કરીને સુરતની સંસ્થા ‘કરંજિયા આર્ટ્સ’ના નાટક ‘કમાર્ધીન’ અને જામનગરની ‘થિયેટર પીપલ’ દ્વારા નિર્મિત ‘અંતિમ અપરાધ’ વચ્ચે તગડી સ્પર્ધા થઈ. ‘અંતિમ અપરાધે’ કુલ ૯ ઈનામ લઈને સોપો પાડી દીધો તો ‘કર્માધીને’ ૬ પારિતોષિક મેળવ્યાં. જો કે શ્રેષ્ઠ નાટક, શ્રેષ્ઠ દિગ્દર્શક-શ્રેષ્ઠ અભિનેતા (બન્ને ફરઝાન કરંજિયા) જેવાં પ્રતિષ્ઠિત ઈનામ ‘કર્માધીન’ મેળવી ગયું.

'કર્માધીન'ની શ્રેષ્ઠ અભિનેત્રી નીકિતા વાન (તૃતીય)ને પારિતોષિક એનાયત કર્યું જાણીતા ટીવી અભિનેત્રી લુબના સલીમ તથા દિગ્દર્શક સલીમ આરીફે...

બીજી તરફ, ‘અંતિમ અપરાધ’ને શ્રેષ્ઠ નાટક (દ્વિતીય), શ્રેષ્ઠ દિગ્દર્શક (દ્વિતીય-વિરલ રાચ્છ), શ્રેષ્ઠ અભિનેતા (દ્વિતીય-જય વિઠલાણી), શ્રેષ્ઠ સહાયક અભિનેતા (વિરલ રાચ્છ), શ્રેષ્ઠ નાટ્યકૃતિ (ડૉ. રઈશ મણિયાર), શ્રેષ્ઠ કળાનિર્દેશન (ડૉ. રઈશ મણિયાર-ચેતન કણિયા) તથા શ્રેષ્ઠ સંગીતરચના (પીયૂષ ખખ્ખર) જેવાં પારિતોષિક મળ્યાં.

અન્ય ઈનામમાં શ્રેષ્ઠ નાટક કૅટેગરીનું તૃતીય પારિતોષિક સુરતની ‘અસ્તિત્વ’ સંસ્થાના નાટક ‘બા સાહેબ’ને મળ્યું. શ્રેષ્ઠ દિગ્દર્શનનું તૃતીય ઈનામ પંકજ પાઠકજી (એન.વી. જાલન અમર છે)ને ફાળે ગયું. ‘એન.વી. જાલન અમર છે’ના કલાકાર સંજય પરમાર શ્રેષ્ઠ અભિનેતા (તૃતીય ઈનામ) લઈ ગયા તો એ જ નાટકનાં તૃપ્તિ ઉપાધ્યાય શ્રેષ્ઠ અભિનેત્રી સાબિત થયાં. શ્રેષ્ઠ અભિનેત્રીનું દ્વિતીય અને તૃતીય પારિતોષિક અનુક્રમે શ્રદ્ધા ઝા (ખુશાલીનો વન્સ મોર) અને નીકિતા વાન (કર્માધીન)ને મળ્યું.

અમુક કૅટેગરીમાં કલાકારો વચ્ચે સ્પર્ધા એટલી જોરદાર હતી કે નિર્ણાયકોએ ઈનામને વિભાજિત કરવા પડ્યાં. દાખલા તરીકે, શ્રેષ્ઠ સહાયક અભિનેતા-દ્વિતીયનું પારિતોષિક ‘અંતિમ અપરાધ’ના રોહિત હરિયાણી અને ‘કર્માધીન’ના ચિરાગ ત્રિવેદી વચ્ચે વહેંચી આપવું પડ્યું. બીજી તરફ, શ્રેષ્ઠ સહાયક અભિનેત્રીનું પ્રથમ ઈનામ ‘વ્હાલના વારસદાર’ માટે ધ્વનિ ત્રિવેદીને મળ્યું તો દ્વિતીય ઈનામ નેહા ગુસાણી (અંતિમ અપરાધ) અને કિંજલ પંડ્યા (ખુશાલીનો વન્સ મોર) વચ્ચે વહેંચી આપવું પડ્યું.

ચોથા વર્ષે પણ ચિત્રલેખા ‘એ લિસ્ટ’માં…
એડ્વર્ટાઈઝિંગ, મિડિયા અને માર્કેટિંગ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલી ટોચની પાંચસો હસ્તીની યાદીમાં ‘ચિત્રલેખા ગ્રુપ’ના પ્રમુખ-પ્રકાશક મિત્રજિત ભટ્ટાચાર્યને સતત ચોથા વર્ષે પણ સ્થાન મળ્યું છે.

‘એ લિસ્ટ’ તરીકે ઓળખાતી આ યાદી ‘કેમ્પેઈન ઈન્ડિયા’ તરફથી બહાર પાડવામાં આવે છે. આપણા અર્થતંત્રના પૈડાને સતત ફરતું રાખવામાં જેમનો મોટો ફાળો છે એવા ભારતના શ્રેષ્ઠ વ્યાવસાયિકોને એક છત્ર હેઠળ સ્થાન આપતી આ યાદી છે.

આ વર્ષનું ‘એ લિસ્ટ’ ૩૧ ઓક્ટોબર, ૨૦૧૨ના દિવસે મુંબઈની તાજ લેન્ડ્સ એન્ડમાં ‘હૅમાર્કેટ ગ્રુપ’ દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યું હતું. અગાઉ વર્ષો સુધી કાળા રંગના પુસ્તકાકારે પ્રગટ કરવામાં આવતું ‘એ લિસ્ટ’ આ વખતે લાલ રંગના મોટા ફોર્મેટમાં છે. યાદીમાં સામેલ હસ્તીના ઈન્ટરવ્યૂની બદલે આ વખતે એમનો ટૂંકો પરિચય, એમની સિદ્ધિ અને પોતાની સંસ્થા માટેના વિઝનની રૂપરેખા આ પુસ્તકમાં છે.

‘એ લિસ્ટ’ એવી પરંપરા છે, જે ‘કેમ્પેઈન’ની યુકે શાખાએ આશરે ત્રીસથી વધુ વર્ષથી જાળવી રાખી છે. ‘કેમ્પેઈન’ પખવાડિક એડ્વર્ટાઈઝિંગ ઈન્ડસ્ટ્રીનું બાઈબલ ગણાય છે. આંતરરાષ્ટ્રીય કક્ષાએ માન્યતા પ્રાપ્ત મિડિયા બ્રાન્ડ ગણાતી ‘કેમ્પેઈને’ ૧૯૬૮થી યુકે અને ઈન્ટરનેશનલ એડ્વર્ટાઈઝિંગ માર્કેટ કવર કરી છે.

પાંચ શહેર… પાંચ હસ્તી ને વાત ‘ચિત્રલેખા’ વિશેષાંકની…
‘ચિત્રલેખા’ના દળદાર વાર્ષિક વિશેષાંકનું ગુરુવારે એકસાથે પાંચ શહેરમાં પાંચ જાણીતી હસ્તીના હાથે એક જ સમયે વિમોચન કરવામાં આવ્યું હતું. કોઈ પણ સામયિકના વિશેષાંકનું વિભિન્ન શહેરોમાં એક જ સમયે લોકાર્પણ કરવાનો આ પહેલો અવસર હતો.

‘ચિત્રલેખા’ની લોકપ્રિય કટાર ‘દુનિયાને ઊંધાં ચશ્માં’ના સર્જક તારક મહેતાએ અમદાવાદમાં આ વિશેષાંકનું વિમોચન કર્યું તો રાજકોટમાં ખાદીગ્રામોદ્યોગ કમિશનના ચૅરમૅન અને જાણીતા ગાંધીવાદી દેવેન્દ્ર દેસાઈએ આ વિશેષાંકનું લોકાપર્ણ કર્યું. બીજી તરફ, મુંબઈમાં ફાઈનાન્સિયલ ટેક્નોલોજિસના ચૅરમૅન જિજ્ઞેશ શાહના હસ્તે ‘ચિત્રલેખા વાર્ષિક વિશેષાંક-૨૦૧૨’નું વિમોચન કરવામાં આવ્યું તો વડોદરામાં ચિત્રકાર ગુલામ મોહમ્મદ શેખ અને સુરતમાં મનોચિકિત્સક-સાહિત્યકાર ડૉ. મુકુલ ચોક્સીએ આ અંકને વાચકો સમક્ષ મૂક્યો.

તારક મહેતાના હસ્તે વિશેષાંકનું વિમોચન

આ અવસરે અમદાવાદમાં વાર્તાકાર કાજલ ઓઝા-વૈદ્યની ખાસ ઉપસ્થિતિ હતી તો રાજકોટમાં ‘ચિત્રલેખા’ ટીમ, મુંબઈમાં ‘ચિત્રલેખા’ના તંત્રી ભરત ઘેલાણી અને વરિષ્ઠ પત્રકાર હીરેન મહેતા, વડોદરામાં ‘ચિત્રલેખા’ ટીમ અને સુરતમાં જાણીતા કવિ-લેખક ડૉ. રઈશ મણિયાર તથા યુવા કવિ-વાર્તાકાર એશા દાદાવાળા અને ‘ચિત્રલેખા’ના વરીષ્ઠ પત્રકાર કેતન મિસ્ત્રી હાજર રહ્યાં હતાં.

૬૨મા વર્ષમાં પ્રવેશેલા ‘ચિત્રલેખા’ના આ વિશેષાંકમાં વિભિન્ન ક્ષેત્રની ખ્યાતનામ વ્યક્તિઓ વાત કરે છે કેટલાક ગેમ ચેન્જર ગણી શકાય એવા વ્યક્તિવિશેષની, જેમણે એમનાં ક્ષેત્રમાં પરિવર્તનનો પવન ફૂંક્યો. એવી જ રીતે કેટલીક ઘટનાની, જે આપણા બધા માટે પરિવર્તનનો પ્રારંભ પુરવાર થઈ.

૬૨માં વર્ષના આ વિશેષાંકની સાથે ૬૨ યશસ્વી ગુજરાતીઓની ઓળખ આપતી વિશેષ પૂર્તિ પણ પ્રગટ કરવામાં આવી છે.

- અને હા, છેલ્લાં બે વર્ષની પ્રણાલી મુજબ હિંદી ફિલ્મઉદ્યોગના ત્રણ સુપરસ્ટાર દેવ આનંદ, શમ્મી કપૂર અને રાજેશ ખન્નાનાં ૬૨ સદાબહાર ગીતોની એક સીડી પણ ભેટ આપવામાં આવી છે.

વૉચ વર્લ્ડ એવૉર્ડ્સ 2012 : એક યાદગાર સાંજ
‘હેરી વિન્સ્ટન ઓપસ 12′ બની પ્રતિષ્ઠિત ‘વૉચ વર્લ્ડ વૉચ ઓફ ધ યર 2012′ એવોર્ડ વિજેતા, ટાઈટનના મેનેજિંગ ડિરેક્ટર ભાસ્કર ભટ વૉચ ઉદ્યોગમાં આપેલા વિશિષ્ટ યોગદાન માટેનો એવોર્ડ

'હેરી વિન્સ્ટન'ના જ્વેલરી બ્રાન્ડ મેનેજર યાસ્મીના ખુદ્જા (ડાબે) પ્રીતિ ઝીન્ટા અને સેનેગલના એમ્બેસેડર એમાડુ મુસ્તફા ડાયુફના હસ્તે 'ફેશન વોચ ઓફ ધ યર' એવોર્ડ સ્વીકારે છે.

નવી દિલ્હી : હોરોલોજીના ક્ષેત્રમાં સૌથી પ્રતિષ્ઠિત પ્રકાશન એટલે ‘ચિત્રલેખા’ ગ્રુપનું વૉચ વર્લ્ડ. આ પ્રકાશન દ્વારા ઓક્ટોબર ૧૨, ૨૦૧૨ના રોજ અહીંથી નજીકના ગુડગાંવસ્થિત પુલમેન હોટેલ ખાતે ત્રીજા વાર્ષિક વૉચ વર્લ્ડ એવૉર્ડ્સ સમારંભનું આયોજન કરાયું.

ઘડિયાળ ઉત્પાદનકળા ક્ષેત્રમાં શાનદાર નિવડેલા આ કાર્યક્રમમાં દુનિયાભરની અગ્રગણ્ય વૉચ બ્રાન્ડ્સ અને વૉચ મેકર્સનું મિલન સર્જાયું. સેલિબ્રિટીઝની હાજરીને લીધે આ ઝાકઝમાળભર્યો કાર્યક્રમ દમદાર બની રહ્યો. ‘ચિત્રલેખા’ના પ્રેસિડન્ટ અને પબ્લિશર મિત્રજિત ભટ્ટાચાર્યના નિરીક્ષણ હેઠળની જ્યૂરીમાં સામેલ હતા, માસ્ટર વૉચમેકર એન્તોઈન સિમોનિન, જે વૉચમેકિંગમાં પાંચ દાયકાનો અનુભવ ધરાવે છે, જાણીતાં ઈમેજ કન્સલ્ટન્ટ છાયા મોમાયા, જાણીતા ડિઝાઈનર પ્રિયદર્શિની રાવ, ક્રિકેટ કોમેન્ટેટર રવિ શાસ્ત્રી. તદુપરાંત માર્કેટ ગેટના જાણીતા માર્કેટિંગ કન્સલ્ટન્ટ્સ શ્રીપાદ નાડકર્ણી તથા શારદા અગ્રવાલ પણ ખરા… આ તમામે ચર્ચા-વિચારણા કરીને પ્રોડક્ટ એવૉર્ડ્સ વર્ગમાં ૧૧ કેટેગરી અને માર્કેટિંગ એન્ડ મર્કેન્ડાઈઝિંગ એવૉર્ડ્સ વર્ગમાં પાંચ કેટેગરીમાં અગ્રગણ્ય વૉચીસને એવોર્ડ આપ્યાં.

આ કાર્યક્રમમાં કાર્ટિયે, હેરી વિન્સ્ટન, ઝેનિથ, હ્યુબ્લો, બુલ્ગારી, ટેગ હ્યુઅર, ડીઓર, ગ્રુબલ એન્ડ ફોર્સે, બ્રેટલિંગ, કોરમ, પરમિજિયાની, રોમેન જેરોમી, સિકો, સિટીઝન, ટાઈટન, ટાઈમેક્સ, એચવાયટી, રોટરી સહિત બીજી ઘણી વિશ્વવિખ્યાત ટાઈમકીપિંગ બ્રાન્ડ્સની હાજરી જોવા મળી હતી. આ વર્ષનો ‘વૉચ ઓફ ધ યર’ એવૉર્ડ હાંસલ કરવા માટે આ તમામ બ્રાન્ડ વચ્ચે તીવ્ર અને રસાકસીભરી સ્પર્ધા જોવા મળી હતી. જેમાં અંતે હેરી વિન્સ્ટન બાજી મારી ગઈ.

આ પ્રસંગે મિત્રજિત ભટ્ટાચાર્યે પોતાની ટિપ્પણીમાં કહ્યું કે, ‘વૉચ વર્લ્ડ એવૉર્ડ્સની આ ત્રીજી આવૃત્તિની સફળતા ફ્રેન્ચાઈઝે મેળવેલી સફળતાને દોહરાવે છે અને હોરોલોજી ઉદ્યોગ અંતર્ગત એક જોડાણનું નિર્માણ કર્યું છે. વૈભવી બ્રાન્ડ્સને એક જ છત્ર હેઠળ લાવવા પાછળનો અમારો ઉદ્દેશ્ય ટેકનિકલ નાવિન્યની તેમજ નિપુણ સર્જકોની ઘડિયાળકળાની સરાહના કરવા એક સમાન મંચનું નિર્માણ કરવાનો છે. આ પ્રસંગ માનવ જીવનના સૌથી મોટા ગુરુ – સમયની ઊજવણી કરવા આપણી જિંદગીમાં તેનાં મહત્વનું સમ્માન કરવાનો છે.’

પ્રોડક્ટ કેટેગરીમાં વિજેતાઓ છે – ‘ગ્રુબેલ ફોર્સે જીએમટી’, જેણે જીત્યો છે એવૉર્ડ ‘કોમ્પ્લિકેટેડ વૉચ ઓફ ધ યર’. ‘હ્યુબ્લો ઓસનોગ્રાફિક 4000′ ઘડિયાળે જીત્યો ‘સ્પોર્ટ્સ વૉચ ઓફ ધ યર’ એવૉર્ડ, ‘રોમેન જેરોમી’ સ્ટીમપુન્ક ‘રેડ’ ક્રોનોગ્રાફે જીત્યો ‘વૉચ વિથ બેસ્ટ ડિઝાઈન’ એવૉર્ડ, હેરી વિન્સ્ટન ઓપસ 12 અને એચવાયટી H1, બંનેએ જીત્યો ‘બેસ્ટ કન્સેપ્ટ વૉચ ઓફ ધ યર’ એવૉર્ડ. તો ‘કાર્ટિયે’ પોકેટ વૉચ ગ્રેન્ડી કોમ્પ્લિકેશન સ્કેલીટનને પસંદ કરવામાં આવી ‘બેસ્ટ લિમિટેડ એડિશન વૉચ ઓફ ધ યર’ એવૉર્ડ માટે.

જોત ઈમ્પેક્સના સીઈઓ ગુરિન્દર સાહનીએ આ પ્રસંગે કહ્યું કે, ‘ભારતીય માર્કેટની દ્રષ્ટિએ વૉચ વર્લ્ડ એવૉર્ડ્સ ખૂબ વિશિષ્ટ મંચ બન્યો છે. નવા નવા વર્ષે આ એવૉર્ડ સમારંભ યોજવા બદલ અમે વૉચ વર્લ્ડ ટીમને અભિનંદન આપીએ છીએ. જિનીવામાં રોમેન જેરોમી સ્થિત અમારી ટીમની વતી હું આ વર્ષની પ્રતિષ્ઠિત ડિઝાઈન કેટેગરીમાં જીત મેળવવા બદલ ગર્વની લાગણી મહેસુસ કરું છું.’

'હેરી વિન્સ્ટન'ના જ્વેલરી બ્રાન્ડ મેનેજર યાસ્મીના ખુદ્જા 'વૉચ ઓફ ધ યર 2012' એવોર્ડ સ્વીકારે છે. એમની સાથે નજરે છે, અમર સિંહ, જયા પ્રદા, નેહા ધુપીયા, જોટ ઈમ્પેક્સના ડિરેક્ટર ગુરિન્દર સાહની, 'ચિત્રલેખા' ગ્રુપના પ્રેસિડેન્ટ અને પબ્લિશર મિત્રજિત ભટ્ટાચાર્ય.

જ્યૂરીએ ‘બુલ્ગારી સર્પેન્ટી’ને ‘જ્વેલરી વૉચ ઓફ ધ યર’ એવૉર્ડ આપ્યો તો ‘હેરી વિન્સ્ટન’ લેડિઝ મિડનાઈટ મૂન ફેઝને ‘ફેશન વૉચ ઓફ ધ યર’ એવૉર્ડથી સમ્માનિત કરી. ‘ધ વૉચ વિથ મોસ્ટ ઈનોવેટિવ મટિરીયલ’ એવૉર્ડ માટે ‘હ્યુબ્લો’ બિગ બેન્ગ ફેરારી મેજિક ગોલ્ડની પસંદગી કરવામાં આવી તો ‘સિકો’ એસ્ટ્રોન જીપીએસની નવાજિશ કરાઈ ‘વૉચ વિથ હાઈએસ્ટ યુટિલિટી’ એવૉર્ડથી. એવી જ રીતે, ‘વૉચ વિથ ધ આર્ટિસ્ટિક એક્સેલન્સ’ એવૉર્ડ અપાયો ‘કાર્ટિયે’ પ્રોમિનેડ ડી’યુન પેન્ટીઅરને તો ‘ટેગ હ્યુઅર’ની ફોર્મ્યુલા 1 લેડી સ્ટીલ એન્ડ સિરેમિક ડાયમંડ ડાયલે જીત્યો ‘વેલ્યૂ ફોર મની વૉચ ઓફ ધ યર’ એવૉર્ડ.

જ્યૂરી સભ્ય એન્તોઈન સિમોનિને કહ્યું કે, ‘આ વર્ષની જ્યૂરીમાં પણ સભ્ય બનવાનો હું ગર્વ મહેસુસ કરું છું. આ વર્ષે બ્રાન્ડ્સની સંખ્યામાં તેમજ નોમિનેશન્સની ગુણવત્તામાં ખાસ્સો એવો વધારો થયો છે. હોરોલોજી ઉદ્યોગ માટે આ ખૂબ સારી વાત છે. આ ત્રીજા વર્ષમાં ગ્લોબલ બ્રાન્ડ્સ તરફથી મળેલો પ્રતિસાદ જોઈને અને વૉચ વર્લ્ડ એવૉર્ડ્સે આટલા ટૂંકા સમયગાળામાં જે લોકપ્રિયતા હાંસલ કરી છે એ જોઈને મને બહુ ખુશી થઈ છે. આ એવૉર્ડ્સ વધુ ને વધુ પ્રતિષ્ઠા હાંસલ કરે અને એક અવિસ્મરણીય ફ્રેન્ચાઈઝ બને એવી મારી શુભેચ્છા છે.’

પ્રોડક્ટ કેટેગરીમાં તીવ્ર સ્પર્ધા જોવા મળી હતી, પણ માર્કેટિંગ કેટેગરીમાં ‘ટાઈમેક્સ’ હેલિક્સને ફાળે આવ્યો ‘બેસ્ટ માર્કેટિંગ કેમ્પેન ઈન પ્રિન્ટ’ એવોર્ડ. ‘ટાઈટન HTSE’ ને મળ્યો ‘બેસ્ટ માર્કેટિંગ કેમ્પેન ઓન ટેલિવિઝન’ એવોર્ડ. જ્યારે ‘બેસ્ટ ઈન-સ્ટોર મર્કેન્ડાઈઝ’ એવોર્ડ જીત્યો ‘હ્યુબ્લો’ બ્રાન્ડે, પેરિસની ‘બ્રિટલિંગ રુ ડી લા પેઈક્સે’ પ્રાપ્ત કર્યો ‘બેસ્ટ બુટિક’ એવૉર્ડ. ‘પરમિજિયાની’ સેટો-ડી’ઓક્સ ઈન્ટરનેશનલ બલૂન ફેસ્ટિવલ 2012ને ઘોષિત કરાઈ ‘બેસ્ટ ઓર્ગેનાઈઝ્ડ ઈવેન્ટ’.

ટાઈટન ઈન્ડસ્ટ્રીઝના મેનેજિંગ ડિરેક્ટર ભાસ્કર ભટનું બહુમાન કરાયું વિશેષ એવૉર્ડ આપીને, તેમણે વૉચ ઉદ્યોગમાં આપેલા યોગદાન માટે.

આ પ્રસંગે પોતાના સંબોધનમાં બીન્સ્ટોક બ્રાન્ડ કન્સલ્ટિંગના અશોક ગોએલે કહ્યું કે, ‘વૉચ વર્લ્ડ એવૉર્ડ્સ ‘ચિત્રલેખા’ ગ્રુપનો વિચારશીલ અને નિષ્પક્ષ પ્રોજેક્ટ છે. વર્ષ દરમિયાનની શ્રેષ્ઠ કલાનું બહુમાન કરવા ઉપરાંત એ નવા સંભવિત ગ્રાહકોને મળીને ભારતની લક્ઝરી વૉચ માર્કેટનો વ્યાપ વધારવામાં મદદરૂપ પણ થાય છે. હ્યુબ્લોટ, પરમિજિયાની ફ્લુ્રીઅર, એચવાયટી, બ્રિટલિંગ વગેરે જેવી લગભગ તમામ બ્રાન્ડ્સનું અમે ભારતમાં પ્રતિનિધિત્વ કરીએ છીએ અને આ વર્ષના એવૉર્ડ્સમાં વિજેતા બનવાનો અમે ગર્વ અનુભવીએ છીએ.’

અનેક સિતારાઓથી સભર એવૉર્ડ્સ સંધ્યામાં પ્રીતિ ઝીન્ટા, નેહા ધુપીયા, સાગરિકા ગાટગે, વીર દાસ, ઝોઆ મોરાની, મસાબા ગુપ્તાએ હાજરી આપી હતી. તદુપરાંત, સેનેગલનાં એમ્બેસેડર એમાડુ મુસ્તફા ડાયુફ, કઝાખસ્તાનના એમ્બેસેડર દૌલત કુઆનીશેવ, મોલ્ડોવાના ઓનરરી કોન્સલ પુરુષોત્તમ ભગેરીઆ, ગિની બિસૉના ઓનરરી કોન્સલ કમલકુમાર ગુપ્તા, ફાયો-ક્વિઝીન્સ એન્ડ કોન્સેપ્ટ્સના વિનીત વાધવા, ઈબીબો ગ્રુપના સીઈઓ આશિષ કશ્યપ, રાજકારણીઓ અમર સિંહ અને જયા પ્રદા તેમજ પેજ-3 સેલિબ્રિટીઝ, ઉદ્યોગપતિઓ તથા ઉદ્યોગ ક્ષેત્રના આગેવાનો પણ હાજર રહ્યા હતા.

એવૉર્ડ સંધ્યાનો આરંભ પ્રી-એવૉર્ડ એરિયામાં એવૉર્ડ્સ સેરેમની પૂર્વેના કોકટેલ સેશનથી થયો હતો. જે દરમિયાન નોમિનેટેડ બ્રાન્ડ્સનું એક એક્ઝિબિશન યોજવામાં આવ્યું હતું. વીર દાસના પરફોર્મન્સ બાદ એવૉર્ડ એનાયત સમારંભનો આરંભ થયો હતો.

વૉચ વર્લ્ડ એવૉર્ડ્સની આગલી બે આવૃત્તિની જેમ ત્રીજી આવૃત્તિ પણ ચમકદમક, ગ્લેમર અને ઝાકઝમાળભરી રહી. એવૉર્ડ્સ નાઈટ -2012 ખરેખર એક અવિસ્મરણીય અનુભવ બની રહ્યો.

શાનદાર… જાનદાર… દમદાર! વૉચ વર્લ્ડ એવોર્ડ્સ-૨૦૧૨
‘વૉચ વર્લ્ડ એવૉર્ડ્સ’નો ત્રીજો મણકો નવી દિલ્હીમાં દબદબાભેર યોજાઈ રહ્યો છે ત્યારે જાણી લો, આ નોખા-અનોખા એવૉર્ડ્સની વાત.

ટિક્ ટિક્ ટિક્…

અવળી ગણતરી શરૂ થઈ ગઈ છે. સમયના સાચા પહેરેદારોને, સાચા સમયપ્રહરીઓને સમ્માનવાનો સમય આવી ગયો છે.

વાત છે ‘ચિત્રલેખા’ જૂથ દ્વારા યોજાતા વૉચ વર્લ્ડ એવૉર્ડ્સની… ‘ચિત્રલેખા’નો આ અંક આપ વાંચતા હશો એ મંગળ દિવસે એટલે શુક્રવાર, ૧૨ ઑક્ટોબરે, ‘ધ વૉચ વર્લ્ડ

એવૉર્ડ્સ’નો દબદબાભેર સમારોહ નવી દિલ્હીની પાદરે આવેલા ગુડગાંવમાં યોજાવાની તૈયારી ચાલતી હશે. ઉલ્લેખનીય છે કે લગભગ નવ વર્ષથી ‘ચિત્રલેખા’ દેશ-વિદેશની ઘડિયાળ વિશેનું ઉત્તમ સામયિક ‘વૉચ વર્લ્ડ’ અંગ્રેજી-ગુજરાતી એમ બે ભાષામાં પ્રકાશિત કરે છે.

છેલ્લાં બે વર્ષથી ‘ચિત્રલેખા’ જૂથ વિવિધ શ્રેણી હેઠળ સમયસૃષ્ટિનાં શ્રેષ્ઠ સમ્માન એનાયત કરે છે. હવે ત્રીજા વર્ષમાં આ સમારોહ બન્યો છે વધુ મોટો, વધુ ગજાદાર.

આ વર્ષે દેશ-વિદેશની અનેક કંપનીએ એવૉર્ડ્સમાં ઉમળકાભેર ભાગ લીધો છે ને વિવિધ કૅટેગરીમાં પોતાની એન્ટ્રી મોકલી છે, જેમ કે કાર્તિયે, હૅરી વિન્સ્ટન, ઝેનિથ, હુબ્લો, બુલ્ગારી, ટૅગ હ્યુઅર, ડિઓર, ગ્રૂબેલ ઍન્ડ ફોર્સે, બ્રિટલિંગ, કોરમ, પારમિજિયાની, રોમેન જેરોમ, સેકો, સિટિઝન ને ઘરઆંગણાની ટાઈટન, વગેરે, વગેરે.

આ રસપ્રદ વૉચ એવૉર્ડ્સમાં સૌથી કૉમ્પ્લિકેટેડ ઘડિયાળથી લઈને બેસ્ટ જ્વેલરી, બેસ્ટ સ્પોર્ટ્સ, બેસ્ટ કૉન્સેપ્ટ, વગેરે વિવિધ કૅટેગરીમાં એવૉર્ડ્સ આપવામાં આવે છે. સર્વોચ્ચ એવૉર્ડ હોય છે: વૉચ ઑફ ધ યર!

ગઈ ૧૨ ઓગસ્ટે વિવિધ ક્ષેત્રના નિષ્ણાતોની બનેલી જ્યુરીએ મુંબઈની તાજ લૅન્ડ્સ એન્ડ હોટેલમાં આખો દિવસ ગાળી, લાંબી ચર્ચા-વિચારણા બાદ વિવિધ કૅટેગરીની વિજેતા ઘડિયાળ પસંદ કરી. જ્યુરીની આ બેઠકનું સંચાલન કર્યું ‘ચિત્રલેખા’ જૂથના પ્રેસિડન્ટ-પબ્લિશર મિત્રજિત ભટ્ટાચાર્યએ.

આ વર્ષના નિર્ણાયકો છે:

પીઢ અનુભવી વોચમેકર એન્તોઈન સિમોનિન

સ્વિત્ઝરલૅન્ડના પીઢ-અનુભવી વૉચમેકર એન્તોઈન સિમોનિન. ૧૯૭૬થી વૉચમેકર્સ ઑફ સ્વિત્ઝરલૅન્ડ ટ્રેનિંગ ઍન્ડ એજ્યુકેશનલ પ્રોગ્રામના ડિરેક્ટર રહેલા એન્તોઈન સિમોનિન ઍન્ટિક વૉચ તથા ઘડિયાળસર્જનના કડીબદ્ધ ઈતિહાસની જાણકારીમાં એમનો જોટો જડે એમ નથી. જો કે એ જ્યુરીની બેઠકમાં અનિવાર્ય સંજોગવશાત્ હાજર રહી શક્યા નહોતા, પણ એમણે વિડિયો કૉન્ફરન્સ દ્વારા ચર્ચા કરી.

બીજાં હતાં ખ્યાતનામ ફૅશનડિઝાઈનર પ્રિયદર્શિની રાવ. ૧૯૯૬થી દેશ-દુનિયાના ક્લાયન્ટ્સ માટે પોશાક ડિઝાઈન કરતાં પ્રિયદર્શિની રાવની ખાસિયત છે: સ્ટાઈલ સાથે કમ્ફર્ટ પણ મળે એવાં વસ્ત્ર ડિઝાઈન કરવાં.

એમનું કહેવું છે કે જે રીતે મને આ આખી પ્રક્રિયા તથા દરેક ઘડિયાળ વિશે ઊંડાણપૂર્વક સમજણ આપવામાં આવી એ અનુભવ અકલ્પનીય હતો.

જ્યુરી મેમ્બર્સ વચ્ચેની લાંબી ચર્ચા-વિચારણા બાદ પસંદગી પામ્યા વિવિધ કેટેગરીના એવોર્ડ્સ

એ પછી થોડા સમય પહેલાં જ જેમને પ્રતિષ્ઠિત કચ્છશક્તિ એવૉર્ડથી નવાજવામાં આવ્યાં એ લાઈફ કોચ તથા ગ્રૂમિંગ તેમ જ અનેક અત્યંત ઊંચી કિંમતની લક્ઝરી બ્રાન્ડ્સનાં ઈમેજ કન્સલ્ટન્ટ છાયા મોમાયા. સતત બાવીસ વર્ષથી કૉર્પોરેટ્સ, ઈન્ડસ્ટ્રિયલિસ્ટ્સ, મોડેલ્સ, ઍક્ટર્સ, ઍરલાઈન સ્ટાફ, સૌંદર્યસમ્રાજ્ઞી તથા પૉપસ્ટાર્સને ગ્રૂમિંગ, એટિકેટના પાઠ ભણાવતાં છાયા મોમાયાને આ વર્ષે કેલ્વિનેટર ગ્રેટ વીમેન એવૉર્ડ્સથી પણ સમ્માનવામાં આવ્યાં છે. જ્યુરી વચ્ચે કેવી ચર્ચા-વિચારણા, દલીલ થયાં એ

વિશે એ કહે છે: ‘ચિત્રલેખા વૉચ વર્લ્ડ એવૉર્ડ્સનું આ મારું બીજું વર્ષ છે. મને ખાસ તો એ વાત ગમી કે કઈ ઘડિયાળ શા માટે પસંદ કરવામાં આવી એ વિશે તંદુરસ્ત ચર્ચા થઈ. ઉદાહરણ તરીકે, બેસ્ટ ઈનોવેટિવ વૉચ વિશે અમારે જોરદાર દલીલ થઈ. મને ખાસ તો એચવાયટીની એચવન ઘડિયાળ બહુ ગમી. આ અસામાન્ય ઘડિયાળ બે પ્રવાહીની મદદથી સમય બતાવે છે: એક, ગ્રીન ને બીજું ક્લિયર. સામાન્ય રીતે ઘડિયાળના ઉત્પાદકો પાણી સામે રક્ષણ આપતી ઘડિયાળનો દાવો કરતા હોય છે, જ્યારે

આ ઘડિયાળની અંદર પાણી છે ને એ સમય બતાવે છે એ વાત જ કેટલી રોમાંચક છે…’

ત્રીજા જ્યુરી મેમ્બર છે: ભારતીય ક્રિકેટટીમના ભૂતપૂર્વ કૅપ્ટન અને કેટલાક ટોચના કૉમેન્ટેટરમાંના એક રવિ શાસ્ત્રી. ૧૮ વર્ષની વયે ક્રિકેટકરિયર શરૂ‚ કરનારા રવિ શાસ્ત્રી ક્રિકેટ સિવાય જાણીતા છે એમની ફૅશન-સ્ટાઈલની સૂઝ માટે. બૅટિંગ-બોલિંગ-ફીલ્ડિંગનું મૂલ્યાંકન કરતા રવિ માટે ઘડિયાળનાં મૂલ્યાંકન એ સાવ નવી પિચ હતી.

'ચિત્રલેખા'ના મિત્રજિત ભટ્ટાચાર્ય-પ્રિદર્શિની રાવ-છાયા મોમાયા, રવિ શાસ્ત્રી: રોમાંચક અનુભવ

એ ચિત્રલેખાને કહે છે: ‘આ આખો અનુભવ મારે માટે બહુ જ એક્સાઈટિંગ રહ્યો… ઘડિયાળ કાંડે બાંધીને નીકળીએ એ એક વાત ને એના સો-દોઢસો વર્ષના ઈતિહાસમાં, એની સર્જનપ્રક્રિયા, એનાં ટેક્નિકલ પાસાં, વગેરે જાણવું એ બીજી વાત. મને ઘણી નવી વાત જાણવા મળી…’

આ ઉપરાંત, માર્કેટિંગ શ્રેણીના એવૉર્ડ્સની પસંદગી કરી ૩૦ વર્ષનો માર્કેટિંગ ક્ષેત્રનો અનુભવ ધરાવતા શ્રીપદ નાડકર્ણી અને એમના જેવાં જ અનુભવી શારદા અગરવાલે.

‘ચિત્રલેખા’ જૂથના મિત્રજિત ભટ્ટાચાર્ય કહે છે કે દર વર્ષે વધુ ને વધુ વૉચબ્રાન્ડ્સની સામેલગીરી એ એવૉર્ડ્સની લોકપ્રિયતા, વિશ્વસનીયતા તથા સફળતા સૂચવે છે.

૧૨ ઑક્ટોબર, ૨૦૧૨ની સમી સાંજે નવી દિલ્હીની પાદરે આવેલા ગુડગાંવની હોટેલ પુલમાનમાં યોજાનારા આ ભવ્ય સમારંભના અતિથિવિશેષ હશે હરિયાણાના મુખ્ય

પ્રધાન ભુપીન્દરસિંહ હુડા. આ સિવાય જાણીતા ઉદ્યોગપતિઓ, કૉર્પોરેટંધાતા, ડિપ્લોમેટ્સ, ફૅશનડિઝાઈનર્સ તથા કરિશ્મા કપૂર, નેહા ધુપિયા, પ્રતીક, ઝોયા મોરાની, વગેરે જેવાં ફિલ્મકલાકારો ઉપસ્થિત રહેશે. આ પ્રસંગે ધારદાર રમૂજ માટે જાણીતા ભારતના ટોચના સ્ટૅન્ડ અપ કૉમેડિયન તથા બોલીવૂડ ઍક્ટર વીર દાસ પોતાની કળા રજૂ કરશે.

- કેતન મિસ્ત્રી

‘ચિત્રલેખા’ના પત્રકારને મળ્યો આંતરરાષ્ટ્રીય એવોર્ડ
એમેન્ડા માર્લિનના હસ્તે સમ્માન સ્વીકારતા કેતન ત્રિવેદી.

…ઍન્ડ ધી એવૉર્ડ ફૉર ‘ઈકોનોમિક્સ ઑફ સેનિટેશન કૅટેગરી’ ગોસ ટુ કેતન ત્રિવેદી ફ્રૉમ ‘ચિત્રલેખા’, ઈન્ડિયા…

લંડનના જગવિખ્યાત અખબાર ‘ગાર્ડિયન’ના સિનિયર પત્રકાર માર્ક ટ્રાને આ અનાઉન્સમેન્ટ કરી ત્યારે હૉલમાં બેઠેલા ભારતીય પ્રતિનિધિઓ સહિત બધાએ એને વધાવી લીધી. જી હા, હમણાં સ્વીડનના પાટનગર સ્ટૉકહોમમાં યોજાયેલા વર્લ્ડ વૉટર વીકમાં ‘ચિત્રલેખા’ના અમદાવાદસ્થિત પત્રકાર કેતન ત્રિવેદીને આંતરરાષ્ટ્રીય સ્તરે આ સમ્માન મળ્યું.

સ્ટૉકહોમ ઈન્ટરનૅશનલ વૉટર ઈન્સ્ટિટ્યૂટ દ્વારા યોજાયેલા ‘વર્લ્ડ વૉટર વીક’માં વિશ્વભરના દેશોમાંથી આવેલા જળવ્યવસ્થાપન ક્ષેત્રના નિષ્ણાતો, સરકારી અને સ્વૈચ્છિક સામાજિક સંસ્થાના વડાઓ તથા યુનાઈટેડ નૅશન્સની સંસ્થા ‘યુએન વીમેન’નાં ભારતીય મૂળનાં વડા લક્ષ્મી પુરી સહિતના ટોચના વડાઓની ઉપસ્થિતિમાં વિશ્વભરમાંથી છ પત્રકારને પ્રતિષ્ઠિત ‘વૉશ મિડિયા’ એવૉર્ડ એનાયત કરવામાં આવ્યા એમાં ‘ચિત્રલેખા’ના કેતન ત્રિવેદીનો પણ સમાવેશ થતો હતો.

સ્વિત્ઝરલૅન્ડની જીનિવાસ્થિત સંસ્થા વૉટર સપ્લાય ઍન્ડ સેનિટેશન કોલોબરેટિવ કાઉન્સિલ અને સ્ટૉકહોમ ઈન્ટરનૅશનલ વૉટર ઈન્સ્ટિટ્યૂટ દ્વારા દર બે વર્ષે વૉશ મિડિયા એવૉર્ડની સ્પર્ધા યોજવામાં આવે છે. એની ઈકોનોમિક્સ ઑફ સેનિટેશન કૅટેગરીમાં ૧૮ જુલાઈ, ૨૦૧૧ના ‘ચિત્રલેખા’ના અંકમાં પ્રકાશિત કેતન ત્રિવેદીનો લેખ ‘કચરામાંથી કમાણી કરવાનો કીમિયો’ વિજેતા ઠર્યો હતો.

પત્રકાર માર્ક ટ્રાનના વડપણ હેઠળ આંતરરાષ્ટ્રીય પ્રકાશનોના અનુભવી પત્રકારોની બનેલી સાત સભ્યની જ્યુરી પૅનલે વિજેતાઓની પસંદગી કરી હતી. વર્લ્ડ વૉટર વીકના સમાપન સમારોહમાં બન્ને આયોજક સંસ્થાના વડા પીર બેરટિલ્સન અને એમેન્ડા માર્લિનના હસ્તે વિજેતાઓને એવૉર્ડ એનાયત કરવામાં આવ્યા હતા.

વિશેષ આનંદની વાત એ છે કે સ્વીડન ખાતેનાં ભારતીય એમ્બેસેડર બાનાશ્રી બોઝે પણ આ ઘટનાની ખાસ નોંધ લઈને કેતન ત્રિવેદી અને ‘ચિત્રલેખા’ને ખાસ અભિનંદન પાઠવ્યા.

‘ચાલો ગુજરાત-2012′ – ન્યુ જર્સી, અમેરિકા
ચોથી જાગીરના જાગીરદારોનાં સમ્માન: ‘ચિત્રલેખા’ના તંત્રી ભરત ઘેલાણી, ‘મુંબઈ સમાચાર’નાં તંત્રી પિંકી દલાલ, ‘ગુજરાત ગાર્ડિયન’ના તંત્રી મનોજ મિસ્ત્રી તથા ‘ચિત્રલેખા’ના ડિરેક્ટર મનન કોટકનાં સમ્માન.

અમેરિકાના ન્યુ જર્સી રાજ્યના એડિસન સ્થિત રારિટન એક્સ્પો સેન્ટર ખાતે ગઈ ૩૧ ઓગસ્ટ, ૧ અને ૨ સપ્ટેંબર દરમિયાન વિશ્વ ગુજરાતી સંમેલન ‘ચાલો ગુજરાત’નું આયોજન કરવામાં આવ્યું હતું.

એસોસિએશન ઓફ ઈન્ડિયન અમેરિકન્સ ઈન નોર્થ અમેરિકા (આયના) દ્વારા આયોજિત આ ત્રિ-દિવસીય મહોત્સવમાં સંસ્કૃતિ, કળા-સાહિત્ય, અધ્યાત્મ, રાજકારણ, પત્રકારત્વ અને વેપારઉદ્યોગનો અનોખો સુમેળ જોવા મળ્યો હતો.

આ મહોત્સવ દરમિયાન દેશ-વિદેશનાં વિવિધ ક્ષેત્રના મહાનુભાવોનાં સમ્માન થયાં, જેમાં

મિડિયા ક્ષેત્રે ‘ચિત્રલેખા’ના તંત્રી ભરત ઘેલાણી તથા પાર્ટનર મનન કોટક તેમ જ ‘મુંબઈ  સમાચાર’નાં તંત્રી પિંકી દલાલને વિશેષ સમ્માનિત કરવામાં આવ્યાં. રાજકોટના અત્યંત

લોકપ્રિય અખબાર ‘અકીલા’ના નિમેષ ગણાત્રા તથા હાલમાં જ સુરતથી શરૂ થયેલા અખબાર ‘ગુજરાત ગાર્ડિયન’ના તંત્રી મનોજ મિસ્ત્રીને પણ સમ્માનવામાં આવ્યા.

મુખ્ય મંચ પરથી વિવિધ કાર્યક્રમ ઉપરાંત એક્સ્પો સેન્ટરમાં જ આવેલા સેમિનાર હૉલમાં વિવિધ વિષય પર રસપ્રદ સેમિનારનાં આયોજન પણ થયાં, જેમ કે અંતિમ દિવસે ‘મિડિયા વર્સિસ મિડિયા’ એ શીર્ષક હેઠળના વિચારપ્રેરક સેમિનારમાં અખબાર, સામયિક અને ટીવી જેવાં માધ્યમની છણાવટ કરી મુંબઈ સમાચારનાં તંત્રી પિંકી દલાલ, ચિત્રલેખાના તંત્રી ભરત ઘેલાણી તથા યુએસ-યુકેમાં સહારા વન ચૅનલના સંચાલક સુધીર વૈષ્ણવે વર્તમાન સમયના પડકાર વિશે વાત કરી ઉપસ્થિત શ્રોતાનાં મનમાં મિડિયા વિશેની ગેરસમજણ દૂર કરી.

ચાલો ગુજરાત-2012 મહોત્સવની વધુ તસવીરો જોવા માટે ક્લિક : http://www.chitralekha.com/chalogujarat

લંડનમાં ‘એઆઈએમ’નું સમ્માન…
સમ્માનની વેળા... ‘એઆઈએમ’ના વાઈસ પ્રેસિડન્ટ-‘ચિત્રલેખા’ના પ્રકાશક મિત્રજિત ભટ્ટાચાર્ય, ‘જીએફકે એમઆરઆઈ’નાં પ્રેસિડન્ટ-સીઈઓ કૅથી લવ તથા ‘એફઆઈપીપી’ના પ્રેસિડન્ટ-સીઈઓ ક્રિસ લેવિલેન.

ધ ઍસોસિયેશન ઑફ ઈન્ડિયન મૅગેઝિન (એઆઈએમ)એ તાજેતરમાં લંડનમાં યોજાયેલા એક સમારોહમાં બેસ્ટ રિસર્ચ માટેનો પ્રતિષ્ઠિત એવૉર્ડ જીત્યો છે. એફઆઈપીપી રિસર્ચ એવૉર્ડ્સ સમારંભમાં એઆઈએમની કામગીરી એફઆઈપીપીના સીઈઓ અને પ્રેસિડન્ટ ક્રિસ લેવિલેને બિરદાવી હતી.

એઆઈએમ માટે ગર્વની બીજી વાત એ કે એમના સર્વેમાં આપવામાં આવેલી વિગતોને હવે ‘પ્રૂફ ઑફ પરફોર્મન્સ: ધ કેસ સ્ટડી ફૉર મૅગેઝિન મિડિયા’ નામના આગામી પુસ્તકમાં સમાવી લેવામાં આવશે.

૨૯ મેએ લંડનમાં યોજાયેલા આ સમારોહમાં એવૉર્ડની આ કૅટેગરીમાં સ્પેનિશ ઍસોસિયેશન ઓવરઑલ વિજેતા જાહેર થયું.

‘ચિત્રલેખા’ના તંત્રી ભરત ઘેલાણીને પત્રકારત્વ ક્ષેત્રે એક વધુ એવોર્ડ
સદા અગ્રસર ગુજરાતી સાપ્તાહિક ‘ચિત્રલેખા’ની સિદ્ધિમાં એક ઔર છોગું ઉમેરાયું છે…

સાંસ્કૃતિક અભિવાદન ફાઉન્ડેશન નામની મુંબઈસ્થિત સંસ્થા તરફથી વર્ષ ૨૦૧૧ માટેનો પત્રકાર ક્ષેત્રે આગવા પ્રદાન માટેનો એવૉર્ડ ‘ચિત્રલેખા’ના તંત્રી ભરત ઘેલાણીને એનાયત કરવામાં આવ્યો છે.

૨૧ એપ્રિલ, ૨૦૧૨ના રોજ મુંબઈમાં ભારતીય વિદ્યાભવન (ચોપાટી) ખાતે યોજાયેલા કાર્યક્રમમાં દીપચંદભાઈ ગાર્ડી, મુંબઈના માજી શેરિફ ડો. મોહનભાઈ પટેલ, ભાજપનાં ભૂતપૂર્વ સાંસદ જયવંતીબહેન મહેતા તથા જન્મભૂમિ જૂથના તંત્રી કુંદન વ્યાસ સહિત અનેક મહાનુભાવોએ હાજરી આપી હતી.

ગુજરાતી ભાષાના પ્રચાર અને પ્રસાર માટે કાર્યરત આ સંસ્થા દ્વારા છેલ્લાં ચારેક વર્ષથી સાહિત્ય, સંગીત, નાટ્ય, પત્રકારત્વ, સમાજસેવા તથા અન્ય ક્ષેત્રમાં નોંધપાત્ર યોગદાન આપનારી સંસ્થા કે વ્યક્તિને આ એવૉર્ડ આપવામાં આવે છે.

<object type="application/x-shockwave-flash" data="http://www.youtube.com/v/sedPV5ObZHc" width="262" height="159"><param name="movie" value="http://www.youtube.com/v/sedPV5ObZHc" /><param name="FlashVars" value="playerMode=embedded" /></object>

પારિતોષિક વિતરણ સમારંભમાં વર્ષ ૨૦૧૧ના એવૉર્ડ માટે ભરત ઘેલાણી ઉપરાંત જાણીતા નાટ્યકાર પ્રવીણ સોલંકી (નાટ્ય ક્ષેત્રે), ડૉ. કુલિન કોઠારી અને બાબુભાઈ છોટાલાલ શાહ (સેવા), અંકિત ત્રિવેદી (સાહિત્ય), ભાસ્કર બારોટ (લોકસાહિત્ય), હિના પરેશ મહેતા અને ડૉ. ગોપા ચક્રવર્તી (સંગીત)ની એવૉર્ડ વિજેતા તરીકે પસંદગી કરવામાં આવી છે. વિશિષ્ટ વ્યક્તિનો એવૉર્ડ રતિભાઈ ચંદેરિયાને એનાયત કરવામાં આવ્યો છે.

આ એવૉર્ડ ‚રૂપે રૂ‚પિયા પચ્ચીસ હજાર રોકડા અને એક સ્મૃતિચિહ્ન એનાયત કરવામાં આવે છે.

આ પૂર્વે સાહિત્ય ક્ષેત્રે ડૉ. સુરેશ દલાલ અને દિનકર જોશી, પુરુષોત્તમ ઉપાધ્યાય અને પાર્થિવ ગોહિલ, સુરેન ઠાકર ‘મેહુલ’ અને શાહબુદ્દીન રાઠોડ તથા સમાજસેવા માટે ભાવનગરના અનંતભાઈ શાહ સહિત અનેક મહાનુભાવોને આ પારિતોષિક મળી ચૂક્યા છે.

આ અવસરે તન-મન-ધનથી વર્ષોથી સમાજની અનેકવિધ સેવા બજાવતા ૯૮ વર્ષી દીપચંદભાઈ ગાર્ડીનું પણ વિશેષ અભિવાદન કરવામાં આવ્યું હતું.

‘ચિત્રલેખા’ના વરિષ્ઠ પત્રકાર હીરેન મહેતાને વિજ્ઞાન પત્રકારત્વનો એવોર્ડ
દેશભરમાં વિજ્ઞાન ક્ષેત્રે જાગૃતિ ફેલાવવાનું અને આમ આદમીને એ દિશામાં રસ લેતા કરવાનું કામ કરતી મુંબઈસ્થિત ઈન્ડિયન પ્લેનેટરી સોસાયટી દ્વારા આપવામાં આવતો સાયન્સ જર્નલિઝમ માટેનો એવૉર્ડ આ વર્ષે ‘ચિત્રલેખા’ના સ્પેશિયલ કોરસપોન્ડન્ટ હીરેન મહેતાને એનાયત થવાનો છે.

ગુજરાતી ભાષામાં વિજ્ઞાનલેખન માટે આદરપૂર્વક જેમનું નામ લેવામાં આવે છે એવા જન્મભૂમિ અખબારના ભૂતપૂર્વ તંત્રી સદ્દગત મનુભાઈ મહેતાની સ્મૃતિમાં આ પ્રતિષ્ઠિત એવૉર્ડની સ્થાપના થઈ છે.

આ એવૉર્ડ માટે હીરેન મહેતાની પસંદગી એમણે લખેલા અવકાશવિજ્ઞાનને લગતા અનેક લેખ તથા છેલ્લાં પાંચ વર્ષથી ‘ચિત્રલેખા’માં અત્યંત સાદી-સરળ ભાષામાં વિવિધ આધિ-વ્યાધિની સમજણ આપતી એમની કૉલમ હેલ્થ-હેલ્પલાઈન મારફત તબીબીવિજ્ઞાનના પ્રસારમાં આપેલા પ્રદાનના આધારે થઈ છે. ભારતના પહેલા મૂન મિશન ચંદ્રયાનનો તલસ્પર્શી અહેવાલ લેવા બેંગલુરુ ખાતેના ઈસરો વડા મથકની મુલાકાત લેનારા એ એકમાત્ર ગુજરાતી પત્રકાર હતા.

ઈન્ડિયન પ્લેનેટરી સોસાયટી (આઈપીએસ)એ આ ઉપરાંત ખગોળશાસ્ત્રના પ્રખર અભ્યાસુ એવા ઉદ્યોગપતિ દીપક ભીમાણીને બળવંતભાઈ પારેખ મેડલ આપવાનું જાહેર કર્યું છે. અવકાશવિજ્ઞાનમાં લોકોની રસ-રુચિ વધે એ માટે દીપકભાઈએ આપબળે અંકલેશ્વરમાં વેધશાળા ઊભી કરી છે.

સોસાયટી સાથે સંકળાયેલા એક યુવાન હેમલ શાહને પણ વિજ્ઞાનપ્રસારમાં યોગદાન બદલ સોહનલાલ શાહ મેડલ એનાયત થશે.

આ તમામ એવૉર્ડ આવતા ગુરુવાર, ૨૬ એપ્રિલે સાંજે ૪.૩૦ વાગ્યે મુંબઈમાં અંધેરી ભવન્સ કૉલેજ કૅમ્પસ ખાતેના એસ.પી. જૈન ઑડિટોરિયમમાં યોજાનારા કાર્યક્રમમાં એનાયત કરવામાં આવશે.

‘ચિત્રલેખા નાટ્યસ્પર્ધા – ૨૦૧૨’: ‘મેકબેથ’ શ્રેષ્ઠ નાટક ઘોષિત
મુંબઈ – આપના માનીતા સાપ્તાહિક ‘ચિત્રલેખા’ દ્વારા આ વર્ષે સતત ૬ઠ્ઠા વર્ષે દ્વિઅંકી નાટકો માટેની ‘ચિત્રલેખા નાટ્યસ્પર્ધા’નું આયોજન કરાયું. ભવન્સ કલ્ચરલ સેંટર, અંધેરી દ્વારા અને એકમે ગ્રુપના સહયોગથી આયોજિત ૬ઠ્ઠી ‘ચિત્રલેખા નાટ્યસ્પર્ધા – ૨૦૧૨’માં શ્રેષ્ઠ નાટકનું ઈનામ મલ્હાર-સુરતના નાટક ‘મેકબેથ’ને એનાયત કરાયું છે.

દ્વિતીય ઈનામ જીત્યું છે યુનિકોર્ન એન્ટરટેઈનમેન્ટ-મુંબઈના ‘કમ ઓન આદિત્ય’ નાટકે તો ત્રીજું ઈનામ (વિભાજીત) જીતનાર નાટકો છે ‘અમે બરફના પંખી’ (અસ્તિત્વ-સુરત ગ્રુપ) તથા ‘રણમાં ખીલ્યું પારિજાત’ (રંગકર્મી-સુરત).

આમ, પ્રથમ ચાર વિજેતા નાટકોમાંના ત્રણ સુરતને ફાળે આવ્યાં છે.

શ્રેષ્ઠ દિગ્દર્શનનાં ત્રણ ઈનામોમાં પહેલું ઈનામ મળ્યું છે ધર્મેન્દ્ર ગોહિલને ‘કમ ઓન આદિત્ય’ નાટક માટે, બીજું ઈનામ સોનલ વૈદ્ય-કુલકર્ણીને ‘મેકબેથ’ માટે અને ત્રીજું ઈનામ વિતરાગ શાહને ‘અમે બરફના પંખી’ નાટક માટે મળ્યું છે.

શ્રેષ્ઠ અભિનેતાનું ઈનામ પણ ‘મેકબેથ’ને ફાળે ગયું છે. શિર્ષક ભૂમિકા ભજવનાર મિહિર પાઠકે આ ઈનામ જીત્યું છે તો આ જ વર્ગમાં દ્વિતીય ઈનામ ધ્રુવ બારોટે (કમ ઓન આદિત્ય), તૃતિય ઈનામ ગિરીશ સોલંકીએ (સાડા ત્રણ ડાહ્યા ઘોડે બેસી નાહ્યા – સોનુ ઉપાધ્યાય પ્રસ્તુત, સુરત) જીત્યું છે.

શ્રેષ્ઠ અભિનેત્રીનું પ્રથમ ઈનામ જીત્યું છે સપના શેઠ (મેકબેથ), દ્વિતીય (વિભાજીત) – મોના ગોહિલ (સાથી) તથા સ્વાતિ દાસ (કમ ઓન આદિત્ય), તૃતિય (વિભાજીત) – પલક મહેતા (મારા સપનાનો રાજકુમાર) તથા દેવાંગી જોશી (જીવન સૂર્ય).

શ્રેષ્ઠ યુવા પ્રતિભા માટેનું ‘જય કોટક પારિતોષિક’ આર્જવી વ્યાસને ‘રણમાં ખીલ્યું પારિજાત’માં તેની ભૂમિકા માટે એનાયત કરવામાં આવ્યું છે.

શ્રેષ્ઠ સહાયક અભિનેતાનું પ્રથમ ઈનામ જીતી ગયા કુણાલ શેઠ (કમ ઓન આદિત્ય) તો દ્વિતીય ઈનામ જીત્યું કેયૂર ઉપાધ્યાયે (જીવન સૂર્ય). શ્રેષ્ઠ સહાયક અભિનેત્રીનું પહેલું ઈનામ જીત્યું મનીષા શુક્લા (અમે બરફનાં પંખી)એ અને દ્વિતીય ઈનામ જીત્યું યામિની વ્યાસે (રણમાં ખીલ્યું પારિજાત).

અન્ય ઈનામો છેઃ યુવા આશાસ્પદ નાટ્ય લેખક પ્રવીણ ભંડારે (કમ ઓન આદિત્ય), શ્રેષ્ઠ કલા નિર્દેશન કેતન રાઠોડ (સજનવા), શ્રેષ્ઠ પ્રકાશ રચના હુસૈની દવાવાલા (કમ ઓન આદિત્ય), શ્રેષ્ઠ સંગીત રચના કમલ જોશી, આકાશ શાહ અને રાજુ બારોટ (જીવન સૂર્ય), શ્રેષ્ઠ વેશભૂષા ઉર્જિતા કિનારીવાલા તથા મનીષ ઉપાધ્યાય (રણમાં ખીલ્યું પારિજાત), શ્રેષ્ઠ રંગભૂષા મનીષ ઉપાધ્યાય (રણમાં ખીલ્યું પારિજાત).

સ્પર્ધાના ફાઈનલ રાઉન્ડના નિર્ણાયકો હતા પ્રવીણ સોલંકી, દિનકર જાની અને શરદ વ્યાસ.

જાણીતા કલાનિર્દેશક છેલ વાયડા, એમના ફિલ્મ નિર્માતા પુત્ર સંજય છેલ, નિર્માતા કૌસ્તુભ ત્રિવેદી, હોમી વાડિયા, અમી ત્રિવેદી સહિત ઘણાં નાટ્યકર્મીઓ પારિતોષિક વિતરણ કાર્યક્રમમાં હાજર રહ્યાં હતાં.

સમારંભનું સંચાલન કર્યું હતું જાણીતા ઉદ્દબોધક સોહાગ દીવાને.

પારિતોષિક વિતરણ સમારોહમાં અમદાવાદની નૃત્યસંગિની સંસ્થાનાં નૃત્યકારોએ ગુજરાતી લોકસંગીત પર આધારિત નૃત્ય રજૂ કર્યાં હતાં.

રેકોર્ડ બ્રેક રિપોર્ટિંગ માટે ‘ચિત્રલેખા’ના પત્રકાર દેવાંશુ દેસાઈને મળ્યું લિમ્કા બુકમાં સ્થાન
મુંબઈ – ગુજરાતી પત્રકાર જગત માટે આનંદના સમાચાર છે કે ‘ચિત્રલેખા’ના સિનિયર પત્રકાર દેવાંશુ દેસાઈ રેકોર્ડબ્રેક રિપોર્ટિંગ માટે ‘લિમ્કા બુક ઓફ રેકોર્ડ્સ-૨૦૧૧’માં સ્થાન પામનારા એકમાત્ર ભારતીય પત્રકાર બન્યા છે.

દેસાઈએ ૧૯૯૩ના મુંબઈ બોમ્બ બ્લાસ્ટ્સ કેસનું સતત ૧૫ વર્ષ સુધી વિક્રમજનક રિપોર્ટિંગ કર્યું હતું.

એ યોગાનુયોગ છે કે, ૧૨ માર્ચ એ દેવાંશુ દેસાઈનો જન્મદિવસ છે અને ૧૯૯૩ની ૧૨ માર્ચે મુંબઈમાં જુદા જુદા ૧૨ ઠેકાણે બોમ્બ બ્લાસ્ટ થયા હતા. દેસાઈએ ‘૯૩ની ૧૨ માર્ચથી લઈને ૩૧ જુલાઈ, ૨૦૦૭ના દિવસે મુંબઈ બોમ્બ બ્લાસ્ટ્સ કેસમાં જજમેન્ટ આવ્યું ત્યાં સુધી, સતત ૧૫ વર્ષ સુધી એક જ સામયિક માટે એક જ પત્રકારે રિપોર્ટિંગ કર્યું હોય એ ભારતીય પત્રકારત્વની દુનિયામાં અનોખો રેકોર્ડ થયો છે.

દેવાંશુ દેસાઈની આ સિદ્ધિની લિમ્કા બુક ઓફ રેકોર્ડ્સ-૨૦૧૧માં રાષ્ટ્રીય માન્યતા આપીને વિશેષ નોંધ લેવામાં આવી છે.

દેસાઈએ તેમની ૨૦ વર્ષની કારકિર્દીમાં ક્રાઈમ, પોલિટિક્સ, સામાજિક સહિત અનેકવિધ વિષયો-ઘટના પર બે હજારથી વધુ લેખો લખવા ઉપરાંત વિવિધ ક્ષેત્રની નામાંકિત અને નામચીન વ્યક્તિઓની વિશેષ મુલાકાત દ્વારા પત્રકારો તથા વાચકોની પ્રશંસા તેમજ વિશ્વસનીયતા પ્રાપ્ત કરી છે.

‘ચિત્રલેખા’નાં સહસંસ્થાપક મધુરી કોટકનાં પુસ્તક ‘મધુર યાત્રા’નું પૂ. મોરારિબાપુના હસ્તે કરાયું વિમોચન
‘ચિત્રલેખા’ના સ્થાપક વજુભાઈ કોટક મહાન હતા એમાં કોઈ શંકા નથી, પણ મધુરીબહેન જેવું અનોખું વ્યક્તિત્વ એમના જીવનમાં આવ્યું અને એ બન્નેના સહિયારા પુરુષાર્થથી સર્જાયું સદા અગ્રસર સાપ્તાહિક ‘ચિત્રલેખા’.

આ ઉદ્દગાર હતા આદરણીય કથાકાર પૂજ્ય મોરારિ બાપુના ને અવસર હતો ‘ચિત્રલેખા’નાં સહસંસ્થાપક મધુરી કોટકની વણકહી વાતોના પુસ્તક, ‘મધુર યાત્રા’ના વિમોચનનો.

શુક્રવાર, ૧૭ જૂનના રોજ મુંબઈમાં અંધેરીસ્થિત ભવન્સ કૉલેજના સંકુલમાં આવેલા એસ.પી. જૈન ઑડિટોરિયમમાં ઢળતી સાંજે યોજાયેલા આ પુસ્તકવિમોચન કાર્યક્રમના આરંભમાં ‘ચિત્રલેખા’ ગ્રુપના ચૅરમૅન મૌલિક કોટકે ઉપસ્થિત મહેમાનોનું પુસ્તકોથી સ્વાગત કર્યું હતું.

એ પછી ડૉ. સુરેશ દલાલે પોતાના પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું કે વજુભાઈના આકસ્મિક અવસાન બાદ માથે આવી પડ્યું તે સ્વીકારી લેનારાં મધુરીબહેને વેદનાને વરદાનમાં પલટી નાખ્યું ને ‘ચિત્રલેખા’ને એ એક નવી ઊંચાઈએ લઈ ગયા… મધુરીબહેનની તસવીરકલાનો ખાસ ઉલ્લેખ કરતાં સુરેશભાઈએ કહ્યું કે એ જમાનામાં મહિલા તસવીરકાર હોવું એ બહુ મોટી સિદ્ધિ ગણાતી. એક વાર તો તત્કાલીન વડા પ્રધાન જવાહરલાલ નેહરુ પણ મધુરીબહેનને તસવીરો ખેંચતાં જોઈને થંભી ગયા હતા…

સુરેશભાઈએ કહ્યું હતું કે મધુરીબહેનની સિક્સથ સેન્સ ધારદાર છે. હરકિસન મહેતાની પ્રતિભાને પારખી એ એમને ‘ચિત્રલેખા’માં લઈ આવ્યાં એટલું જ નહીં એમની પાસે એક એકથી ચડિયાતી નવલકથાઓ પણ લખાવી. હરકિસનભાઈ તારક મહેતાને લઈ આવ્યા ને ટપૂડો આજે પણ આપણને આનંદ આપે છે. તો તંત્રી ભરત ઘેલાણીએ અનેક નવલકથાકારોની ખોજ કરી આ પરંપરા ચાલુ રાખી છે.

સુરેશભાઈના વક્તવ્ય બાદ પૂજ્ય મોરારિ બાપુએ પુસ્તકનું વિમોચન કર્યું તો સભાખંડ તાળીના ગડગડાટથી ગુંજી ઊઠ્યો હતો.

પુસ્તકવિમોચન બાદ વારો હતો મધુરીબહેનની વણકહી વાતોનું આલેખન કરનારા, ‘ચિત્રલેખા’ના પત્રકાર દેવાંશુ દેસાઈને પ્રસન્નતા વ્યક્ત કરવાનો. એમણે જણાવ્યું કે આવું પુસ્તક કરવું જોઈએ એ વાત મધુરીબહેનને ગળે ઉતારતાં મને છ મહિના લાગી ગયા… આ મારું પહેલું જ પુસ્તક હોઈને ઘરમાં પહેલા સંતાનનો જન્મ થાય એવી લાગણી થાય છે. ટીમવર્કને લીધે જ આ પુસ્તક થઈ શક્યું એની દેવાંશુ દેસાઈએ વિશેષ નોંધ લીધી હતી.

ખીચોખીચ ભરાયેલા સભાખંડમાં શ્રોતાજનોને મધુરીબહેન કોટકે પ્રતિભાવ આપ્યા. જો કે એમના શબ્દોને વાચા આપી ગુજરાતી રંગભૂમિનાં પ્રખ્યાત અભિનેત્રી અમી ત્રિવેદીએ.

મધુરીબહેને કહ્યું કે પુસ્તક લખવાની દરખાસ્ત જ્યારે સૌપ્રથમ વાર મારી પાસે આવી ત્યારે મારો પહેલો પ્રતિભાવ હતો: મારા વિશે કંઈ લખાય એમાં મને જરાય રસ નથી, લખવું જ હોય તો ચિત્રલેખા વિશે લખો… (વજુભાઈ) કોટક પાયો જ એવો મજબૂત નાખી ગયેલા કે પેઢીદર-પેઢી ચિત્રલેખા વંચાતું રહેશે. અમારા વાચકો ચિત્રલેખાને પોતાનું ગૌરવ સમજે છે એ અમારે માટે ગર્વની વાત છે.

આ અવસરે મધુરીબહેને પૂજ્ય મોરારિ બાપુનો વિશેષ આભાર માનતાં કહ્યું કે બાપુ અમારા દરેક પ્રસંગમાં પધારે છે એ માટે અમે એમના ઋણી છીએ. તો આ પુસ્તકની પ્રસ્તાવના લખી આપનારા, ચિત્રલેખાના પરમ સ્નેહી એવા સુરેશભાઈ (દલાલ)નો પણ આભાર.

કાર્યક્રમની પરાકાષ્ઠ આવી પૂજ્ય મોરારિ બાપુના વક્તવ્યથી. પૂજ્ય બાપુએ આ પ્રસંગે ખાસ તો મધુરીબહેનની સ્મૃતિને બિરદાવી હતી. તો સાથે એમની પાસેથી આવી સ્મૃતિઓ એટલે કે વણકહી વાતો કઢાવવા માટે તેમણે દેવાંશુ દેસાઈને અભિનંદન આપ્યાં હતાં. તાજેતરમાં ભારત સરકારે ચિત્રલેખા-વજુ કોટકની ટપાલટિકિટ બહાર પાડી એ માટે એમણે પ્રસન્નતા વ્યકત કરતાં કહ્યું હતું કે અનેક ચડતીપડતી પછી પણ ચિત્રલેખા ક્યારેય પોતાના ધોરણથી નીચું ઊતર્યું નથી એ હકીકતની આપણે ખાસ નોંધ લેવી જોઈએ…

વક્તવ્યને અંતે એમણે આ પુસ્તકના લોકાર્પણ કરવાના રૂડા પ્રસંગે ચિત્રલેખા પરિવારને ધન્યવાદ આપ્યા હતા.

આ પ્રસંગે મધુર યાત્રા પુસ્તકમાંથી વજુભાઈ-મધુરીબહેનના જીવનના વિવિધ તબક્કામાંથી ચૂંટેલા અંશનું વાંચન રંગભૂમિ-ફિલ્મના જાણીતા અભિનેતા મનોજ જોશી તથા નાટ્ય-ટીવીઅભિનેત્રી મીનળ પટેલે કર્યું હતું. મુંબઈ ગુજરાતી સમાજની અનેક નામી હસ્તીની હાજરીવાળા આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન કર્યું: યુવા કવિ મુકેશ જોશીએ.

ચિત્રલેખા તંત્રીને ‘જીવન ગૌરવ’ પુરસ્કાર; ‘ગ્રહણ-મોક્ષ’ નવલકથા માટે સમીર પાલેજાને પુરસ્કાર
મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમી તરફથી બુધવાર, ૨૪ ઓગસ્ટની સાંજે એક રંગારંગ કાર્યક્રમમાં વિશ્વ ગુજરાતી ભાષા દિવસ ઊજવવામાં આવ્યો હતો. આ અવસરે મરાઠી ભાષાના જાણીતા કવિ મંગેશ પાડગાંવકર તથા ગુજરાતી સાહિત્યના મર્મજ્ઞ ડૉ. રમેશ શુક્લને નર્મદ પુરસ્કારથી સમ્માનવામાં આવ્યા હતા. વિશેષમાં સાહિત્ય ક્ષેત્રે વિશિષ્ટ પ્રદાન બદલ સુરેન ઠાકર-’મેહુલ’ને, કલા ક્ષેત્રે અરવિંદ ત્રિવેદી-’લંકેશ’ને તથા પત્રકારત્ત્વ ક્ષેત્રે ‘ચિત્રલેખા’ના તંત્રી ભરત ઘેલાણીને ‘જીવન ગૌરવ’ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા. આ તમામ વિજેતાનું ૫૧ હજાર રૂપિયાનો ચેક, શ્રીફળ અને શાલ આપીને સમ્માન કરવામાં આવ્યું હતું.

આ ઉપરાંત, ૯૮ વર્ષથી કાર્યરત પુણેની પૂના ગુજરાતી બંધુ સમાજ સંસ્થાને પણ આ પુરસ્કારથી નવાજવામાં આવી હતી.

આ અવસરે મહારાષ્ટ્ર રાજ્ય સાહિત્ય અકાદમી તરફથી નવલકથા, કવિતા, નાટ્ય અને ટૂંકી વાર્તા ક્ષેત્રે વિજેતા જાહેર થયેલાં પુસ્તકોના લેખકોને પણ પારિતોષિક આપવામાં આવ્યાં હતાં. ‘ચિત્રલેખા’ના વરિષ્ઠ પત્રકાર સમીર પાલેજાને એમની નવલકથા ‘ગ્રહણ-મોક્ષ’ બદલ ‘ચુનીલાલ મડિયા નવલકથા પુરસ્કાર (દ્વિતીય)’ આપવામાં આવ્યો હતો. મહારાષ્ટ્રના સાંસ્કૃતિક ખાતાના પ્રધાન સંજય દેવતળે તથા વિધાનસભાના ભૂતપૂર્વ સ્પીકર અરુણ ગુજરાતીએ પુરસ્કાર વિજેતાઓનું અભિવાદન કર્યું હતું.

આ પ્રસંગે અકાદમીના કાર્યાધ્યક્ષ હેમરાજ શાહે સ્વાગત પ્રવચનમાં અકાદમીની કામગીરીની રૂપરેખા આપી હતી. મંગેશ પાડગાંવકરે અનોખા અંદાજમાં સ્વરચિત કવિતાનું પઠન કરીને પ્રેક્ષકોની વાહ… વાહ મેળવી તો ડૉ. રમેશ શુક્લએ નર્મદ તથા ગુજરાતી ભાષા વિશે જાણી-અજાણી વાત કરીને ભાષાપ્રેમીઓને તરબોળ કરી દીધા અને ત્રણેય જીવન ગૌરવ પુરસ્કાર વિજેતા વતી સુરેનભાઈ ઠાકરે આ અભિવાદન બદલ આભાર વ્યક્ત કર્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સ-રસ સંચાલન યુવા કવિ મુકેશ જોશીએ કર્યું હતું.

સદા સ્મૃતિમાં રહી જાય એવો સમય! ગ્રેટર નોઈડામાં ‘ચિત્રલેખા ગ્રુપ’નો શાનદાર વૉચ વર્લ્ડ એવૉર્ડ્સ-૨૦૧૧ સમારંભ
અવસર એવો રૂડો હતો અને સાંજ એવી મજાની હતી કે અમને આ ફિલ્મી રચના યાદ આવી ગઈ:

યે શામ મસતાની… મદહોશ કિયે જાય…!

અવસર હતો: એયુ ફિન્જા પ્રેઝન્ટ્સ વૉચ વર્લ્ડ એવૉર્ડ-૨૦૧૧.

વાચકો જાણે છે કે ‘ચિત્રલેખા ગ્રુપ’નાં ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં પ્રકાશિત થતાં ખાસ સમયસૃષ્ટિનાં સામયિક ‘વૉચ વર્લ્ડે’ ગયા વર્ષથી જગતભરના ટાઈમકીપર્સે વિવિધ ક્ષેત્રમાં આપેલાં પ્રદાનને સમ્માનવા વૉચ એવૉર્ડ્સ આપવાની પરંપરા શરૂ કરી છે.

ગયા વર્ષે એટલે કે ૨૦૧૦માં નવી દિલ્હીની સૂરજકુંડ ક્લેરિજ્સમાં શહેરનાં મુખ્ય પ્રધાન શીલા દીક્ષિત તથા અનેક મહાનુભાવોની હાજરીમાં વિવિધ કૅટેગરીના વૉચ એવૉર્ડ્સ એનાયત કરવાનો સમારંભ યોજાયો હતો, જેને અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો હતો. એવો જ ભવ્ય સમારંભ આ વર્ષે યોજાયો પાટનગરની પાદરે ગ્રેટર નોઈડામાં આવેલા જેપી ગ્રીન્સ ગૉલ્ફ ઍન્ડ સ્પા રિસોર્ટ્સમાં. આ વર્ષના સમારંભમાં વિશેષ ઉપસ્થિતિ હતી: ક્રિકેટર વીરેન્દ્ર સેહવાગની.

૨૪ સપ્ટેમ્બર, શનિવારની ઢળતી સાંજે યોજાયેલા એવૉર્ડ સમારંભની શરૂઆત થઈ કૉક્ટેલ સેશનથી, જેમાં દેશ-દુનિયામાંથી પધારેલા મહેમાનોએ મનગમતાં પીણાંની ચૂસકી ભરતાં ભરતાં પ્રિ-એવૉર્ડ એરિયામાં પ્રદર્શિત થયેલી નોમિનેટેડ ઘડિયાળોને નિહાળી. આ પ્રિ-એવૉર્ડ એરિયામાં છત્તીસગઢ ટુરિઝમ ડિપાર્ટમેન્ટે પ્રદર્શિત કરેલી હાથબનાવટની ચીજવસ્તુઓ આકર્ષણનું કેન્દ્ર બની હતી.

એ પછી શરૂ થયું એવૉર્ડ ફંક્શન.

મહેમાનોને આવકારતાં ‘ચિત્રલેખા ગ્રુપ’ના પ્રેસિડન્ટ-પબ્લિશર મિત્રજિત ભટ્ટાચાર્યે કહ્યું: ‘દુનિયાની ખ્યાતનામ વૉચ બ્રાન્ડ્સે પોતાની લેટેસ્ટ ઘડિયાળનાં નોમિનેશન મોકલ્યાં એનાથી ‘વૉચ વર્લ્ડ એવૉર્ડ્સ’ નિર્વિવાદ ઈન્ટરનૅશનલ એવૉર્ડ્સ બની ગયા છે… ભારતના ટોચના વૉચ મૅગેઝિન દ્વારા યોજાયેલા આ એવૉર્ડ્સની સફળતાનું શ્રેય આમાં ભાગ લેનારી વૉચ બ્રાન્ડ્સ તેમ જ ફૅશન-સ્પોર્ટ્સ-ડિઝાઈન-માર્કેટિંગ જેવાં વિવિધ ક્ષેત્રના નિષ્ણાતોની બનેલી જ્યુરીને મળે છે.

એ પછી સ્વિત્ઝરલૅન્ડના માસ્ટર વૉચમેકર એન્તોઈન સિમોનિન, જાણીતાં ઈમેજ કન્સલ્ટન્ટ છાયા મોમાયા, પીઢ સ્પોર્ટ્સ પત્રકાર અયાઝ મેમણ, નામાંકિત જ્વેલરી-ડિઝાઈનર વરુણા ડી. જાની જેવાં એક્સ્પર્ટ્સની બનેલી જ્યુરીએ ચૂંટેલા વિવિધ કૅટેગરીના એવૉર્ડ એનાયત થતા ગયા.

કેટલાક માર્કેટિંગ કૅટેગરીના એવૉર્ડ્સ પણ આપવામાં આવ્યા, જેની પસંદગી કરી શારદા અગરવાલ તથા શ્રીપદ નાડકર્ણી જેવાં માર્કેટિંગ પ્રોફેશનલ્સની બનેલી જ્યુરીએ.

આ ઝાકઝમાળભર્યા એવૉર્ડ સેરેમનીમાં એક તરફ વૉચ ઈન્ડસ્ટ્રીના માંધાતા હતા, ભારતના કૉર્પોરેટ હૅવીવેઈટ્સ હતા, બ્યૂરોક્રેટ તથા રાજકારણીઓ હતા તો સાથે સાથે નવી દિલ્હીની પેજ-૩ સેલિબ્રિટીઝ પણ હતી, જેમ કે સ્વિત્ઝરલૅન્ડના જગવિખ્યાત પ્રદેશ લ શોં-દ-ફોંમાં બનતી બેનમૂન ઘડિયાળ ‘ગ્રુબેલ ફોર્સે’ ના કો-ફાઉન્ડર સ્ટિફન ફોર્સે…

સ્પેશિયલ કન્ટ્રિબ્યુશન ટુ હૉટ હોર્લોજરી (સાદા શબ્દમાં: સમયસૃષ્ટિને આપેલાં વિશેષ યોગદાન) કૅટેગરીમાં ‘ચિત્રલેખા’ના ચૅરમૅન મૌલિક કોટકના હસ્તે એવૉર્ડ મેળવનારા સ્ટિફન ફોર્સેએ પોતાનો ઉમળકો વ્યક્ત કરતાં કહ્યું કે ભારતના પ્રતિષ્ઠિત વૉચ વર્લ્ડ મૅગેઝિન એવૉર્ડ દ્વારા અમારી બ્રાન્ડનું સમ્માન સદા સ્મૃતિમાં રહી જાય એવો સમય! થાય એનો અમને ઉત્સાહ-આનંદ છે…

યોગાનુયોગ આ જ કંપનીની ગ્રુબેલ ફોર્સે ઈન્વેન્શન પીસ ૨ ઘડિયાળને લિમિટેડ એડિશન વૉચ ઑફ ધ યરનો એવૉર્ડ પણ મળ્યો.

એ જ રીતે ૧૮૬૫થી ઘડિયાળનું ઉત્પાદન કરતી સ્વિત્ઝરલૅન્ડની ઝેનિથે વૉચ ઑફ ધ યર તથા કૉમ્પ્લિકેટેડ વૉચ ઑફ ધ યર એમ બબ્બે એવૉર્ડ મેળવી પોતાની સાંજને યાદગાર બનાવી દીધી.

આમ તો ત્યાં ઉપસ્થિત દરેક મહેમાન માટે આ સમય સદાય સ્મૃતિમાં રહી જાય એવો યાદગાર હતો… અને કોણ કોણ હતું મહેમાનોમાં?

વૉચ ઈન્ડસ્ટ્રીમાંથી બોમ ઍન્ડ મર્સિયે ના રિજનલ બ્રાન્ડ મૅનેજર રોમેઈન ડેઝોં, કાર્લ એફ બુખરરના રિજનલ માર્કેટ ડિરેક્ટર મુખ્તાર મોહમ્મદ હતા તો કૉર્પોરેટજગતમાંથી સેમસંગ ઈન્ડિયાના ડેપ્યુટી મૅનેજિંગ ડિરેક્ટર રવીન્દ્ર ઝુત્શી, આઈટીસી લિમિટેડના સિનિયર વાઈસ પ્રેસિડન્ટ, કૉર્પોરેટ અફેર્સ અનિલ રાજપૂત તથા સંજીવ દાલમિયા હતા. એવૉર્ડના મેઈન સ્પૉન્સર એયુ ફિન્જાના અજય પાહુજા ખાસ દુબઈથી પધાર્યા તો ઍસોસિયેટ સ્પૉન્સર જેમોલૉજિકલ ઈન્સ્ટિટ્યૂટ ઑફ અમેરિકાના વિશાલ મંડોટ મુંબઈથી દિલ્હી પહોંચ્યા હતા.

નવી દિલ્હીમાં જશન હોય એટલે એમાં બ્યૂરોક્રેટ્સ પણ હોય. ઈન્ક્રિડિબલ ઈન્ડિયા સૂત્ર દ્વારા વર્લ્ડ ટુરિઝમના નકશા પર ભારતને મૂકી આપનારા આઈએએસ અફસર અને ભૂતપૂર્વ ટુરિઝમ જોઈન્ટ સેક્રેટરી અમિતાભ કાંત મોડે સુધી પાર્ટીમાં મહાલ્યા.

અમિતાભ કાંત હાલ દિલ્હી મુંબઈ ઈન્ડસ્ટ્રી કોરિડોર ડીએમઆઈસી)ના ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર તથા મૅનેજિંગ ડિરેક્ટર છે. કાંતસાહેબે ભારતનાં પ્રવાસધામનો દુનિયાભરમાં પ્રચાર કરવાના અનુભવની કથા પોતાના પુસ્તક બ્રાન્ડિંગ ઈન્ડિયા: ઍન ઈન્ક્રેડિબલ જર્ની દ્વારા આલેખી છે. થોડા સમય પહેલાં ટાટા જૂથના ચૅરમૅન રતન ટાટાએ આ પુસ્તકનું મુંબઈમાં વિમોચન કર્યું હતું.

આ ઉપરાંત, કોંગ્રેસનાં ભૂતપૂર્વ સંસદસભ્ય ઉમા ગજપતિ રાજુ, રમોલા બચ્ચન જેવી અનેક પેજ-૩ સેલિબ્રિટીઝે એવૉર્ડ ફંક્શન તથા પાર્ટીમાં હાજરી આપી.

એક પછી એક અપાતા જતા એવૉર્ડ્સની ઘટમાળ આપમેળે ચાલ્યા કરતી ઘડિયાળ જેવી યંત્રવત્ બની ન રહે એ માટે જાઝ મ્યુઝિકનું આયોજન કરવામાં આવ્યું હતું.

બીજે દિવસે એટલે કે રવિવારે આમંત્રિતોએ જેપી ગ્રીન્સના હરિયાળા મેદાન પર ગૉલ્ફ તથા સ્વાદિષ્ટ બ્રન્ચની મજા લીધી. સિટિઝન, સીકો જેવી બ્રાન્ડ્સના જપાનીસ માંધાતાઓએ તો મોડે સુધી ગૉલ્ફનો પણ આનંદ માણ્યો.

એ હતો મારો શ્રેષ્ઠ સમય…

- વીરેન્દ્ર સેહવાગ

ઈન્ડિયન ક્રિકેટટીમના જોમવંતા ક્રિકેટર વીરેન્દ્ર ક્રિશન સેહવાગે એવૉર્ડ ફંક્શનમાં જતાં પહેલાં ટાઈમ સાથેના પોતાના સંબંધ વિશે ‘ચિત્રલેખા’ સાથે કરેલી વાતચીતના અંશ…

ચિત્રલેખા: વીરુ, તને ઘડિયાળનો શોખ ખરો?

વીરેન્દ્ર સેહવાગ: ખૂબ જ. અવનવી ઘડિયાળોનો મને બેહદ શોખ છે એટલે અહીં આવીને મારું સપનું સાકાર થયું હોય એવું લાગે છે. વૉચ ઈન્ડસ્ટ્રીના એવૉર્ડ્સથી ચિત્રલેખા ગ્રુપે એક અચ્છી પ્રવૃત્તિ શરૂ કરી છે.

ઓકે, તારા જીવનની પહેલી ઘડિયાળ યાદ છે? કઈ હતી?

* સાચું કહું તો બચપનમાં પિતાને કાંડે ઝૂલતી ગોલ્ડન એચએમટી ઘડિયાળે મને મોહિત કરેલો, પણ મારી પોતાની પહેલી ઘડિયાળ કઈ હતી એ યાદ નથી. હા, એટલું યાદ છે કે પિતાજી સાથે એક ઈન્ડસ્ટ્રિયલ ફૅર (મેળા)માં ગયેલો ત્યાંથી એમની પાસે જીદ કરીને એક ઘડિયાળ ખરીદેલી.

તો બીજી ઘડિયાળ વિશે તો કહીશને?

* હા. હું અન્ડર એઈટીન-અન્ડર નાઈન્ટીન મૅચ રમતો થયો અને પૈસા ભેગા થયા ત્યારે એમાંથી પહેલી ઘડિયાળ ખરીદી: રોલેક્સ. એ વખતે ભારતમાં બીજી કોઈ વૉચબ્રાન્ડ વિશે ખાસ કંઈ જાણવા મળતું નહોતું અને રોલેક્સની બોલબાલા હતી.

મેદાન પર દાવ લેતો હોય ત્યારે તું સમયનું ધ્યાન કેવી રીતે રાખે છે?

* વેલ, હું દાવ લેતો હોઉં ત્યારે સમયનું ધ્યાન તો ફીલ્ડરોએ રાખવાનું હોય! એ લોકોએ નિર્ધારિત સમયમાં ઓવર પૂરી કરવાની હોય એટલે સમયની ચિંતા એમને હોય. ક્યારેક અમારે ઓવર પૂરી કરવાની હોય ત્યારે ધોની ક્યારેક બૉલ આપતાં કહે: વીરુ, ચલ ડાલ દે થોડી ઓવર!

કોઈ પણ ચીજનો પ્રચાર કરવાનું નક્કી કરતી વખતે તું શેનું ધ્યાન રાખે છે?

* એ જ કે એ પ્રોડક્ટ અથવા સર્વિસ મારી ઈમેજ સાથે જવી જોઈએ અને ખાસ તો એવી ચીજવસ્તુનો પ્રચાર ન કરું, જેનાથી મારા ફૅન્સ નારાજ થાય.

ફુરસદના સમયમાં શું કરે છે?

* જાતજાતની ટુર્નામેન્ટને લીધે સતત પ્રવાસ થતા રહે છે એટલે પરિવાર સાથે નિરાંતે બેસવાનો ટાઈમ ભાગ્યે જ મળતો હોય એટલે જ્યારે પણ નવરાશ હોય ત્યારે ફૅમિલી સાથે સમય વિતાવવાનું પસંદ કરું છું…

જીવનનો બેસ્ટ સમય અથવા પળ?

* ઘણી પળ છે, પણ વેલ, ટેસ્ટક્રિકેટમાં ૨૭૮ બૉલમાં ૩૦૦ (દક્ષિણ આફ્રિકા સામે) તથા ૨૦૭ બૉલમાં ૨૫૦ ફટકાર્યા એ (શ્રીલંકા સામે), વન-ડે ઈન્ટરનૅશનલમાં ૬૦ બૉલમાં સેન્ચુરી ફટકારી (ન્યુઝીલૅન્ડ સામે)… ટ્રિપલ સેન્ચુરી પણ ફટકારી અને પાંચ વિકેટ પણ લીધી…

- અને ખરાબ સમય?

* વેલ, કદાચ અત્યારનો… આખી ટીમ જીજાન લગાડીને રમે ને એમાં મારું કોઈ યોગદાન જ ન હોય એનો વસવસો તો થયો, પણ શું થાય? તમે ઈન્જર્ડ-ઈજાગ્રસ્ત હો તો શું કરી શકો? જો કે ચૅમ્પિયન્સ લીગમાં તો દિલ્હીની ટીમ રમતી નથી એટલે કોઈ ચિંતા નથી. જો કે હવેથી વધુ ધ્યાન રાખીશ-વધુ ફિટ રહીશ.

- કેતન મિસ્ત્રી (નવી દિલ્હી)

‘ચિત્રલેખા’ ગ્રુપના પ્રેસિડન્ટ અને પબ્લિશર મિત્રજિત ભટ્ટાચાર્ય બન્યા ‘એઆઈએમ’ના નવા ઉપ-પ્રમુખ
‘ચિત્રલેખા’ સામયિકે હાંસલ કરેલી સિદ્ધિઓમાં એકનો ઉમેરો થયો છે. ઍસોસિયેશન ઑફ ઈન્ડિયન મૅગેઝિન્સ (એઆઈએમ) સંસ્થાની ગઈ ૧૧ ઑક્ટોબર, ૨૦૧૧ના યોજાઈ ગયેલી વાર્ષિક સામાન્ય સભામાં ‘ચિત્રલેખા’ ગ્રુપના પ્રેસિડન્ટ અને પબ્લિશર મિત્રજિત ભટ્ટાચાર્ય ઉપ-પ્રમુખ તરીકે ચૂંટાઈ આવ્યા છે.

મિત્રજિત ભટ્ટાચાર્ય આ અગાઉ (નવેમ્બર, ૨૦૦૯થી) એઆઈએમના જનરલ સેક્રેટરી તરીકે ફરજ બજાવતા હતા.

વર્લ્ડવાઈડ મિડિયાના સીઈઓ તરુણ રાય એઆઈએમના નવા પ્રમુખ તરીકે ચૂંટાઈ આવ્યા છે. તે વિદાય લેતા પ્રમુખ સાઈબર મિડિયાના ચૅરમૅન પ્રદીપ ગુપ્તા પાસેથી કાર્યભાર સંભાળશે. પ્રદીપ ગુપ્તાએ એઆઈએમના પ્રમુખ તરીકે બે વર્ષની મુદત પૂરી કરી છે. આ પૂર્વે એ એઆઈએમના ઉપ-પ્રમુખપદે પણ રહી ચૂક્યા છે.

એઆઈએમના પૂર્વ પ્રમુખોમાં આઉટલૂકના મહેશ્વર પેરી, દિલ્હી પ્રેસના પરેશ નાથ અને ઈન્ડિયા ટુડે ગ્રુપના આશિષ બગ્ગાનો સમાવેશ છે.

ભારતમાં મૅગેઝિન ઉદ્યોગને યોગ્ય પ્રોત્સાહન મળી રહે એ ઉદ્દેશ સાથે ફેબ્રુઆરી, ૨૦૦૩માં એઆઈએમની સ્થાપના કરવામાં આવી હતી. આ ઉપરાંત, સરકાર, ઍડ્વર્ટાઈઝિંગ એજન્સીઓ, ઍડ્વર્ટાઈઝર્સ અને વાચકો-ગ્રાહકો સાથે સામયિકના હિતનું પ્રતિનિધિત્વ કરવા ઈન્ડિયન મૅગેઝિન પબ્લિશરોનું એક મંચ સ્થાપવાનો પણ એઆઈએમનો હેતુ છે.

દિલ્હીમાં તાજેતરમાં જ એઆઈએમ દ્વારા ત્રણ દિવસની એફઆઈપીપી વર્લ્ડ મૅગેઝિન કોંગ્રેસનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું અને એમાં આશરે પચાસ દેશોના ૬૫૦થી વધુ ડેલિગેટ સામેલ થયા હતા.

વર્લ્ડ મૅગેઝિન કોંગ્રેસનાં ૮૩ વર્ષના ઈતિહાસમાં પ્રથમ વખત આવા સંમેલનનું આયોજન ભારતમાં જ થયું હતું.

રાષ્ટ્રપતિનાં હસ્તે ‘ચિત્રલેખા-વજુ કોટક’ની પોસ્ટલ સ્ટેમ્પનું અનાવરણ
નવી દિલ્હી, તા. ૨૦ એપ્રિલ – ગુજરાતી પત્રકારત્વ અને સમગ્ર ગુજરાતી પ્રજા ગર્વ લઈ શકે એવી ઘટનામાં ‘ચિત્રલેખા’ના સ્થાપક વજુ કોટકની સ્મૃતિમાં એક પોસ્ટલ સ્ટેમ્પનું અનાવરણ આજે અહીં રાષ્ટ્રપતિ શ્રીમતી પ્રતિભા દેવીસિંહ પાટીલનાં હસ્તે કરવામાં આવ્યું છે.

રાષ્ટ્રપતિ ભવનમાં બુધવારે યોજાયેલા એક દમામદાર કાર્યક્રમમાં પ્રતિભા પાટીલે સ્વર્ગસ્થ વજુભાઈની સ્ટેમ્પ ઉપરાંત ફર્સ્ટ-ડે કવરનું અનાવરણ કર્યું હતું.

વિવિધ ક્ષેત્રના મહાનુભાવોની ઉપસ્થિતિથી દીપી ઊઠેલા આ કાર્યક્રમમાં અતિથિવિશેષપદે કેન્દ્રના સંદેશવ્યવહાર-ઈન્ફોર્મેશન ટેક્નોલોજી તથા માનવ સંસાધન વિકાસ ખાતાના પ્રધાન કપિલ સિબલ હતા તો સંદેશવ્યવહાર ખાતાના રાજ્યપ્રધાન ગુરુદાસ કામત અને સચીન પાઈલટ વિશેષ આમંત્રિત તરીકે હાજર રહ્યા હતા.

સમારંભના આરંભમાં માનવંતા મહેમાનોને આવકારતાં ‘ચિત્રલેખા ગ્રુપ’ના ચેરમેન મૌલિક કોટકે કહ્યું હતું કે, ‘હું નાનો હતો ત્યારે ટપાલટિકિટોનો સંગ્રહ કરતો હતો, પરંતુ એ વખતે મને સપનેય ખ્યાલ નહોતો કે ‘ચિત્રલેખા’ના સંસ્થાપક મારા પિતા વજુભાઈની પણ ટપાલ ટિકિટ બહાર પડશે!

‘ચિત્રલેખા’ની હીરકજયંતી ઉજવણીના ભાગરૂપે યોજાઈ રહેલા આ સ્ટેમ્પ રિલીઝ કાર્યક્રમને સંબોધતાં કપિલ સિબલે ‘ચિત્રલેખા’ પરિવારને ૬૦ વર્ષની યાત્રા સફળતાપૂર્વક પાર પાડવા બદલ અભિનંદન આપ્યા હતા.

આ કાર્યક્રમમાં ભૂતપૂર્વ નાયબ વડા પ્રધાન લાલકૃષ્ણ અડવાણી, પર્યાવરણ પ્રધાન જયરામ રમેશ, રેલવે રાજ્ય પ્રધાન ભરત સિંહ સોલંકી, સંસદસભ્યો બલબીર પુંજ, પુરુષોત્તમ રૂપાલા, રાજેન્દ્ર સિંહ રાણા, સી.આર. પાટીલ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અર્જુન મોઢવાડિયા, ગુજરાત વિધાનસભામાં વિપક્ષી નેતા શક્તિસિંહ ગોહિલ, યુગાન્ડાનાં ભારતસ્થિત હાઈ-કમિશનર નિમીષા માધવાણી, ટીવીએન્કર પ્રતિભા અડવાણી, પોસ્ટ વિભાગના વરિષ્ઠ અધિકારીઓ તથા દિલ્હીસ્થિત ગુજરાતી સમાજના જગદીપ રાણા અને વિરાટ શાહ સહિતના અગ્રણીઓ હાજર હતા.

આ અવસરે ‘ચિત્રલેખા’ પરિવારને વિશેષ વધામણી આપવા માટે કોંગ્રેસપ્રમુખ સોનિયા ગાંધીનાં રાજકીય સલાહકાર એહમદભાઈ પટેલ પણ ખાસ હાજર રહ્યા હતા.

આ ઉપરાંત, ગુજરાતી પત્રકારત્વની આ અનોખી ઘટનાના સાક્ષી રૂપે ‘જન્મભૂમિ’ જૂથનાં અખબારોના સીઈઓ-તંત્રી કુંદન વ્યાસ, ‘મુંબઈ સમાચાર’નાં તંત્રી પિન્કી દલાલ, ‘દિવ્ય ભાસ્કર’ના સ્ટેટ એડિટર અજય ઉમટ તથા ‘મિડ-ડે’ (ગુજરાતી)ના તંત્રી રાજેશ થાવાણી ઉપસ્થિત હતાં.

આ કાર્યક્રમને અંતે આભારદર્શન કર્યું હતું ‘ચિત્રલેખા’ના મનન કોટકે તો કાર્યક્રમનાં સંચાલિકા હતાં જાણીતાં લેખિકા કાજલ ઓઝા-વૈદ્ય.

ટપાલ ટિકિટ અનાવરણ પ્રસંગની તસવીરો માટે ક્લિક

આ પ્રસંગની વિડીયો માટે ક્લિક